Last Update : 9-June-2011, Thursday
 
હથનુર ગામે ૧૧ વર્ષના બાળકની શાળામાં લટકતી લાશ મળતાં ચકચાર

હુક સાથે દોરી બાંધી ફાંસો ખાવા માટે નીચે ટેબલ કે ખુરશી જેવો કોઇ આધાર ન મળતાં હત્યાની શંકા

બારડોલી - નિઝર તાલુકાના હથનુર ગામની પ્રાથમિક શાળાના ઓરડામાં ધો.૬માં અભ્યાસ કરતા ૧૧ વર્ષના બાળકનો પંખાની હુક સાથે દોરી વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી છે. મરનાર બાળક સાંજે ઘરેથી ગુમ થયા બાદ આજે બુધવારે સવારે નજીકની પ્રાથમિક શાળામાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૃ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નિઝર તાલુકાના હથનુર ગામે નિશાળ ફલિયામાં રહેતા રવિન્દ્ર નાથુભાઇ વળવીના ૧૧ વર્ષના દિકરા જયેશે ઘર નજીકની પ્રાથમિક શાળામાં ધો.૫માં ઉત્તીર્ણ થઇ ધો.૬માં પ્રવેશ મેળવ્યો હતો. ગતરોજ મંગળવારે સાંજે ૭ વાગે રવિન્દ્રભાઇ ખેતર ખેડવા માટે ટ્રેકટર ભાડે કરવા ગયા હતા. જે પરત ઘરે આવતાંદિકરો જયેશ રહસ્યમય રીતે ગુમ હતો. રવિન્દ્રભાઇએ પડોશીઓની મદદથી જયેશની શોધખોળ શરૃ કરી હતી. દરમિયાન આજે બુધવારે સવારે ૮ વાગે ઘર નજીકની પ્રાથમિક શાળામાં વર્ગ ખંડ નં.૩માં પંખા ભેરવવાની હુક સાથે ૧૧ વર્ષના જયેશનો મૃતદેહ સુતરની દોરી વડે ગળા ફાંસો ખાધએલી હાલતમાં મળી આવતાં નિઝર પોલીસને જાણ કરી હતી.

જયેશની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ડીવાયએસપી ડામોર સ્થળ પર ધસી આવી પૂછપરછ અને પંચનામું શરૃ કર્યું હતું. ધો.૧ થી ૭ની પ્રાથમિક શાળામાં હાલમાં વેકેશન છે અને શાળાના વર્ગખંડો બંધ હાલતમાં છે. ગામના બાળકો વર્ગખંડની પાછળની બારીના સળીયા વાંકાવાળીને વર્ગખંડમાં રમતા હોવાનું જણાય છે. ઘરેથી સાંજે ગુમ થયેલા જયેશ વળવીની સવારે વર્ગખંડમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી પરંતુ હુક સાથે દોરી બાંધી ગળા ફાંસો ખાવા માટે નીચે ટેબલ કે ખુરશી જેવા કોઇ આધાર ન હોવાથી આત્મહત્યા કે હત્યા તે પોલીસ માટે પડકારજનક બાબત બની છે.

 

 
 
 
Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved