Last Update : 9-June-2011, Thursday
 

રાજકોટમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઝીકાતો વીજકાપ ; અનેક લોકો હેરાન

 
રાજકોટ, બુધવાર
રાજકોટ શહેરની વીજ માંગ દીન પ્રતીદીન વધતી રહી છે. તેની સામે વીજતંત્ર દ્વારા આધુનીકરણના કામો અધુરા રહેતા પુનીત નગર અને લક્ષ્મીનગર વિસ્તારનાં ૪૫ ફીડરોમાં ગઈકાલથી અડધા અડધા કલાકમાં બીનસત્તાવાર વીજકાપ લાગુ કરી દેવામાં આવતા આ વિસ્તારનાં અંદાજે ૨૦થી ૨૨ હજાર ગ્રાહકોમાં દેકારો બોલી ગયો હતો જયારે આજે નવાગામ અને ન્યારાની ૬૬ કે.વી. વીજલાઈન ટ્રીપ થઈ જતા અનેક લોકો કાળઝાળ ગરમીમાં શેકાતા રહ્યાં હતાં.
રાજકોટની વધતી જતી વીજ માંગને પુરી કરવા માટે અડધા અડધા કલાકમાં વીજકાપ લાગુ પડતા સંખ્યાબંધ વિસ્તારના લોકો લાઈટ વગર હેરાન થયા
રાજકોટ શહેરનાં વીકસતા જતાં જુદા જુદા એરીયાઓને કારણે દીન પ્રતીદીન વીજળીની જરૃરીયાત વધતી રહી છે. રાજકોટ શહેરનાં વીકાસને ધ્યાનમાં લઈને આગામી ૧૦ વર્ષોનો વીજળીકરણનો રૃા. ૪૧૪ કરોડનો જે માસ્ટર પ્લાન મંજુર કરવામાં આવ્યો છે. તેમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ સહીત ૬૬ કે.વી.ના નવા નવા સબ ડીવીઝન ઉભા કરવાનું આયોજન છે. પરંતુ આ કામ વીજ તંત્ર દ્વારા સમયસર થતું નથી. નવા સબસ્ટેશનો ઉભા કરવા તથા લાઈનોના આધુનીકરણનું કામ જેટકો કંપનીને સોપવામાં આવી છે. પરંતુ આ કામ માર્ચ મહીના સુધીમાં આ વખતે પુરુ નહી થતાં ગઈકાલે તેની અસર પુનીત નગર અને લક્ષ્મીનગર વિસ્તાર હેઠળનાં ૧૧ કે.વી. લાઈનના ગ્રાહકોને થઈ હતી. પરીણામે સવારે પુનીત નગરના ૨૩ અને લક્ષ્મીનગર ફીડર હેઠળનાં ૨૪ મળી કુલ ૪૫ ફીડરમાં વારાફરતી લોડ શેડીંગ લાગુ કરવામાં આવ્યું હતું. જયારે આજે સવારે ન્યારા અને નવાગામના ૬૬ કે.વી. સબસ્ટેશનમાં ગરમીને કારણે લાઈન ફીટ થઈ ગઈ હતી. પરિણામે દુધસાગર, કુવાડવા, સહીત અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. શહેરમાં છેલ્લા ચાર દિવસથી ભારે ઉકળાટ અને ગરમીને કારણે ૬૬ કે.વી. સબસ્ટેશનના ટ્રાન્સફરમરની ગરમી બહાર આવતા ટ્રાન્સફર્મર તપી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. તેથી લોકોને કાળઝાલ ગરમીમાં પણ હેરાન થવું પડે છે. વરસાદ જો લંબાસે તો શહેરનાં મોટા ભાગના વિસ્તારના લોકોએ વીજળી વગર હેરાન થવું પડે તેવી સંભાવના વીજ બોર્ડના સુત્રોએ વ્યકત કરી છે. પરીણામે આ વિસ્તારનાં અંદાજે ૨૨૦૦૦ લોકોએ વીજળી વીના પારાવાર હાલાકી ભોગવવી પડી હતી.
વીજ તંત્રના સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૦૬માં રાજકોટનાં વીદ્યુતી કરણ માટે જે માસ્ટર પ્લાન મંજુર કરવામાં આવ્યો છે. તેના કામ વર્ષ ૨૦૧૦ - ૧૧માં પુરા કરવાના હોવા છતાં તે કામ આજ સુધી અધુરા રહ્યાં છે. પરીણામે ૪૧૪ કરોડના મંજુર થયેલા માસ્ટર પ્લાનનું કામ આગળ વધતુ નથી. પરીણામે આગામી દિવસોમાં રાજકોટ વાસીઓએ વીજળી વીના હેરાન થવું પડે તેવી સ્થિતી અત્યારથી જ સરુ થઈ ગઈ છે.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved