Last Update : 9-June-2011, Thursday
 
'અજ્ઞાાનતા અને શરમના કારણે ૧૮ વર્ષ સ્ત્રી તરીકે વિતાવ્યા'
ભાવનામાંથી ભરત બનેલો યુવાન કહે છે કે શરીરમાં પુરૃષના લક્ષણો હોવા છતાં
રાજકોટ, બુધવાર
કેશોના મઘરવાડા ગામે કુદરતની કરામતનો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. પુરૃષના લક્ષણો હોવા છતાં અજ્ઞાાનતા અને શરમના કારણે ભાવનામાંથી ભરત બનેલા યુવાને સ્ત્રી તરીકે ૧૮ વર્ષ વિતાવ્યાની કરૃણ કથની વર્ણવી હતી.
કુદરતની વિચિત્ર કરામતનો ભોગ બનેલા કેશોદના મઘરવાડાના યુવાને વર્ણવેલી કથની
કેશોદના મઘરવાડા ગામે રહેતા ભરતે જણાવ્યું હતું કે ૧૮ વર્ષ પહેલાં જન્મ સમયે તેનામાં સ્ત્રીની ઇન્દ્રીના અવશેષો દેખાતા અભણ માતા-પિતાએ તેનો પુત્રી તરીકે ઉછેર કર્યો હતો. ત્રણ ભાઇઓમાં સૌથી નાની અને એક જ બહેન હોવાથી પરિવારજનોએ લાડકોડથી લાલન પાલન કર્યું હતું. પરંતુ ૧૦ વર્ષની ઉંમરે સ્ત્રીઓ પ્રત્યે આર્કષણ થતા શરીરમાં પુરૃષના લક્ષણો હોવાનું સૌપ્રથમ ભાન થયું હતું. પરંતુ અજ્ઞાાનતા અને શરમના કારણે પરિવારજનો સામે મનનો સંતાપ ઠાલવી શકયો ન હતો.
ખેતમજુરી કરતા પિતા જીવાભાઇ ધૂડાની પરિસ્થિતિ અત્યંત દારૃણ (ગરીબ) હોવાના કારણે અનેક વખત મનમાં ઉઠેલા સવાલો ધરબી રાખ્યા હતા અને ભાવનાના નામે જ ધો.૧૦ની પરીક્ષા પણ આપી દીધી હતી. બીજી બાજુ અન્ય સ્ત્રીઓની માફક માસીક, વૃક્ષઃસ્થળનો વિકાસ ન થતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને પ્રથમ અમદાવાદ બાદ રાજકોટના જાણીતા તબીબ ડો. જીતેન્દ્ર અમલાણીનો સંપર્ક કરતા તેણે સ્ત્રીના વેશમાં રહેલા પુરૃષના લક્ષણોને ઓળખી બતાવ્યા હતા. અને ગરીબ પરિવારને નવું જીવન આપવા પડકારરૃપ ઓપરેશન પાર પાડી ભાવનામાંથી ભરત બનાવ્યો છે.
અગાઉ પણ સમાજમાં બહાર ન આવતા ઓપરેશનો કરી સ્ત્રીમાંથી પુરૃષ તરીકેનું નવું જીવન આપનારા ડો. અમલાણીએ જણાવ્યું હતું કે આવા ઓપરેશનમાં ૮૦ હજારથી એક લાખ જેટલો ખર્ચ થાય છે પરંતુ માનવ સેવા એજ પ્રભુસેવા હોવાથી આ ઓપરેશન વિનામૂલ્યે કરી આપ્યું છે. તેમજ હજુ પણ આવા દર્દીઓ સમાજ સમક્ષ આવે તે માટે વિનામૂલ્યે ઓપરેશન કરી આપીશ. તો ઓપરેશનમાં દર્દી તથા તેના પરિવારને રહેવા-જમવા અને દવાની મદદ કરનારા અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેને આવા દર્દીઓને હંમેશા સહાયભૂત બનવા અગ્રેસર રહેવાનું જણાવ્યું હતું.

 

 
Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved