Last Update : 9-June-2011, Thursday
 
કાળઝાળ ગરમીથી મોતના મુખમાં ધકેલાતા પારેવા અને પશુઓ
માનવી તો ગમે ત્યાં ઠંડક શોધી લે છે પણ
રાજકોટ, બુધવાર
ઉનાળાની શરૃઆતથી જ સૂર્યનારાયણે અગનવર્ષા ચાલુ કરી છે એ હવે અંતિમ દિવસોમાં તો ચરમસીમાએ પહોંચી ગઇ છે. ૪૦થી ૪૫ ડિગ્રી જેવા ઉંચા તાપમાનની કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા માનવી તો ગમે ત્યાં ઠંડક શોધી લે છે પણ દરરોજ અસંખ્ય પક્ષીઓ અને પશુઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે.
આકરા તડકાની કબુતરોને સૌથી વધુ અસરઃ ગરમીથી વાસી થયેલો ખોરાક ખાવાથી પશુઓ ફુડ પોઇઝનીંગનો શિકાર
આકરો તાપ વરસાવતા ઉનાળાના ચાર મહિના દરમિયાન પક્ષીઓ અને પશુઓની હાલત દયનીય બને છે. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ પાણી અને ખોરાક પૂરતા પ્રમાણમાં નહીં મળવાથી પક્ષીઓ અને પશુઓ ડી-હાઇડ્રેશનનો શિકાર બને છે. ઉનાળાની સૌથી વધુ અસર પક્ષીઓમાં કબુતર તથા પશુઓમાં ગાય અને શ્વાનને થતી હોવાનું પશુ-પક્ષીવિદ્દોનું કહેવું છે.
રાજકોટમાં એનિમલ હેલ્પલાઇનના કાર્યકર પ્રતિકભાઇ અને હિમાંશુભાઇનું કહેવું છે કે શહેરમાં તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ હોય એ દિવસો દરમિયાન દરરોજ ગરમીને કારણે ૧૦થી વધુ પક્ષીઓના મોત નિપજે છે અને અસંખ્ય પક્ષીઓ ડી-હાઇડ્રેશનનો ભોગ બનેલા મળી આવે છે. જો કે મોટા ભાગના પક્ષીઓ સવારે ૯ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધીમાં આકરો તડકો ચાલુ થાય એ પહેલાં જ આસપાસના જળાશયો અને વૃક્ષાચ્છાદિત વિસ્તારોની ઠંડી જગ્યાએ પહોંચી જાય છે પરંતુ પશુઓ માટે આવું શકય બનતું નથી જેમાં ખાસ કરીને ગાય અને શ્વાનની હાલત વધુ કફોડી બની રહી છે. તેઓને પૂરતુ પીવાનું પાણી મળતું નથી. લોકો એંઠવાડમાં જે ખોરાક નાખે છે એ ઉનાળાને કારણે વાસી થઇ ગયો હોય છે જેથી આવો ખોરાક ખાવાથી ગાય અને કૂતરાઓ ફુડ પોઇઝનીંગ થતું જોવા મળી રહ્યું છે. પક્ષીઓમાં કબુતર ઉપરાંત કાબર, હોલા, ચકલી જેવા પક્ષીઓને પણ ગરમીની અસર થઇ રહી છે.
પોરબંદરના બર્ડ કન્ઝર્વેટર ભરતભાઇએ જણાવ્યું હતું કે ઉનાળામાં પક્ષીઓને લૂ લાગવાના અનેક બનાવો જોવા મળે છે જેના કારણે પક્ષીઓની ડોક વાંકી વળી જાય છે અને મોત પણ નિપજી શકે છે. પક્ષીઓ ૪૦ ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકતા હોય છે તેનાથી વધુ તાપમાન હોય તો પક્ષીઓની તકલીફો વધી જાય છે.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved