Last Update : 9-June-2011, Thursday
 
લોકતંત્રના ખૂનને સાંખી ન શકનારા દ્વારા ભુજના પ્રજાકીય પ્રશ્નો અંગે ઉપેક્ષા

 

ભુજ, તા.૮
ભાજપ ભલે લોકતંત્રના ખુનને સાંખી ન લે પરંતુ એ ભુલી ન જાય કે ભુજમાં પીવાના પાણીના ધાંધિયા અને હોસ્પિટલ રોડની મરામત અને સરકારી હોસ્પિટલની ખાનગી જૂથને સોંપણી સહિતના પ્રશ્નો અંગે સેવાતી ઉપેક્ષા પણ ભુજવાસીઓ સાંખી નહીં શકે તેવો આક્રોશ વ્યક્ત કરાયો છે.
અતિ બિસ્માર હોસ્પિટલ રોડ, જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ, પીવાના પાણીનાં નિત્ય ધાંધિયા સામે સત્તાધીશ ભાજપનું મૌન
ઉપરી તંત્રના આદેશોએ રાસડા લેવા ટેવાયેલા સ્થાનિકો દ્વારા બાબા રામદેવ પ્રકરણે વિરોધ પ્રદર્શન કરાયું છે પણ હોસ્પિટલ રોડ રીપેરીંગ, જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ તથા પાણીના ધાંધિયાને વાચા આપવા સમય નથી. બાબાના પ્રકરણે વિરોધ પ્રદર્શનમાં ભુજ પાલિકાના ત્રણથી ચાર હાલી માજી પ્રમુખોએ જોડાઈ વિરોધ કર્યો હતો પણ પીવાના પાણીની લોકબુમ અને હોસ્પિટલ રોડની મરામત તથા સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ સહિતના પ્રજાકીય પ્રશ્નોની આજ સુધી ઉપેક્ષાઓ કરાઈ ભુજના નાગરીકોની ઠેકડી ઉડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેમ ભુજના અમુક વર્તુળોએ આક્ષેપ કર્યો હતો. માલિકીના અને ગ્રાંટના પ્રશ્નો ઉભા કરનારી એજન્સીઓ હોસ્પિટલ રોડ પ્રત્યે કઠપૂતળી નર્તનો કરી રહી છે ત્યારે મોટી આગ કે દુર્ઘટનાને પ્રશ્ને સમયેનું તેમનું આ નર્તનભર્યુ વર્તન રહ્યું તો લોકસલામતી કોણ જાળવશે તેવો પ્રશ્નાર્થ વ્યક્ત કરાયો હતો.
રાષ્ટ્રીય પ્રશ્નોએ વિરોધ વાવટો ફરકાવનારાઓને સ્થાનિક ભુજવાસીઓના પ્રશ્નો દેખાતા નથી? તેવા પ્રશ્નાર્થો થઈ રહ્યા છે.
છતાં પાણીએ તરસ્યા રહેતા ભુજને ભાડા અને પાલીકા એવા બબ્બે ધણીઓએ નધણીયાતું બનાવી દેવાય છે. ભુજવાસીઓ માટે કાળઝાળ ગરમી અને માથુ ફાડી નાખતા તડકામાં તાકીદે પીવાના પાણીની સમસ્યા હલ કરવા અને રોડ મરામત જેવા અન્ય પ્રજાકીય પ્રશ્નોએ જીલ્લા વહીવટી તંત્રોની દરમ્યાનગીરી અનિવાર્ય ગણવી રહી.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved