Last Update : 9-June-2011, Thursday
 
સર્વરમાં રોજના ૨૦૦થી વધુ રજિસ્ટ્રેશનની ક્ષમતા જ નથી
હજારોનો ધસારો નક્કી હતો છતાં આવું સર્વેર કેમ આપ્યું
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
પોલીટેકનીકમાં આજે થયેલી ધાંધલ-ધમાલ અને હોબાળા અંગે પોલીટેકનીકના પ્રીન્સીપાલ ડી.એન.પંચાલે જણાવ્યું હતું કે પ્રવેશ પ્રક્રીયા હવે ઓનલાઈન થઈ ગઈ છે.જેના કારણે દરેક વિદ્યાર્થીનુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.આ રજીસ્ટ્રેશન કરવા માટે હેલ્પ સેન્ટરમાં જે કોમપ્યુટર સર્વર છે તેની ક્ષમતાને ધ્યાનમાં રાખવામાં આવે તો આખા દિવસમાં ૨૦૦ થી ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરવુ શક્ય છે.
પોલીટેકનિકના આચાર્યએ વ્યકત કરેલી લાચારી ઃ આજથી પોલીસની હાજરીમાં ટોકન અપાશે
બીજી તરફ વડોદરામાં પારૃલ ઈન્સ્ટીટયુટ,સીગ્મા ઈન્સ્ટીટયુટ સહિતના સાત હેલ્પ સેન્ટરો છે પરંતુ પોલીટેકનીકના હેલ્પ સેન્ટર પર વાલીઓ અને વિદ્યાર્થીઓનો ધસારો વધારે રહેતો હોવાથી વિદ્યાર્થીઓને અમે રોજ ૨૦૦ થી ૨૫૦ ટોકન આપીએ છે.જેથી ટોકન વગરના વિદ્યાર્થીઓ આખો દિવસ રાહ જોયા વગર બીજા દિવસે ફરી ટોકન લેવા માટે આવી શકે.
પ્રા.પંચાલે જણાવ્યું હતું કે સર્વરની જે ક્ષમતા છે તેને જોતા રોજના ૨૦૦ થી ૨૫૦ વિદ્યાર્થીઓથી વધારે વિદ્યાર્થીઓનુ રજીસ્ટ્રેશન કરવુ શક્ય નથી.હવે આવતીકાલથી પોલીસની હાજરીમાં જ ટોકનનુ વિતરણ કરવામાં આવશે અને માઈક પર એનાઉન્સમેન્ટ પણ કરાશે.જોકે વડોદરામાં જ્યારે સાત હેલ્પ સેન્ટર છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ પોલીટેકનીકના હેલ્પ સેન્ટર પર ધસારો કરવાની જગ્યાએ અન્ય હેલ્પ સેન્ટરો પર પણ જવુ જોઈએ.કારણકે દરેક હેલ્પ સેન્ટર પર એક સરખી જ સુવિધાઓ છે અને એક સરખી રીતે જ કાર્યવાહી થાય છે.
પોલીટેકનીકના પ્રીન્સીપાલ ભલે સર્વરની ક્ષમતાને જવાબદાર ગણતા હોય પરંતુ હકીકત એ છે કે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓની મુશ્કેલી સરવાળે ઘટી તો નથી જ.જો રજીસ્ટ્રેશનની જગ્યાએ ફોર્મ હાથથી સ્વીકારાતા હોત તો કદાચ દિવસમાં ૨૦૦ થી ૨૫૦ વિદ્યાર્થીઓનુ જ રજીસ્ટ્રેશન કરી શકવાની મર્યાદા નડી ના હોત.જો ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી જ કરવી હોય તો પછી સરકારે હેલ્પ સેન્ટરોમાં સર્વરની જે ક્ષમતા છે તે વધારવી જોઈએ.જોકે માત્ર કાગળ પર પ્રવેશ પ્રક્રિયાનુ કોમપ્યુટરાઈઝેશન કર્યુ હોવાનો સંતોષ લેતી સરકારને વાલીઓ અને વિદ્યાર્થીઓની હેરાનગતિ પર ધ્યાન આપે તેવુ લાગતુ નથી.
Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved