Last Update : 9-June-2011, Thursday
 
જોખમી હોર્ડિગ્ઝ અને સ્ટ્રકચર્સ મુકનારી સુજલ એડ.ને નોટીસ

પરેશ શાહે કમાણી ખાતર લોકોમાથે જોખમ સર્જયુ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
વડોદરામાં ત્રણ દિવસ અગાઉ ૫૦ કિ.મી.ની ઝડપે ફુંકાયેલા વાવાઝોડાએ ઠેર ઠેર વૃક્ષો, જાહેરાતોના મોટા હોર્ડિગ્ઝ , વીજવાયરો અને મકાનોના છાપરાઓનો સોથ વાળી દીધો હતો. ખાસ તો તોતિંગ હોર્ડિગ્ઝ અને તેના લોખંડી સ્ટ્રકચર્સ વાવાઝોડામાં આમ તેમ ઝુલતા ભારે જોખમ ખડુ થયુ હતુ. ઘણા સ્થલે હોર્ડિંગ્ઝ મોટા ભય સમાન બની ગયા હતા. વિરોધ પક્ષ કોગ્રેસે પણ જોખમી હોર્ડિગ્ઝ મુકનાર સંસ્થાઓ સાથે કોર્પોરેશનની મીલીભગતનો આક્ષેપ કર્યો હતો.
સુજલ સહિત સાત એજન્સીને નોટીસ ફટકારી કોર્પોરેશનમાં રીપોર્ટ રજુ કરવા તાકીદ
દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જોખમી હોર્ડિગ્ઝના સ્ટ્રકચર્સ અનેહોર્ડિગ્ઝ સંદર્ભે સુજલ એડ સહિત સાત સંસ્થાઓને નોટીસ ફટકારી છે.
વિરોધપક્ષ કોંગ્રેસના નેતાનું કહેવું છે કે વડોદરામાં ઠેક ઠેકાણે જાહેરાત માટે હોર્ડિગ્ઝ બોર્ડ ખાનગી જગ્યાઓમાં મુકવામાં આવે છે. અને તે માટે કોર્પોરેશન દ્વારા મંજુરી અપાતી હોય છે. હોર્ડિગ્ઝની સાઇઝ, ઉંચાઇ, ઉભા કરેલ સ્ટ્રકચર્સની મજબુતાઇ વગેરે બાબતે નિયમો નક્કી કરેલાં છે. જેની મંજુર મળ્યા બાદ જ ઇજારદારને હોર્ડિગ્ઝ મુકવાની પરવાનગી આપવામાં આવે છે.
સ્ટ્રકચર્સની મજબુતાઇનું પ્રમાણપત્ર તો દર વર્ષે લવું જોઇએ. પરંતુ હોર્ડિગ્ઝની ઉંચાઇ તથા પહોળાઇના જે નિયમો નક્કી કરેલા છે. તેનું પાલન કરાતુ નથી. વડોદરા શહેરમાં ખાનગી જગ્યાઓમાં ૫૦૦ થી પણ વધુ તોતિંગ હોર્ડિગ્ઝ મુકાયા છે. ઘણી જગ્યાએ તો તે ખુબ જોખમરૃપ બનીને ઝળુંબી રહ્યાં છે. તાજેતરના વાવાઝોડાએ આવા હોર્ડિગ્ઝ ભયજનક બન્યા હતા.
દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પરેશ શાહની સુજલ એડ. સહિત સાત હોર્ડિગ્ઝ એજન્સીઓને નોટિસ ફટકારી છે.
જમીન મિલકત શાખા (કોમ)એ ફટકારેલી આ નોટીસમાં જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલા જોરદાર પવનો અને આગામી ચોમાસાની ઋતુ દરમિયાન શહેરમાં તોફાની વરસાદ તેમજ વાવાઝોડાની શકયતાઓને અનુલક્ષીને હોર્ડિગ બોર્ડ પડવાથી કે તૂટવાથી જાનહાનિ, માલમિલકતને નુકશાન ન થાય તે માટે ઉભા કરવામાં આવેલા તમામ સ્ટ્રકચર સહિત હોર્ડીગ બોર્ડના સ્ટ્રકચરની મજબુતાઇ તપાસીને તેનો ત્રણ દિવસમાં વડોદરા મ્યુનિસપલ કોર્પોરેશનને રીપોર્ટ કરવો. એજન્સીઓ તરફથી મુકવામાં આવેલ હોર્ડિગ બોર્ડની સ્ટ્રકચરની ખાતરી કરીને ભયજનક બોર્ડ અને સ્ટ્રકચર તાત્કાલિક ઉતારી લેવા તથા જોખમી બોર્ડની યાદી જમીન મિલકત શાખા (કોમ) તથા ફાયરબ્રિગેડમાં રજુ કરી દેવી.
કોને કોને નોટીસ આપી તેની યાદી આ પ્રમાણે છે. સુજલ એડ, સન આઉટડોર્સ, ચિત્રા પબ્લિસીટી, મેઘા પબ્લિસીટી, યુનિસ્ટાર એડ, સેલવેલ મીડીયા, પ્રિયા એડ.

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved