.
Last Update : 9-June-2011, Thursday
 
વડવાની ભંગારની દુકાનમાં બ્લાસ્ટ થતા એકનું મોત ઃ ચાર ઘવાયા
 
ભાવનગર, બુધવાર
આજે ભરબપોરનાં સુમારે વડવા વિસ્તારમાં આવેલ ભંગારની દુકાનમાં જામનગરથી લવાયેલ ભંગારને તોડવાનું કામ શરૃ હતું તે વેળાએ ભંગાર તોડતા બ્લાસ્ટ થઇ છરા ઉડતા પાંચ મજુરોને ઘુસી ગયા હતાં જે પૈકી એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્યને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાના પગલે તાબડતોબ પોલીસની ટીમ ઘટના સ્થળ પર ઘસી ગઇ હતી.
જામનગરથી આવેલ ભંગાર તોડવાનું કામ કરતી વેળાએ બ્લાસ્ટ થઇ છરા ઉડતા મજુરોને ઘુસ્યાં ઃ પોલીસ ટીમ ઘસી ગઇ
ઘટના સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા વિસ્તારમાં આવેલ વિજય ટોકીઝનાં સામેના ભાગે જીતેન્દ્રસિંહ જાડેજાની માલિકીનાં મકાનમાં દુકાન ભાડે રાખી ભંગાર તોડવાનો વેપાર કરતા કાર્તીકભાઇ દુલાભાઇ વાઢૈયાની દુકાનમાં આજે બપોરનાં ૩-૧૫ કલાકના સુમારે ભંગાર તોડવાની કામગીરી શરૃ હતી તે વેળાએ ભંગાર તોડતા અચાનક બ્લાસ્ટ થતા પાંચ મજુરો યોગેશભાઇ બોઘાભાઇ સોલંકી (ઉ.વ.૩૨) રહે. વડવા તલાવડી, ગાયત્રી સોડા સેન્ટર બાજુમાં, અશોકભાઇ લાલજીભાઇ સોલંકી, જીણાભાઇ વાઢૈયા, ઘનશ્યામભાઇ સોલંકી અને ધીરૃ નામના મજુરને બ્લાસ્ટ થઇ છરા જેવી વસ્તુ વાગી જતા તમામને ઇજાગ્રસ્ત હાલતે સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યા સારવાર દરમ્યાન યોગેશભાઇ સોલંકીનું મૃત્યું નિપજ્યું હતું.
પોલીસે ભંગાર માલિક કાર્તીકભાઇ વાઢૈયાની પુછપરછ હાથ ધરતા આ ભંગાર જામનગર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં વેપાર કરતા રાજુભાઇ નામના વેપારી પાસેથી ખરીદીને લવાયો હોવાની વિગતો ખુલવા પામી હતી તેમજ ભાવનગરની અનેક દુકાનો પર આ માલ પહોંચ્યો હોવાની વિગતો ચર્ચામાં આવી હતી. ઘટનાનાં પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી અને નતનવી વાતો ખુલવા પામી હતી.
ઘટનાની જાણ થતા એ.એસ.પી. સેજુળ, એ ડિવીઝન પી.આઇ. જાડેજા સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર ઘસી ગયો હતો અને છાનબીન હાથ ધરી હતી. જોકે, પોલીસે હાલ જાણવા જોગ એન્ટ્રી લઇ તપાસ હાથ ધરી છે.
 
 
Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved