Last Update : 9-June-2011, Thursday
 
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
શહેરમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ
અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં પાણીજન્ય અને ગરમીજન્ય રોગચાળો બેકાબૂ બનતો જાય છે. કમળાના વધુ ૨૧ દર્દીઓ મ્યુનિ. હોસ્પિટલોમાં દાખલ થતા છેલ્લા સાત દિવસનો મ્યુનિ. ચોપડે નોંધાયેલો આંક ૧૦૬નો થાય છે. દરમિયાન મ્યુનિ. સંચાલિત એલ.જી. કોલેજની હોસ્ટેલમાં કમળો ફેલાઈ ગયાના સમાચાર મળતા દોડી ગયેલા હેલ્થ વિભાગે ૨૮ વિદ્યાર્થીઓના લોહીના નમૂના લીધા હતા. તેમાંથી ત્રણને કમળો હોવાનું જણાતા વિદ્યાર્થીઓમાં ગભરાટની લાગણી ફેલાઈ છે.
૧૦૧ સ્થળોએ આવતું પ્રદૂષિત પાણી ઃ કોલેરાનો ૧ કેસ દેખાતા હેલ્થ વિભાગની દોડધામ ઃ આજથી પ્લાસ્ટિક સામે ઝુંબેશ
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર છેલ્લા ૭ દિવસમાં ૧૦૬ કમળાના દર્દીઓ દાખલ હોવા ઉપરાંત ઓપીડીમાં ૬૦થી વધુ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલટીના વધુ ૨૫ સાથે એક સપ્તાહમાં દર્દીઓનો આંક ૧૭૨ ઉપર પહોંચ્યો છે. કોલેરાનો એક દર્દી મળી આવતા હેલ્થ વિભાગે દોડધામ શરુ કરી દીધી હતી. ટાઇફોઇડના ૩૧ અને મેલેરિયાના ૪૧ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.
બીજી તરફ પાણીની તંગીમાં બોરમાંથી પાણીનો વધુમાં વધુ જથ્થો મેળવવામાં આવી રહ્યો છે અને બીજી તરફ ક્લોરિનેશનના ધાંધિયા હોવાથી રોગચાળો વધુ ઉગ્ર બનવાની દહેશત પણ ઉભી થવા પામી છે.
દરમ્યાન આજે જે પાણીના નમૂના લેવાયા તેમાં ૧૦૧ સ્થળે ક્લોરિન નીલ હોવાનું જણાયું છે. પાણીમાં થોડું પણ પ્રદૂષણ ભળે તો ક્લોરિન નીલ થઈ જતું હોવાનું હેલ્થ વિભાગના સૂત્રો જણાવે છે. આ ગણતરીને ધ્યાનમાં લઈએ તો ૧૦૧ સ્થળોએ પ્રદૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. જેમાં વસ્ત્રાલ વોર્ડમાં ગિરિવર, રાજીવનગર નિકોલ વોર્ડમાં સોમેશ્વર પાર્ક, ચાંદખેડા, મોટેરા વોર્ડમાં ભરવાડવાસ, વિસત માતાના છાપરા, બાગેફિરદોસ વોર્ડમાં માતૃભક્તિ સોસાયટી, ઇસનપુરમાં પ્રેરણા સોસાયટી, લાંભા વોર્ડમાં ગોકલનગર, ગેરતપુરમાં પાણી પ્રદૂષિત આવતું હોવાનું માલુમ પડયું છે.
બીજી તરફ મ્યુનિ. હેલ્થ વિભાગે આજે ૯૮૭ બિનઆરોગ્યપ્રદ ખોરાક અને ૩૬૫ લીટર પીણાનો નાશ કર્યો છે.
મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો. કુલકર્ણીને પુછાતા તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે ગુરૃવારથી હેલ્થ વિભાગના ૪૦ માઇક્રોનથી વધુ પાતળું પ્લાસ્ટિક બનાવતા ઉત્પાદકો અને તેનો ઉપયોગ કરતા વેપારીઓ સામે ઝુંબેશ શરુ કરવામાં આવનાર છે.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved