Last Update : 9-June-2011, Thursday
 
અભય ગાંધીના 'કરોળીયાના જાળા' જેવા ૩૭ બેન્ક ખાતાં
'પૈસાની હેરાફેરી' જાણવા સી.એ.ની મદદ લેવાઈ
કંપનીના બે 'ટ્રંક એકાઉન્ટ'માંથી અભયના ૧૦ ઉપરાંત સ્વજનો-મિત્રોના ખાતામાં પૈસા ટ્રાન્સફર
અમદાવાદ, બુધવાર
અભય ગાંધીએ કરોડોનું ફૂલેકું ફેરવવા મજબૂત આયોજન કર્યું હોવાની આશંકા પોલીસને તેના બેન્ક ખાતાઓની વિગતો પરથી જણાઈ રહી છે. અભય ગાંધીએ જૂન-૨૦૧૦માં એ.એસ.આઈ.ઈ. ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લી.ના મુખ્ય ખાતા (ટ્રંક એકાઉન્ટ) એક્સિસ અને એચ.ડી.એફ.સી. બેન્કમાં ખોલાવ્યા હતા. રોકાણકારોના ચેકથી આવતા નાણાં આ ખાતામાં જમા થતા અને રોકાણકારોને આ જ ખાતાના ચેક અપાતા હતા.
અભયે બે ટ્રંક એકાઉન્ટમાંથી આઠ બેન્કોમાં ૧૨ નામોથી ખોલવામાં આવેલા અન્ય ૩૫ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ ૩૫ ખાતાઓમાં એ.એસ.આઈ.ઈ.ની પેટા કંપનીઓ ઉપરાંત અભય ગાંધીના ૧૦ ખાતાઓ, તેના માતા-પિતા, ભાઈ, મંગેતર અને ચાર મિત્રો ઉપરાંત કર્મચારીના ખાતાં છે. અભય ગાંધીએ બે ટ્રંક એકાઉન્ટમાંથી પૈસા એવી ટ્રાન્સફર કર્યા છે કે, પૈસા છેવટે ક્યાં ગયા તેના હીસાબનો તાળો મેળવવાનું કામ આસાન જણાતું નથી. બે મુખ્ય ખાતામાંથી અમદાવાદથી અભય નાસ્યો તે તારીખ ૨૩ એપ્રિલ પછીથી કોઈ ટ્રાન્ઝેક્શન થયાં નથી. આખરી દિવસોમાં તેણે મોટી રકમની હેરાફેરી ખાતાઓમાં કરી હોવાની વિગતો સૂત્રોમાંથી જાણવા મળે છે.
અભય ગાંધીએ 'કરોળીયાનું જાળું' રચ્યું હોય તે રીતે નાણાંની હેરાફેરી કરી છે. અભય ગાંધીએ કરેલી પૈસાની હેરાફેરી જાણવા માટે ક્રાઈમ બ્રાંચે સી.એ.ની મદદ લેવી પડી છે. અભય ગાંધીએ જૂન-૨૦૧૦થી ૨૩-૪-૨૦૧૧ સુધી કરેલી પૈસાની હેરાફેરીનો અંત ક્યાં આવે છે અને છેવટે નાણાં ક્યાં ગયા છે તે સ્પષ્ટ કરવા પોલીસ કસરત કરી રહી છે. અભય ગાંધીના ૩૭ ખાતાઓના પુરા અભ્યાસ બાદ અનેક ચોંકાવનારાં તથ્યો પ્રકાશમાં આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved