Last Update : 9-June-2011, Thursday
 

એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે આજથી કાર્યવાહી

જીટીયુ દ્વારા રાજયની જુદી જુદી
અમદાવાદ,બુધવાર
ગુજરાતમાં જુદા જુદા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી એમબીએ અને એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે આવતીકાલથી ફોર્મ વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જીટીયુ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે આવતીકાલથી તા.૧૮મી જૂન સુધી એમબીએ-એમસીએમાં પ્રવેશ માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ખાનગી બેંકમાંથી ફોર્મ,પીન નંબર અને માહિતી પુસ્તિકા મેળવી શકશે. જયારે પ્રથમ ટેસ્ટ તા.૨૫થી ૨૮મી વચ્ચે લેવામાં આવશે.
તા.૨૫મીથી ૨૮મી જૂન અને ૨૯મીથી ૨ જુલાઇ વચ્ચે બે તબક્કામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે ઃ ૧૮મી જુલાઇએ કોલેજની ફાળવણી
પ્રાપ્ત વિગતો અનુસાર એમબીએની ૧૦૬ અને એમસીએની ૬૦ કોલેજોમાં પ્રવેશ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજસેટ લેવામાં આવશે. બે તબક્કામાં આ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રથમ તા.૨૫મીથી ૨૮મી જુલાઇ વચ્ચે અને બીજા તબક્કામાં તા.૨૯મીથી ૨ જુલાઇ વચ્ચે આ ટેસ્ટ લેવામાં આવશે. વિદ્યાર્થીઓ ઇચ્છે તો બન્ને ટેસ્ટ આપી શકશે. બન્નેમાંથી જે ટેસ્ટના વધુ સ્કોર હશે તેને મેરિટમાં ધ્યાનમાં લેવામાં આવશે.
પ્રવેશ માટેની મેરીટયાદી તા.૮મી જુલાઇએ જાહેર કરવામાં આવશે. આ મેરીટયાદી બાદ તા.૯મીથી ૧૧મી જુલાઇ વચ્ચે મોક રાઉન્ડ યોજાશે. જેનું પરિણામ તા.૧૩મી જુલાઇએ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ તા.૧૩મીથી ૧૫મી જુલાઇ વચ્ચે પોતાની ચોઇસ ઇચ્છે તો બદલી શકશે. તા.૧૮મી જુલાઇ વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરવામાં આવશે. પ્રવેશ મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓએ તા.૧૮મીથી ૨૦મી દરમિયાન જે તે કોલેજમાં ફી ભરી દેવાની રહેશે. ત્યારબાદ બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી તા.૨૬મીથી ૨૯મી જુલાઇ વચ્ચે હાથ ધરવામાં આવશે. પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ તા.૧લી ઓગસ્ટથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચાલુવર્ષે એમબીએની ૧૨૦૭૦ અને એમસીએની ૪૯૦૦ જેટલી બેઠકો માટે આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved