Last Update : 9-June-2011, Thursday
 

ફિલ્મોમાંથી બ્રેક લેવાનો સુસ્મિતા સેનનોે નિર્ણય

 

મુંબઈ, તા.૮
છેલ્લે 'નો પ્રોબ્લેમ'માં દેખાયેલી અભિનેત્રી સુસ્મિતા સેને હવે થોડો સમય ફિલ્મોમાંથી બ્રેક લઈને ચીલાચાલુ ફિલ્મો કરવાને બદલે દમદાર પટકથાવાળી ફિલ્મો કરવાનો જ નિર્ણય કર્યો છે. હકીકતમાં ફિલ્મોને કારણે સુશને તેનાં બાળકોથી લાંબા સમય સુધી દૂર રહેવું પડતું હોવાના કારણે તે હવે અર્થસભર ફિલ્મો જ કરવા માગે છે.
ફિલ્મોને કારણે સુશને તેનાં બાળકોથી લાંબા સમય સુધી દૂર રહેવું પડતું હોવાના કારણે તે હવે અર્થસભર ફિલ્મો જ કરવા માગે છે
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા હવે પોતાની બે દીકરીઓ રીની અને આલિશા સાથે શક્ય એટલો વધારે સમય ગાળવા ઇચ્છે છે. સુસ્મિતાએ ૨૦૦૦માં રીનીને અને ૨૦૧૦માં આલિશાને દત્તક લીધી છે. આ મુદ્દે વાત કરતા સુસ્મિતા કહે છે કે ''જો હું કોઈ ફિલ્મ કરવા તૈયાર થાઉં છું તો મારે મારા બાળકોથી ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી દૂર રહેવું પડે છે. હવે હું એવી દમદાર પટકથાવાળી ફિલ્મો કરવા માગુ છું જેના માટે મારો આ ત્યાગ યોગ્ય સાબિત થાય. મેં અત્યાર સુધી બોલીવૂડના ૩૦થી ૩૫ પ્રોજેક્ટમાં કામ કર્યું છે અને એક જેવી જ મસાલા ફિલ્મોમાં કામ કરીને હું થાકી ગઈ છું. આ પરિસ્થિતિમાં હવે મને એક બ્રેકની જરૃર છે.''
સુસ્મિતા છેલ્લે બોક્સ ઓફિસ પર નબળી સાબિત થયેલી ફિલ્મ 'નો પ્રોબ્લેમ'માં જોવા મળી હતી, પણ હવે તે બહુ સમજી વિચારીને ફિલ્મોની પસંદગી કરવા માગે છે. 'નો પ્રોબ્લેમ' સિવાયની સુસ્મિતાની 'રામગોપાલ વર્મા કી આગ', 'ડુ નોટ ડિસ્ટર્બ' અને 'દુલ્હા મિલ ગયા' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. આ ફિલ્મોની પસંદગી વિશે વાત કરતા સુસ્મિતા કહે છે કે ''ફિલ્મોની સફળતા અને નિષ્ફળતા તમારા હાથમાં નથી હોતી. જોકે હવે હું માત્ર કાગળ પર જ સારા લાગતા હોય એવા પ્રોજેક્ટમાં કામ કરવા નથી માગતી. આ કારણે જ મેં 'નો પ્રોબ્લેમ' પછી કોઈ ફિલ્મ સાઇન નથી કરી અને મને બીજી કોઈ ફિલ્મ સાઇન કરવાની ઉતાવળ પણ નથી.''
તાજેતરમાં અહેવાલ આવ્યા હતા કે સુસ્મિતાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી બેનઝીર ભુટ્ટોના જીવન પરની ફિલ્મ અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પરની ફિલ્મ બનાવવાનું માંડી વાળવામાં આવ્યું છે. આ મુદ્દે વાત કરતાં સુશ કહે છે કે ''મને આવા અહેવાલો વાંચીને બહુ આશ્ચર્ય થાય છે. જ્યાં સુધી બેનઝીર ભુટ્ટોના જીવન પરની ફિલ્મનો સવાલ છે ત્યાં સુધી આ ફિલ્મનું નિર્માણ બ્રિટનની એક પ્રોડક્શન કંપની કરી રહી છે. હવે આ કંપનીને પાકિસ્તાનમાંથી ફિલ્મ બનાવવાની પરવાનગી ન મળે તો હું આમાં કંઈ ન કરી શકું. જ્યાં સુધી રાણી લક્ષ્મીબાઈના જીવન પરથી બનનારી ફિલ્મનો સવાલ છે ત્યાં સુધી આ ફિલ્મની પટકથા તૈયાર છે અને એ મારા માટે મહામૂડી સમાન છે. અમે હજી ફિલ્મ બનાવવાની શરૃઆત નથી કરી એનો અર્થ એ નથી કે આ ફિલ્મ બનાવવાનો અમારો કોઈ ઇરાદો નથી. હું આ ફિલ્મ યોગ્ય સમયે શરૃ કરવા માગુ છું કારણ કે એને યોગ્ય રીતે પડદા પર ઉતારવા ચોક્કસ લુક અને બજેટ જરૃરી છે.''

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved