Last Update : 9-June-2011, Thursday
 

નિર્માતા વિનોદ બચ્ચનની ફિલ્મમાં સંજય દત્ત એક વાસ્તવિક પોલીસના પાત્રમાં

 

બુલંદ શહરના જમીનદારમાંથી પોલીસ બનેલા પ્રિતમ સિંહને પડદા પર સાકાર કરશે
મુંબઇ તા.૮
સલમાન ખાનના 'દબંગ' અવતારને મળતું આવે એવું પાત્ર સંજય દત્ત તેની આગામી ફિલ્મ 'ઝિલ્લા ગાઝિયાબાદ'માં ભજવવાનો છે. ઉત્તર પ્રદેશના બુલંદ શહરના જમીનદારમાંથી પોલીસ ઓફિસર બનેલા ઠાકુર પ્રિતમ સિંહનું આ પાત્ર સંજયની કારકિર્દી માટે એક મોટો પડકાર સાબિત થશે. જોકે સંજયે આ ભૂમિકા ભજવવા માટેની બધી જ તૈયારીઓ કરી લીધી છે.
બુલંદશહરના બાદશાહ તરીકે જાણીતો ઠાકુર પ્રિતમ સિંહ ગુનેગારો સાથે ગેરવર્તણૂક કરવા માટે કુખ્યાત હતો. તે ગુનેગારોને પોતે નહોતો મારતો એને બદલે એક અપરાધીને બીજા અપરાધીને ઠાર કરવાનું કામ સોંપતો હતો.
સંજય દત્તે આ પૂર્વે પણ 'શૂટઆઉટ એટ લોખંડવાલા' અને 'મિશન કશ્મીર' જેવી ફિલ્મોમાં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. પરંતુ 'ઝિલ્લા ગાઝિયાબાદ' ફિલ્મમાં તે પ્રથમ વાર વાસ્તવિક જીવનને લગતું પડકારરૃપ પાત્ર ભજવી રહ્યો છે.
આ વિશે વાત કરતાં ફિલ્મના નિર્માતા વિનોદ બચ્ચને જણાવ્યું હતું કે, 'ગુનેગારો સાથે ગેરવર્તણૂક કરતા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવવા માટે સંજય ખૂબ જ ઉત્સાહિત છે. એ હકીકત છે કે ઠાકુર પ્રિતમ સિંહ એક ગુનેગારને બીજા ગુનેગારના હાથે ઠાર કરાવતો હતો.'
આ બધામાં એ વાત રસપ્રદ છે કે પ્રિતમ સિંહને સંજય દત્ત પ્રત્યે કોઇ ખાસ લગાવ નહોતો. એક અફવા તો એવી હતી કે જ્યારે શહેરના છોકરાઓ સંજયનું અનુકરણ કરતા ત્યારે એ જોઇ પ્રિતમ ખૂબ જ ગુસ્સે થઇ જતો હતો. વિનોદે હસતાં હસતાં જણાવ્યું હતું કે, 'એ વાત સાચી છે. જ્યારે 'ખલનાયક' ફિલ્મ બુલંદશહરમાં રિલિઝ થઇ ત્યારે સંજયને જોઇ ત્યાંના સ્થાનિક છોકરાઓએ પણ પોતાના વાળ ખભા સુધી વધાર્યા હતા. પરંતુ પ્રિતમ સિંહના દબાણને વશ થઇને આખરે છોકરાઓએ પોતાના વાળ કપાવવા પડયા હતા.'
નિર્માતાએ જણાવ્યા મુજબ 'દબંગ' અને 'ઝિલ્લા ગાઝિયાબાદ'માં ઘણી સમાનતા છે. 'પરંતુ હિંસા અને ક્રૂરતાની બાબતમાં અમારી ફિલ્મ 'દબંગ કરતા ઘણી આગળ છે. ચુલબુલ પાંડે એક કાલ્પનિક પાત્ર હતું જ્યારે પ્રિતમ સિંહ એ વાસ્તવિક પાત્ર છે.' એમ તેમણે ઉમેર્યું હતું.
Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved