Last Update : 8-June-2011, Wednesday
 
રાજકોટ જિલ્લા બેંકમાંથી વિઠ્ઠલ રાદડીયાને પદભ્રષ્ટ કરવાની નોટીસ
 

રાજકોટ - રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન પદેથી ગઈકાલે રાજીનામા આપ્યા બાદ આજે પોરબંદરનાં સાંસદ અને રાજકોટ જીલ્લા સહકારી બેંકનાં ચેરમેન એવા વીઠ્ઠલ રાદડીયાને ભરતી પ્રકરણમાં પદભ્રષ્ટ કરવાની નોટીસ રાજયનાંસહકાર વીભાગ દ્વારા આપવામાં આવી છે. આ નોટીસનો ખુલાસો તા. ૩૦ જુન સુધીમાં કરવાની તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ અંગેની જાણવા મળતી વીગત એવી છે કે, રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીના ચેરમેન પદેથી ગઈકાલે પોરબંદરનાં સાંસદ અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વીઠ્ઠલ રાદડીયાએ રાજીનામું આપ્યું હતું. ગઈકાલે આપેલું રાજીનામું મંજુર થાય તે પહેલા આજે રાજયનાં સહકારી વિભાગ દ્વારા કલમ ૭૬ હેઠળ કર્મચારીઓની ભરતીના પ્રકરણમાં ગેરરીતી ગણીને ચેરમેન પદેથી તમોને સામાટે દુર નહી કરવા તેવી નોટીસ આપવામાં આવી છે.

આ નોટીસ અંગે સહકારી વિભાગના સુત્રોએ જણાવ્યું હતું રાજકોટ જીલ્લા સહકારી બેંકમાં વર્ષ ૨૦૦૧થી ૨૦૦૯ સુધીમાં કુલ ૧૪૯ કર્મચારીઓની નીયમ વીરૃધ્ધની ભરતી કરવામાં આવી હોવાની ફરીયાદના પગલે ચેરમેનને જવાબદાર ગણીને પદભ્રષ્ટ કરવાની નોટીસ આપવામાં આવી છે. આ મુદ્દે તા. ૩૦ જુન સુધીમાં ખુલાસો કરવાની તાકીદ પણ કરવામાં આવી છે.

સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ જીલ્લા સહકારી બેંક વીઠ્ઠલ રાદડીયા હસ્તક રહેશે તેવા સરકાર સાથેના સમાધાનની વાતો વહેતી થઈ હતી.

પરંતુ ત્યાં આજે રાજયનાં સહકાર વિભાગ દ્વારા પદભ્રષ્ટ કરવાની નોટીસ આપવામાં આવતાં સરકાર સાથે કાયદાકીય લડાઈનાં મંડાણ થાય તેવી સંભાવનાઓ બળવતર બની છે. આજે નોટીસના મુદ્દે રાજકોટ જીલ્લા સહકારી બેંકના ચેરમેન વીઠ્ઠલભાઈએ ભરતીના જુના પ્રકરણમાં નોટીસ મળી છે તેનો ટુંક સમયમાં જવાબ અપાશે તેમ જણાવી યાર્ડમાં કામનાં ભારણને કારણે પહોંચી નહી શકાતું હોવાથી રાજીનામું આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

 

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved