Last Update : 8-June-2011, Wednesday
 
ભુજના ઉપવાસી નગરસેવકની અટક સજ્જડ પોલીસ જાપ્તા હેઠળ સારવાર
 

ભુજ - ભુજના હોસ્પિટલ રોડ પ્રશ્ને અનશન ઉપર ઉતરેલા બે કોંગી કાઉન્સીલર પૈકી મહિલા નગરસેવકની તબિયત બે દિવસ પૂર્વે બગડતા તેને સારવાર માટે ખસેડાયા હતા જ્યારે બીજા કોંગી નગરસેવકે તા. ૭ના રોજ આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી. બાદમાં તેમની તબિયત લથડતા તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંથી જ પોલીસે તેમની અટક કરી હતી. અને આજે સવારથી જ હોસ્પિટલમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. બીજી બાજુ છાવણીને ગત રાત્રે કોઇ શખ્સો ઉખેડી નાખતા હતા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આમરણાંત ઉપવાસ પર બેઠેલા નગર સેવક મહેન્દ્ર ઠક્કર તથા ઇન્દુબેન ઠક્કરની તબિયત લથડતા ભુજની જનરલ હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. દરમિયાન ગઇકાલે સાંજે ઉપવાસી છાવણીમાં ઉપવાસી નગરસેવક મહેન્દ્ર ઠક્કર દ્વારા તા. ૭ના સવારે ૧૧ વાગ્યાના સમયે છાવણીના સ્થળે આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી.

બાદમાં તેમની પણ તબિયત બગડતા તેમને પણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમણે આપેલી આત્મવિલોપનની ચિમકીને લીધે આજ સવારથી જ જનરલ હોસ્પિટલનું આઇસીયુ પોલીસ છાવણીમાં ફેરવાઇ જવા પામ્યું હતું. આજેસવારને ૧૦.૩૦ વાગ્યાના સમયે આઇસીયુમાં નગર સેવક મહેન્દ્ર ઠકકર અને શહેર પીઆઇ વચ્ચે જીભાજોડી થતા આવેશમાં મહેન્દ્ર ઠક્કર પોતાના શરીર ઉપર લગાવેલ મોનીટરનાવાયરો તેમજ ચડાવવામાં આવેલ બાટલાની સોય કાઢી નાખતા પરિસ્થિતિ તંત્ર બની હતી.

પરંતુ પોલીસે કુનેહ વાપરી મામલો થાળે પાડયો હતો. અને આ બનાવના પગલે જીલ્લા પોલીસ વડાએ સ્થાનિકે આવી ગુન્હા સોધક શાખા એસ.ઓ.જી. એલ.આઇ.બી. તથી ડીવાય એસ.પી એડમેડ સહિતના સ્ટાફના કોંગ્રેસી અગ્રણીઓની હાજરાીમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે નગર સેવક ઠક્કરની ગઇકાલેસાંજે ધરપકડ કરીલઇ અને પોલીસ જાપ્તા હેઠળ સારવારમાં રાખવામાં આવેલ છે. આવી આ જાહેરાતથી કોંગ્રેસી કાર્યકરો પણ સજ્જડ બમ બની ગયા હતા. સવારથી કોંગી અગ્રણીઓ હોસ્પિટલમાં હાજર હતા છતાં સવારે અગીયાર વાગ્યા સુધી પોલીસે તેમની ધરપકડ કરી છે. તેનો ખ્યાલ ન આવતા ઉંઘતા ઝડપાઇ જવા પામ્યા હતા.

આ બનાવ અંગે નગરપાલિકા વિરોધપક્ષના નેતાથી રાજેન્દ્રસિંહ જાડેજા એ ભુજ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. આમરણાંત ઉપવાસ પર બેઠેલા બંને નગર સેવકોની તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ગઇ મોડી રાત્રે આ છાવણીને કોઇ અજાણ્યા શખ્સો ઉખેડી ગયા છે. આ અંગે તપાસ હાથ ધરાઇ છે.

દરમિયાન ટાઉન હોલ પાછળથાી કોંગી નગરસેવકોની ઉપવાસી છાવણીમાં અનશન ઉપર ઉતરેલા બંને નગરસેવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોઇ ગત મોડી રાત્રીના ખાલી પડેલી છાવણી કોઇ શખ્સોએ ઉખેડી નાખી હતી. મંડપ ઉખેડી નાખ્યા હતા.

 

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved