Last Update : 8-June-2011, Wednesday
 
ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ જુલાઇથી અદાણીના હવાલે

 

ભુજ - ભૂકંપ પછી સરહદી કચ્છ જિલ્લાના ગરીબ દર્દીઓને જિલ્લામાં જ તમામ પ્રકારની આધુનિક તબીબી સારવાર મળી રહે અને તેમને જિલ્લા બહાર ધક્કો ન ખાવો પડે તે માટે વડાપ્રધાનના ફંડમાંથી ૧૩૦ કરોડના ખર્ચે ભુજમાં સરકારી જી.કે. જનરલ હોસ્પિટલનું નિર્માણ થયું.

પરંતુ તેનું સંચાલન રાજ્ય સરકારે પોતાના હાથમાં રાખવાને બદલે લોકોના પૈસે બનેલી હોસ્પિટલને અદાણી જૂથને સોંપી દેતા ૧લી જુલાઇથી આ જૂથ હોસ્પિટલનો હવાલો સંભાળી લેશે. પરિણામે કચ્છના ગરીબી રેખા હેઠળ જીવતા દર્દીઓની મફત તબીબી સારવારની સુવિધા પણ ઝુંટવાઇ જશે. ગરીબો માટે બનેલી હોસ્પિટલમાંથી ખુદ ગરીબોની જ બાદબાકી કરી નાખી રાજ્ય સરકારે કચ્છી પ્રજાનો દ્રોહ કર્યો છે.

સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ ગઇકાલે ગાંધીનગર મુકામે યોજાયેલ એક ખાસ બેઠકમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ આગામી તા. ૧-૭-૨૦૧૧ના રોજથી ઔદ્યોગિક જૂથ અદાણીને સંભાળવા માટેના આદેશો કરી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

ગઇકાલની આ મિટીંગમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી અદાણી જૂથના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી અને કચ્છમાં અદાણી કોલેજનો હવાલો સંભાળતા વરિષ્ઠ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળેલ છે અને ૧૫ દિવસની મુદતમાં આ હોસ્પિટલની અંદર સરકારશ્રી દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સરકારી તબીબો નર્સીગ સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફને છૂટા કરી અન્યત્ર ગોઠવી દેવા બદલાવી દેવાની સુચનાઓ પણ અપાઇ ગઇ છે.
આ હોસ્પિટલ હસ્તક ચાલતી રોગી કલ્યાણ સમિતિનો તેમજ અન્ય સરકારી નાણાકીય વહીવટનો ઓડીટ પણ તાત્કાલિક કરાવી બાકી રહેતી ચુકવવાની રકમો સરભર કરવાની પણ સુચનાઓ અપાઇ છે.

આ વર્તુળોએ એવું પણ જણાવેલ કે ગઇકાલની મીટીંગમાં ખાનગી જૂથ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે ભુજની આ હોસ્પિટલમાં હાલમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓમાંથી એકપણ કર્મચારી નહીં જોઇએ તેના અનુસંધાને હોસ્પિટલનો કર્મચારીઓ સિવાયનો તમામ કબજો સંભાળવામાં આવશે.

સરકારના આવા નિર્ણયથી કચ્છ જિલ્લાની એકમાત્ર સરકારી ગણાતી આ હોસ્પિટલનો અસ્તિત્વ મટી જશે અને વર્ષો પહેલાં જે શુભ ઇરાદાથી લોકોની સેવા થઇ શકે એવા કાર્ય માટે સ્વ. ગોરધનદાસ ખેતશી નામના દાતા તરફથી હોસ્પિટલ બનાવવા માટે આપેલ જમીન અને તેનું નામ પણ આ નિર્ણયથી ભુંસાઇ જશે.

૨૨ એકર અને ૭ ગુંઠા જેટલો વ્યાપ ધરાવતી જમીન ઉપર રૃપિયા ૧૩૦ કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલના સરકારીમાંથી ખાનગીકરણ થઇ જતા અંદાજે રૃપિયા ૭૦૦ કરોડ જેટલી કિંમતની ગણાતી આ હોસ્પિટલ ઉપર દાતાના નામની તકતી પણ નહીં રહેવા પામે અને ઔદ્યોગિક જુથનો નામ ધરાવતી આ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મળતો થોડો ઘણો આશ્વાસન પણ બંધ થઇ જશે.

ખાનગી સુત્રોના સંચાલન બાદ આ હોસ્પિટલ રહેશે કે કેમ ? એ યક્ષ પ્રશ્ન ઉભો થયો છે. ગુજરાત રાજ્યનાં ચોથા ભાગનો વિસ્તાર ધારવતા આ જીલ્લાની વસ્તી ૨૦ લાખ નજીક છે અને ઔદ્યોગિક વિકાસના પગલે થતા અકસ્માતો અને અવાર નવાર ફાટી નીકળતા રોગચાળા સામે સમગ્ર જિલ્લામાં મુખ્ય મથકમાં મધ્યસ્થ ગણાતી આ સરકારી હોસ્પિટલ જ્યારે ખાનગી કંપનીને સોંપવામાં આવી રહી છે ત્યારે કચ્છની પ્રજા માટે આથી વધુ મોટો અન્યાય ક્યો હશે ?

 

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved