Last Update : 8-June-2011, Wednesday
 
કચ્છને વધુ એક અન્યાય - સરકારી હોસ્પિટલની સુવિધા પણ અંતે છીનવાઈ
 

ભુજ - કચ્છ જિલ્લાને સરકાર દ્વારા થઈ રહેલા અન્યાયોની પરંપરામાં વધુ એકનો ઉમેરો થયો છે. ભુજની જી.કે. જનરલ સરકારી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે કચ્છના દર્દીઓને કોઈપણ પ્રકારની સારવાર માટે જિલ્લા બહાર જવું નહીં પડે. હોસ્પિટલમાં અદ્યતન સાધન - સામગ્રીને લીધે ખુદ વિદેશથી દર્દીઓ અહીં સારવાર લેવા આવશે. તેવા સપના બતાવાયા હતાં. અને કચ્છી પ્રજા પણ શ્રેષ્ઠ સારવાર ઘર આંગણે મળી રહેશે તેવા સપના જોવા લાગી હતી. પરંતુ સપના તે કંઈ સાચા પડે તેવી લોકોકિત અહીં સત્ય પૂરવાર થઈ અને હોસ્પિટલના લોકાર્પણ બાદ સમગ્ર સિનારિયો પલટાયો અને હોસ્પિટલ આખી ખાનગી જૂથને હવાલે કરી દેવાઈ છે.

કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૦૧માં આવેલ વિનાશકારી ભુકંપમાં કચ્છ જિલ્લાની આધુનિક સારવાર માટે જે તે સમયે નિઃશુલ્ક ગણાતી સરકારી જી.કે. જનરલ હોસ્પિટલનો ધ્વંશ થતા તત્કાલીન વડાપ્રધાનના પી.એમ. ફંડમાંથી ૧૩૦ કરોડના ખર્ચે અતિ આધુનિક સાંધનો સાથે મહેલ ગણાય તેવી હોસ્પિટલ નિર્માણ પામી હતી અને આ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા તાત્કાલીન વડાપ્રધાન તતા રાજયના મુખ્યમંત્રી એ એવી જાહેરાત કરી હતી કે કચ્છની આ હોસ્પિટલ રાજયની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ બની રહેશે અને કચ્છના દર્દીઓને હવે કચ્છ બહાર સારવાર માટે નહીં જવું પડે, આ હોસ્પિટલમાં અદ્યતન સાધન સામગ્રીઓના કારણે વિદેશના દર્દીઓ પણ ભારત સારવાર માટે આવે છે. તેઓ પણ હવે આ કચ્છની હોસ્પિટલમાં આવશે.

તેવું હોસ્પિટલના લોકાર્પણ બાદ આકો સિનારીયો બદલાય જવા પામ્યો છે. આ હોસ્પિટલ રાજકીય અહેમના કારણે સતત વિવાદમાં રહેલી છે. એક સમયનાં કચ્છી મુખ્યમંત્રીએ આ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ બને અને એઈમ્સની સ્થાપના જીલ્લામાં થાય તે માટે રાજય સરકાર સામે ઉગ્ર રજુઆતો કરી તેનો પરીણામ હાલે તેઓ જોઈ રહ્યાં છે. ૧૩૦ કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ માટેનો હવાલો અદાણી જૂથને સુપ્રત કરવામાં આવતા આ બાબતે વિવિધ સંસ્થાઓએ વારંવાર આંદોલન કર્યા અને આવેદન પત્રો પણ આપ્યા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવેલ નથી.

ગરીબ દર્દીઓને આ હોસ્પીટલમાં દવા તો ઠીક પણ ઉનાળાની કાળઝાળ ગર્મીમાં પીવાના પાણીની મફત સગવડ ઉપલબ્ધ નથી. અને કામ કરતાં કર્મચારીઓની હાલત એથી પણ કફોડી થવા ાપમેલ છે. સરકારશ્રીની નિમણુંક સિવાયનાં હંગામી કર્મચારીઓને કોન્ટ્રાકટ બેઝ ઉપર ભરતી કરવામાં આવે છે. આ કર્મચારીઓને પગારનું ચુકવણું પણ નિયમિત કરવામાં નહી આવતાં આવા હંગામી કર્મચારીઓની હાલત પણ કફોડી બની જવા પામી છે, ભુકંપ પહેલા જે દર્દીઓનો ધસારો આ હોસ્પિટલમાં હતો તેના પાંચ ટકા દર્દીઓ અત્યારે નથી હોતા, હોસ્પિટલના મોટાભાગના વોર્ડ ખાલી ખાલી દેખાતા હોય છે અને ગરીબ દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં મોંઘાભાવની સારવાર લેવાની ફરજ પડે છે.

તાજેતરમાં દિલ્હીથી ભુજની મેડિકલ કોલેજની માન્યતા આપવા માટે તપાસણીમાં આવેલ ટીમની હાજરીમાં ૨૪ કલાકમાં આ હોસ્પિટલમાં દર્દીઓની સંક્યા વધી જતાં જલ્લાના નગરજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. પરંતુ ત્રણ દિવસના પ્રવાસે વેલ આટીમ માત્ર એકજ દિવસમાં પરત થઈ જતાં બીજા જ દિવસે આ હોસ્પિટલના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

આમ હોસ્પિટલના લોકાર્પણથી આજદિન સુધી સરકારી કહેવાતી આ હોસ્પિટલ આગામી તા.૧.૭.૨૦૦૧થી ઔદ્યોગિક જૂથ અદાણીને રાજય સરકાર દ્વારા કૃષ્ણાર્પણ કરી દેવાઈ હોવાની ચર્ચાઓએ કચ્છવાસીઓ માટે રાજય સરકાર દ્વારા થતાં વારંવારના અન્યાયો માટે આ એક વધુ આંચકો આપતા અન્યાય થયાનું બહાર આવેલ છે. જિલ્લામાં કોંગ્રેસ અને સતાધારી ભાજપ બન્નેમાંથી એકપણ પક્ષને કચ્છની પ્રજાની સુખાકારી કોઈ જાતની ચિંતા નથી. રાજકીય અગ્રણીઓનું મૌન પણ આ બાબતે સુચક મનાય છે.

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved