Last Update : 8-June-2011, Wednesday
 
ગોલાણા ગામે પીવાનાં પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત
 

આણંદ - ખંભાત તાલુકાના ગોલાણા ગામ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણાં વખતથી પીવાના પાણીની સમસ્યા અજગરી ભરડો લઈ રહી છે. અંદાજિત ૬ હજાર જેટલા લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. જવાબદાર તંત્રની ઘોર ઉપેક્ષા અને લાપરવાહીના કારણે પંથકમાં પશુપાલન અને જનજીવન માટે પીવાના પાણીનું ભયંકર જળસંકટ ઉભુ થવા પામ્યું છે.

અનેક રજુઆતોને અંતે પીવાના પાણીનો પ્રશ્ન સળગતો રહેવા પામ્યો છે. આગામી તા.૧૫મી જૂન સુધીમાં આ ગંભીર સમસ્યાનો તંત્ર દ્વારા સચોટ ઉકેલ લાવવામાં નહી આવે તો ગામના ખેડૂતોએ માલ-મિલ્કત તથા પશુધન સાથે સામૂહિક હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગોલાણા ગ્રામ પંચાયતના સરપંચ સહિત સ્થાનિક લોકોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરતા વધુમાં જણાવ્યું છે કે ગોલાણા ગામની અંદાજિત જનસંખ્યા ૫ થી ૬ હજારની છે. જ્યારે પશુધનની સંખ્યા ૨૫૦૦ જેટલી છે. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને દિવસે દિવસે અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીનું પ્રમાણ પણ ખુબ જ ઉંચુ જઈ રહ્યું છે.

આવા સમયે છેલ્લા એકાદ માસથી ગામમાં પીવાના પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. ગામનું તળાવ પણ સુકુભઠ્ઠ થઈ ક્રિકેટના મેદાનમાં ફેરવાઈ ગયું છે. જ્યારે કૂવાના પાણીના સ્તર પણ ખૂબ ઉંડા જઈ રહ્યા છે. ગોલાણા ગામમાં પીવાના પાણીની સમસ્યાને હલ કરવા માટે પાણી પુરવઠા દ્વારા નાખેલી પાઈપ લાઈનનું પાણી પણ બીલકુલ આવતુ નથી. પાણીની પાઈપલાઈન પણ ખૂબ જ જુની હોવાથી અને અંતર પણ ઘણું લાંબુ હોવાથી વારંવાર આ લાઈન તૂટી જાય છે અને આગળના ગામવાળા લોકો પાઈપલાઈન તોડી નાખે છે.

વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગોલાણા ગામે બનાવેલ પાણીનો સંપ ખૂબ જ જુનો છે. તેથી તેમાં પાણી ટકતુ નથી. પાણીની ટાંકી પણ ખૂબ જ જુની છે. ટાંકી તેમજ સંપની કેપેસીટી ખૂબ જ નાની પડે છે. આ સંપ અને ટાંકી નવી બનાવવા તથા પાણીની સૌરાષ્ટ્ર તરફ જતી પાણીની લાઈન ગલીયાણા ગામ પાસેથી પસાર થાય છે. જે ગોલાણા ગામથી ખૂબ જ નજીક હોવાથી લાઈનનું નવુ જોડાણ કરી ગોલાણા ગામે પાણી પહોંચાડી આપવા ગામના સરપંચે ગત તા.૩૦-૫-૨૦૧૧ના રોજ સંબંધિત તંત્રને રજુઆત કરી હતી છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે.

હાલ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. માનવ અને પશુધન પણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણી વિના પોતાના પશુઓને કઈ રીતે જીવાડવા ? તે પ્રશ્ન ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. દિવસે દિવસે આ ગામમાં પીવાના પાણીની સમસ્યા જટિલ બનતી જઈ રહી છે. અગામી તા.૧૫-૬-૨૦૧૧ સુધીમાં સંબંધિત તંત્ર દ્વારા આ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવામાં નહી આવે તો ગ્રામજનો માલ-મિલ્કત તથા પશુધન સાથે સામૂહિક હિજરત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

વધુમાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ગોલાણા ગામે હિજરત થતી અટકાવવા જવાબદાર તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે ગામની પાણી પાઈપ લાઈન ગલીયાણા ગામ સાથે જોડી પાણીની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરી હતી.

 

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved