Last Update : 8-June-2011, Wednesday
 
નવા શૈક્ષણિક સત્રની શરૃઆત સાથે આણંદની હોસ્ટેલોમાં ધસારો
 

આણંદ - નવા શૈક્ષણિક સત્રની શરૃઆત થવાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ-વિદ્યાનગરમાં વિદ્યાર્થીઓને પેઈંગગેસ્ટ તરીકે મકાન ભાડે આપતા લોકોને ઘી-કેળાં થઈ ગયા છે. આણંદ-વિદ્યાનગરમાં મોટાભાગે બે નંબરના રૃપિયાવાળા લોકોએ મિલ્કતોમાં રોકાણ કરીને જે તે વ્યક્તિને એજન્ટ તરીકે રાખીને વિદ્યાર્થીઓને જરૃરીયાત મુજબ રૃમ તથા ફલેટ ભાડે આપવામાં આવતા હોય છે.

વાર્ષિક રૃા.૬૦ હજારથી માંડીને રૃા.૧ લાખ ભાડુ વસુલવામાં આવતુ હોય છે. જાણવા મળ્યા મુજબ પોલીસ અધિકારી તથા બીજા સરકારી અધિકારીઓના બે નંબરના નાણાં આમા રોકાયા હોવાનું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિને કારણે જ અમદાવાદ-વડોદરા કરતા આણંદ-વિદ્યાનગરમાં મકાનોના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે.

આણંદ-વિદ્યાનગર તથા તેની આસપાસ ૭૦થી વધુ કોલેજો તથા ૨૪થી વધુ ડીપાર્ટમેન્ટમાં ૩૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અડધાઅડધ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં તથા પ્રાઈવેટ ફલેટમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. શૈક્ષણિક સત્રની શરૃઆત થઈ રહી છે ત્યારે જ કોલેજ વિસ્તારમાં મકાન તથા ફલેટ ભાડેની જાહેરાતો જોવા મળે છે. વિદ્યાર્થીઓને આકર્ષવા માટે વિવિધ ફેસીલીટી આપવામાં આવતી હોય છે અને તેનું ભાડુ પણ વસુલવામાં આવતુ હોય છે. લવ ઈન રીલેશનશીપના નેજા હેઠળ કેટલાક છોકરા-છોકરીઓ એક જ ફલેટમાં રહીને અભ્યાસ કરતા હોય છે. પશ્ચિમી સંસ્કૃતિનો ચેપ આજની નવી પેઢીને પણ લાગી રહ્યો છે. આણંદ વિદ્યાનગરમાં મોટાભાગના ફલેટ આ રીતે વિદ્યાર્થીઓને જ આપી દેવામાં આવતા હોય છે.

એડવાન્સ રૃપિયા આવી જતા હોવાથી તથા ખાલી કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળતી હોવાથી મકાનમાલિકો વિદ્યાર્થીઓને જ પોતાના ફલેટ કે મકાન ભાડે આપતા હોય છે. વિદ્યાનગરમાં કેટલાય ફલેટો પોલીસ અધિકારી તથા સરકારી અધિકારીઓના હોવાની ચર્ચાએ જોર પકડયું છે. પોતાની બે નંબરની આવક આવી બેનામી મિલ્કતમાં રોકીને એક નંબર કરવાની પેરવી ચાલતી હોય છે. આ પરિસ્થિતિને કારણે જ બીજા મોટા શહેરો કરતા આણંદ-વિદ્યાનગરના મકાનના ભાવો આસમાને પહોંચી ગયા છે. ઘણી વખત વિદ્યાર્થીઓને મકાન ભાડે આપ્યા પછી મકાન માલિક દરકાર રાખતા નથી.

જેના કારણે ફલેટમાં રહેતા સ્થાનિક રહીશોને કેટલીક વખત તકલીફો પડતી હોય છે. મોટાભાગે મોડી રાત સુધી બીજા લોકોને તકલીફ થાય તે રીતે ટેપ કે કોમ્પ્યુટર પર ગીતો વગાડવા, તદ્ઉપરાંત મિત્ર મંડળ સાથે દારૃની મહેફિલ માણીને લવારા કરવા તથા આજુબાજુના રહીશો જો કાંઈ કશુ કહે તો તેમની સામે થઈને ઝઘડો કરવો જેવી પરિસ્થિતિ વારંવાર સર્જાતી હોવા છતાં પોલીસ દ્વારા અંકુશ મુકાતો નથી. શૈક્ષણિક સત્ર શરૃ થાય છે ત્યારે પોલીસ તંત્રએ એલર્ટ બનીને કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિક રહીશો દ્વારા કરાઈ છે.

 

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved