Last Update : 8-June-2011, Wednesday
 
ખ્રિસ્તી દલિતો તથા મુસ્લિમ દલિતોને અનામતનો લાભ આપવાનાં નિર્ણયનો વિરોધ
 

આણંદ - કેન્દ્ર સરકાર દ્વારા ધર્માતરણ કરનાર ખ્રિસ્તી દલિતો તથા મુસ્લિમ દલિતોને અનુસુચિત જાતિની શ્રેણીમાં લઈ અનામતનો લાભ આપવા સંસદમાં ખરડો પસાર કરવાનો નિર્ણય લેવાતા તેના વિરોધમાં આજે આરક્ષણ બચાવ મંચના નેજા હેઠળ આણંદ શહેર અને જિલ્લાના દલિતોએ શહેરના લોટીયાભાગોળ વિસ્તાર સ્થિત ર્ડા.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાં કર્યા હતા. બાદમાં રેલી કાઢી રાષ્ટ્રપતિને સંબોધીને લખેલુ આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કર્યુ હતું.

આરક્ષણ બચાવ મંચ આણંદ જિલ્લા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને લખાયેલ આવેદનપત્ર આજે આણંદ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરાયું હતું. આ આવેદન પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ભારતનો અનુસુચિત જાતિ સમાજ કે જે હજારો વર્ષ સુધી છુઆછુત અને જાતિભેદના કારણે અન્યાયનો ભોગ બન્યો છે અને હજુ પણ એકવીસમી સદીના આ પુર્વાધમાં શોષણ અને જાતિવાદી માનસિકતાનો ભોગ બની રહ્યો છે. સદીઓથી પીડીત એવા દલિતો અનુસુચિત જાતિ તથા આદિવાસીઓ-અનુસુચિત જનજાતિના લોકોને ગૌરવવંતુ જીવન જીવવા અને અન્યાય તેમજ શોષણમાંથી મુક્ત કરવા, ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના તારણહાર, મહામનીષી ર્ડા.બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં અનામતની જોગવાઈ કરી છે, જેનાથી અનુસુચિત જાતિ સમાજના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે.

પરંતુ, અમે આપને દુઃખ સાથે જણાવીએ છીએ કે કોંગ્રેસ પક્ષની આગેવાનીમાં ચાલતી વર્તમાન યુ.પી.એ. સરકારે ભુતપૂર્વ ચીફ જસ્ટીસ રંગનાથ મિશ્રા આયોગની રચના કરી ધર્માતરણ કરનાર ખ્રિસ્તી દલિતો તથા મુસ્લીમ દલિતોને અનુસુચિત જાતિની શ્રેણીમાં લઈ અનામતનો લાભ આપવાની ભલામણ કરી છે તેમજ આ યુ.પી.એ. સરકારે સદર રીપોર્ટ સંસદના મેજ ઉપર મૂકી સંસદમાં ખરડો પસાર કરવા જઈ રહી છે. આ નિર્ણય દલિતોના ભવિષ્ય ઉપર ઝંઝાવાત પેદા કરી ભયંકર નુકશાન કરશે.

જેથી આરક્ષણ બચાવ મંચ દ્વારા આજે દેશભરમાં દલિત વિરોધી પગલાંના વિરોધમાં ધરણા કાર્યક્રમ આપ્યો હતો. આરક્ષણ બચાવ મંચ થકી, દેશના ૨૫ કરોડ દલિતોનો અવાજ આપના સુધી પહોંચાડવા આજરોજ સંપૂર્ણ દેશભરમાં જીલ્લે જીલ્લે, કેન્દ્ર સરકારના ઉપરોક્ત દલિત વિરોધી પગલાંની વિરૃધ્ધ ધરણા કાર્યક્રમ કરેલ છે. આ આવેદનપત્રના માધ્યમથી કોંગ્રેસ વડપણ હેઠળની વર્તમાન યુ.પી.એ. સરકારને, આ દલિત વિરોધી પગલું ભરતા રોકો, અન્યથા અમારે ના છુટકે દેશભરમાં કેન્દ્ર સરકાર વિરૃધ્ધ રણશિંગું ફુંકી પ્રચંડ આંદોલન કરવુ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

 

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved