Last Update : 8-June-2011, Wednesday
 
રાજ્યનું કૃષિ ઉત્પાદન રૃપિયા ૫૯,૦૦૦ કરોડે પહોંચ્યું

 

આણંદ - કૃષિકારોની આવક બમણી થાય, ગામડુ સમૃધ્ધ બને અને છેવાડાનો ખેડૂત સન્માનભેર પોતાનું મસ્તક ઉંચુ રાખી જીવે શકે તે માટે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં કૃષિ મહોત્સવનું આયોજન કરી કિસાનોને અદ્યતન અને વૈજ્ઞાાનિક કૃષિ સંશોધનોથી લાભાન્વિત કરવાનો જે પ્રયાસ કર્યા છે. તેના ખુબ જ સારા પરિણામો રાજ્ય અને રાષ્ટ્ર સમક્ષ ઉભરી આવ્યા છે. રાજ્યનું કૃષિ ઉત્પાદન રૃા.૧૪ હજાર કરોડથી વધીને રૃા.૫૯૧૮૦ કરોડ સુધી પહોંચ્યું છે. ગુજરાતનો સરેરાશ કૃષિ વિકાસ દર ૧૦.૫૧ ટકા જેટલો રહ્યો છે. જે એક સિધ્ધિ છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ફકીરભાઈ વાઘેલાએ વટાદરા ખાતે કૃષિ મહોત્સવના સમાપાન પ્રસંગે ગુજરાતે હાંસલ કરેલ સિધ્ધિઓની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં વાવેતર વિસ્તાર વધ્યો છે. પ્રતિ હેક્ટર કૃષિ ઉત્પાદકતા અને ઉત્પાદન વધ્યુ છે. મંત્રીએ કર્મયોગીઓને ધોમધકતા તાપમાં ગામડા ખુંદી અને ખેડૂતો માટે નવી નવી ટેકનોલોજી અને સંશોધનો નાના અને છેવાડાનાસુધીમાટે કરેલ નિષ્ઠાવાન પ્રયાસો બદલ અભિનંદન આપ્યા હતા.
ગુજરાતને સ્ટેટ એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ પ્રાપ્ત થયો તેનો ઉલ્લેખ કરી મંત્રીએ જણાવ્યું હતું કે અન્ય ક્ષેત્રોમાં ઉચ્ચ વિકાસ દર અને તેજ રફતારથી વિકાસ કરી રહેલ ગુજરાતે સમગ્ર દેશ માટે કૃષિ ક્ષેત્રે પ્રેરણારૃપ સિધ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રીએ ૫૧ ગામો માટે સ્વર્ણિમ ઈ-પ્રસાર પ્રોજેક્ટની શરૃઆત કરી છે. તેનો લાભ રાજ્યના તમામ ગામોને મળશે. આ પ્રોજેક્ટથી હવામાનનો વરતારો, માર્કેટયાર્ડના ભાવો અને કુદરતી આપત્તી અંગેની ચેતવણી આંખના પલકારામાં ગામડા સુધી પહોંચી જશે.પહોંચાડવા

મંત્રીએ જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવ-૨૦૧૧ અંતર્ગત ૪,૨૭૫ કીસાનોને ક્રેડીટ કાર્ડ આપવાના લક્ષ્યાંક સામે ૫૬૦૦ ખેડૂતોને ક્રેડીટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ છે, જિલ્લામાં આઠ જેટલી કિસાન શિબિરોનું આયોજન કરી ખેડૂતોને મુઝવતી સમસ્યાઓનો ઉકેલ મળે તે દિશામાં નક્કર પ્રયાસો કર્યા છે. ખેડૂત

નાયબ મુખ્ય દંડક અંબાલાલ રોહિતે જણાવ્યું કે સમયસરનો વરસાદ, વૈજ્ઞાાનિકોનું માર્ગદર્શન અને ખેડૂતોના અથાગ પરિશ્રમને લીધે ગુજરાતનું કૃષિ ઉત્પાદન અનેક ગણુ વધી ગયું છે. જિલ્લા પંચાયત પ્રમુખ જશુભા સોલંકીએ જણાવ્યુ કે કૃષિ રથના માધ્યથી તજજ્ઞાોએ ખુબ સારી માહિતી આફી, તેમના પ્રયોગશાળાનો સંશોધનો નાનામાં નાના ખેડૂત સુધી પહોંચ્યા છે. ધારાસભ્ય શિરિષ શુકલએ જણાવ્યું કે ગીર ગાયનું મહત્વ દેશ વિદેશના પશુપાલકો સમજ્યા છે. ખેડૂતો પશુપાલનને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવે છે. ચોરખાડી, નવાગામ-બારા અને તરકપુર આડબંધથી ખેડૂતોને થયેલ લાભોની તેમણે વિગતો આપી હતી.

ધારાસભ્ય જ્યોત્સનાબેન પટેલે જણાવ્યું કે તજજ્ઞાો અને વૈજ્ઞાાનિકોએ આણંદ જિલ્લાના ગામો-ગામ ફરીને સુંદર માહિતી અને માર્ગદર્શન આપ્યું છે. વલાસણના બહેનને મળેલ ઓવોર્ડની વિગતો આપતા તેમણે જણાવ્યું કે આણંદ કૃષિ યુનિ.ના વૈજ્ઞાાનિકોએ ખુબ પુરુષાર્થ કર્યો છે. સ્વાગત પ્રવચન કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.બી.ધોરાજીયાએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં ખેડૂતોએ ઉમંગભેર ભાગ લઈ કૃષિ મહોત્સવને સફળ બનાવ્યો છે. મંત્રી અને મહાનુભાવોના હસ્તે કિસાનોને કિટસનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અગ્રણી દિપકભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, કલેક્ટર અવંતિકા સિંઘ, ગ્રામવિકાસ એજન્સીના નિયામક આર.જી.ભાલારા, પદાધિકારીઓ અને ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved