Last Update : 8-June-2011, Wednesday
 
આજવાથી ત્રીજી લાઇન દ્વારા પાણી લાવવાની ૭૦ કરોડની યોજના ફલોપ
વડોદરા મ્યુ.કોર્પોરેશનમાં વધુ એક કૌભાંડ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નુર્મ યોજના હેઠળ આજવા સરોવરથી વડોદરાની લાલબાગ ટાંકી સુધી પાણીની ત્રીજી લાઇન નાખી છે. પાણીની આ લાઇન અને તેને લગતા પ્રોજેકટો પાછળ આશરે રૃા.૭૦ કરોડનો ખર્ચ થયો છે. આ લાઇન નાખ્યા બાદ રોજનું ૧.૧૦ કરોડ ગેલન પાણી મળવાનું હતુ, પરંતુ માત્ર ૮૦ લાખ ગેલન જ પાણી મળે છે. અને નિમેટા ખાતેના નવા ફિલ્ટરેશન પ્લાન્ટના ૬માંથી ત્રણ ફિલ્ટર બંધ થઇ ગયા છે. ૬૬ લાખ ક્ષમતાના બે બેલેન્સીંગ રીઝર્વોયરમાં માત્ર ૪ લાખ ગેલન જ પાણી ભરી શકાય છે. આ તમામ બાબતો જોતાં કરોડોનો ખર્ચ માથે પડયો છે. અને આખો પ્રોજેકટ ફલોપ સાબિત થયો છે.
રોજ ૩૦ લાખ ગેલન પાણી ઓછુ મળે છે ઃ કમિશનર તપાસ નહી કરાવે તો હાઇકોર્ટના દ્વાર ખખડાવાશે
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ આજરોજ આ પ્લાન્ટની મુલાકાત બાદ કામગીરીના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે આજવા સરોવરથી વધારાનું પ્રતિદિન ૧.૧૦ કરોડ ગેલન વધારાનું પાણી મેળવવા ત્રીજી લાઇન નાંખવામાં આવી છે. જેના દ્વારા તરસાલી, જાંબુવા, જીઆઇડીસી, માંજલપુર દરબાર ચોકડી પાસે ટાંકીમાં પાણી લઇ જવાનું આયોજન હતુ.
આજવા- વાઘોડીયા રોડ ,પાણીગેટ, શહેર વિસ્તાર, પ્રતાપનગર, તરસાલી, માંજલપુર, લાલબાગ, મકરપુરા, માણેજા અનેજાંબુવા વિસ્તારમાં પુરતુ પાણી આજે પણ મળતુ નથી. તેનું કારણ એ કે આ ત્રીજી લાઇનમાંથી ૧.૧૦ કરોડ ગેલનને માત્ર ૮૦ લાખ ગેલન પાણી મળે છે. એટલે કે રૃા.૭૦ કરોડનો ખર્ચ માતેજ પડયો છે.
આ પ્રોજેકટના ભાગરૃપે નિમેટા ખાતે હાલના ૪૫-૪૫ એમએલડીના બે ફિલ્ટરેશન પ્લાન્ટ ઉપરાંત ૫૦ એમએલડીનો નવો ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવાયો છે. જેમાં કુલ ૬ ફિલ્ટર બનાવાયા છે. પરંતુ ત્રણ ફિલ્ટર જ કામ કરે છે. બાકીના ત્રણ બંધ છે. આમ અડધી કેપિસીટીમાં ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલે છે.
એજ પ્રમાણે બે સંપમાં પણ પુરતુ પાણી ભરાતુ નથી. પ્લાન્ટ અને સંપના સંચાલન માટે કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં ચુકવણું વધુ થાય છે. અને ખર્ચ ઓછો આમ, કોર્પોરેશનને આર્થિક નુકશાન ખુબ થાય છે. એમ તેમણે જણાવ્યું હતુ.
આ ત્રીજી લાઇન દ્વારા માંજલપુર અને જાંબુવા બંને ટાંકીમાં પાણી ઓછુ આવે છે. અનેેે તેના કારણે બંને ટાંકી નહી ભરાતા લોકોને પૂરતા પ્રેસરથી પાણી મળતુ નથી.
વિપક્ષીના નેતાએ એવો આક્ષેપ કર્યો હતો કે ૭૦ કરોડના ખર્ચે કરેલા આયોજનમાં જવાબદાર એડિશનલ સીટી ઇજનેર તથા કા.ઈ. પીએમ પટેલ છે. તેમના સહિત જે કોઈ અધિકારી કે કર્મચારી જવાબદાર હોય તેઓ સામે તપાસ કરીને કડક પગલાં ભરવા. જો કમિશનર તેમ કરવામાં પીછેહઠ કરશે તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved