Last Update : 8-June-2011, Wednesday
 
હાદાનગરનાં યુવાનની હત્યા પ્રકરણે બે શખ્સો ઝડપાયા
 
 

ભાવનગર - શહેરનાં હાદાનગર ખાતે રહેતા યુવાનનું ફુલસર નજીકથી તેની જ કારમાં અપહરણ કરી ચાર શખ્સોએ કરપીણ હત્યા કરી નાખી કાર અને તેની લાશને પાલિતાણાના માલપર નજીક ફેંકી નાસી છુટયા બાદ આજે મર્ડર પ્રકરણે પોલીસે આરોપી અશ્વિન ગઢવી અને અન્ય શૈલેષની બોરતળાવ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી હતી. પોલીસ પુછપરછ દરમિયાન આરોપી અશ્વિનના પિતા સાથે અગાઉ મૃતકે માથાકુટ કરી હતી અને વારંવારની બોલાચાલીની અદાવત રાખી અશ્વિન સહિત ચાર શખ્સોએ હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતું.

બનાવ સંદર્ભે ડી.ડીવીઝન પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો અનુસાર હાદાનગર ખાતે રહેતા હમીરભાઇ વશરામભાઇ રબારી (ઉ.વ.૪૨) પોતાની ટાવેરા કાર નં.જી.જે.૪ એક્સ. ૯૮૬૮ લઇને અન્ય છથી સાત વ્યક્તિ સાથે ફુલસર તરફ જતા હતા તે વેળાએ ફુલસર પાસે ચાર શખ્સોએ બાઇક પર આવી ટાવેરા કારને અટકાવી કારમાં બેસેલા તમામને ઉતારી દઇ હમીરભાઇનું અપહરણ કરી ફરાર થઇ ગયા બાદ તેની લાશ અને ટાવેરા કાર પાલિતાણા તાલુકાનાં માલપર ગામ પાસે રોડ પરથી મળી આવી હતી. ઉક્ત હત્યા પ્રકરણે ગણેશનગરમાં રહેતો અશ્વિન નટુભાઇ ગઢવી, ફુલસર ૨૪ વારિયામાં રહેતો શૈલેષ ધનજીભાઇ મકવાણા, ચંદુ માધાભાઇ અને કાળુ ઉર્ફે દાઉદ પટેલ હોવાનું ખુલવા પામ્યું હતું.

મર્ડર પ્રકરણે ડી.ડીવીઝન પોલીસ મથકનાં પી.આઇ. ઠક્કર, ક્રાઇમ બ્રાંચના સ્ટાફે સઘન તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજે અશ્વિન ગઢવી તેના જોડીદાર સાથે ઘરે આવતા હોવાની બાતમી મળતા વોચ ગોઠવતા અશ્વિન ગઢવી અને શૈલેષ મકવાણા બોરતળાવ પાછળના ભાગેથી ઝડપાઇ જવા પામ્યા હતા. અશ્વિનની પુછપરછ દરમિયાન તેણે હમીર રબારીની હત્યા કરી હોવાની કબુલાત કરી લઇ પોલીસને જણાવ્યું હતું કે, તેના પિતા નટુભાઇ ગઢવી પોલીસ બેડામાં એ.એસ.આઇ. હતા અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા તે વેળાએ ૧૯૮૬ની સાલમાં હમીર રબારી સાથે બોલાચાલી થઇ હતી અને ફરિયાદ નોંધાવા પામી હતી. બાદ વારંવાર બોલાચાલી થતી હતી.

મર્ડર પૂર્વે હમીર રબારીએ તેને તેના પિતાજીને ડેથ સર્ટીફિકેટ આપવાનું કહેતા, તેણે ના પાડતા બોલાચાલી થવા પામી હોવાનું જણાવ્યું હતું. જેની દાઝ રાખી હમીર રબારીની હત્યા કરી નાખી હોવાનું અશ્વિને જણાવ્યું હોવાનું પી.આઇ. પી.ડી.ઠક્કરે સમર્થન આપી જણાવ્યું હતું. વધુમાં તપાસનીસ અધિકારી પી.આઇ. ઠક્કરે જણાવ્યું હતું કે, અશ્વિન ગઢવી અને તેના જોડીદારોએ જે વેળાએ અપહરણ કર્યું તે વેળાએ છ જેટલા વ્યક્તિને ઉતારી દીધા હતા. પરંતુ અન્ય ફરિયાદકા ગામે રહેતા રબારી હમીરભાઇ ભગત (ઉ.વ.૫૮) બેઠા રહ્યા હતા. જેને આગળ જઇ ઉતારી દેવામાં આવ્યા હતા. ૨૦૦૫ થી મર્ડર કરના અશ્વિન ગઢવી અને મૃતક હમીર રબારી વચ્ચે ખટપટ ચાલતી હતી. જે કારણે જ હત્યા થવા પામી હતી.

અશ્વિનના પિતા સાથે હમીર રબારીને માથાકુટ થઇ ત્યારબાદ તે લોકોએ હાદાનગરનું પાણી છોડી દીધુ હતું. અશ્વિન અને તેના જોડીદારોએ અદાવતા હમીરની હત્યા કરી છાતી અને ગળાના ભાગે ૧૦ જેટલા ઘા મારી દીધા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હત્યા વેળાએ વપરાયેલ બાઇક અને છરી કબ્જે લેવામાં આવ્યા છે. તેમજ હજુ નાસતા ફરતા બે શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved