Last Update : 8-June-2011, Wednesday
 
કરોડોનું કૌભાંડ આચરનાર ઇમ્તિયાઝ સૈય્યદને વધુ ત્રણ દિવસના રિમાન્ડ
 
અમદાવાદ,મંગળવાર
કરોડોનું કૌભાંડ આચરનાર ઇમ્તસન્સ કંપનીના આરોપી સંચાલક ઇમ્તિયાઝ સૈય્યદને મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ બી.ડી.પટેલે આજે વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો હુકમ કર્યો હતો. આ જ પ્રકારે કરોડોનું ફુલેકું ફેરવનાર અભય ગાંધીના એજન્ટ અંજુમ અલવીને પણ કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા.
અભય ગાંધીના એજન્ટ પણ એક દિવસના રિમાન્ડ પર
બીજીબાજુ, ઇમ્તિયાઝ સૈય્યદ વિરુદ્ધ પહેલી ફરિયાદ કરનાર જમાલપુરના રહેવાસી ફરિયાદી અનવર ગુલામહુસૈન કુરેશીએ આજે પોલીસ રક્ષણ મળવવા કોર્ટમાં લેખિત અરજી આપી હતી. કોર્ટે ગાયકવાડ હવેલી પોલીસને ફરિયાદી અનવર કુરેશીને રક્ષણ પૂરુ પાડવાનો હુકમ કર્યો હતો.
ઉંચા વ્યાજની લાલચ આપી લોકો પાસેથી કરોડો રુપિયા ખંખેરી લેનાર આરોપી ઇમ્તિયાઝ સૈય્યદના ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થતાં શહેર ક્રાઇમ બ્રાંચે આજે તેને કોર્ટમાં રજૂ કરી વધુ ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસે રિમાન્ડ અરજીના કારણોમાં જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધની ફરિયાદો ઘણી વધુ હોઇ તેની ઝીણવટભરી અને અલગ-અલગ તપાસ જરુરી છે. આરોપી દ્વારા કઇ કઇ સ્કીમો ચલાવાતી હતી, તેની પણ તપાસ કરવાની છે. ઉપરાંત ભરુચમાં આરોપીની કન્સ્ટ્રકશનની સ્કીમ ચાલતી હતી અને તેણે કેટલાક ઇસમોને આ મકાનો વેચ્યા હતા, તો તે નાણાં તેણે કયાં રોકયા તેની તપાસ કરવાની છે. આ કૌભાંડમાં આરોપીની પત્ની તનવીર સૈય્યદની પણ પૂછપરછ કરવાની છે. ક્રાઇમબ્રાંચની રિમાન્ડ અરજી ધ્યાને લઇ કોર્ટે આરોપી ઇમ્તિયાઝ સૈય્યદને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા.
આ જ પ્રકારે કરોડોનું ફુલેકું ફેરવનાર અભય ગાંધીના એજન્ટ અંજુમ અલવીને પણ ક્રાઇમ બ્રાંચે કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે તેને આવતીકાલ સુધીના રિમાન્ડ પર સોંપ્યો હતો. આ કૌભાંડ અંગે ઇરશાદ એહમદ ઉર્ફે રાજાએ ફરિયાદ નોંધાવી હતી.

 

Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved