Last Update : 8-June-2011, Wednesday
 

સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ

 

નિષ્ફળતાનો સામનો કરી સફળતા મેળવનાર 'ફૌજી'

(પીટીઆઈ) મુંબઈ,તા.૭
બોલીવૂડનો સુપરસ્ટાર શાહરુખ ખાન વર્ષોથી સેવેલું પોતાની આત્મકથા પ્રગટ કરવાનંુ સ્વપ્ન સાકાર કરવા માટે સજ્જ થઈ ગયો છે. 'ટ્વેન્ટી યર્સ ઈન એ ડીકેડ' ટાઈટલ સાથેની કિંગખાનની આ આત્મકથા ટૂંક સમયમાં બહાર પડશે.
એક દાયકામાં વીસ વર્ષ જીવી ગયાનો અહેસાસ ઃ 'ટ્વેન્ટી યર્સ ઈન એ ડીકેડ' આત્મકથાનું ટાઈટલ
શાહરુખ ખાને ૧૯૯૧થી ૨૦૦૧ સુધીમાં દાયકામાં જે અનુભવો થયા અને કઈ રીતે સંઘર્ષ બાદ સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો તેનો ઉલ્લેખ આત્મકથામાં કર્યો છે.
શાહરુખે ગઈ કાલે સાંજે આત્મકથા વિશે માહિતી અપાત જણાવ્યું હતું કે પુસ્તક લખાઈ ગયું છે. એક લેખક મિત્રને કાટછાટ અને એડિટીંગનું કામ સોંપ્યું છે. જેથી વહેલી તકે બહાર પડી શકું. આત્મકથાને મેં નામ આપ્યું છે 'ટ્વેન્ટી યર્સ ઈન એ ડીકેડ' કારણકે મને એવું લાગે છે કે ૧૯૯૧ થી ૨૦૦૧ના એક દાયકામાં હું વીસ વર્ષનું જીવન જીવી ગયો છું. પુસ્તકમાં જીવનની સકારાત્મક બાજુ આશાવાદ વિશેનું લખાણ છે અને સાથે રમૂજની પણ છાંટ છે. મારા જીવનના કિસ્સાઓ મેં હળવી શૈલીમાં અને મજેદાર રીતે બયાન કર્યાં છે
પત્રકાર મિત્રોના કાન ચમકશે, કારણ મેં કેટલીક અંગત વાતો પણ લખી છે. એક પ્રકરણ પત્રકારત્વ વિશે પણ છે.
શાહરુખ ખાને ૧૯૮૮માં 'ફૌજી' સિરિયલથી અભિનયથી કારકિર્દી શરૃ કરી હતી. આ સિરિયલમાં શાહરુખની એક્ટીંગની બહુ તારીફ થઈ હતી. ૧૯૮૯માં તેની બીજી ટીવી સિરિયલ આવી હતી. 'સરકસ' ટીવી સિરિયલથી અભિનેતા તરીકે આગળ વધેલા શાહરુખ ખાનની બોલીવૂડમાં એન્ટ્રી ૧૯૯૨માં 'દીવાના' ફિલ્મથી થઈ હતી. રાજ કંવરની આ ફિલ્મમાં રિશિ કપૂર અને સ્વ.દિવ્યાભારતી મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મ હિટ થઈ હતી.
સફળતાની સાથે નામ અને દામ મળતા જન્નતમાં વિચરવા લાગેલા સુપરસ્ટારે વાંદરાના 'મન્નત' મહાલયમાં પરિવાર વસાવ્યો હતો. ૪૫ વર્ષના એક્ટરે જણાવ્યું હતું કે આખા પુસ્તકમાં મારૃં સૌથી મનગમતું પ્રકરણ મારા માતા-પિતા વિશે છે. આઠ પાનાનાં પ્રકરણમાં મેં એમના વિશે લખ્યું છે.
આત્મકથા લખી એમ ફિલ્મની વાર્તા લખવાનો વિચાર છે કે નહીં? એમ પૂછવામાં આવતા શાહરુખ ખાને ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે વાર્તા કોઈ પણ લખી શકે, પણ સ્ક્રીનપ્લે લખવાનું બહુ અઘરૃં છે. આમ છતાં મારી દરેક ફિલ્મમાં હું સૂચનો કરતો રહું છું. પરંતુ આખી ફિલ્મની સ્ક્રીપ્ટ લખવાનું મારૃં ગજું નથી.
વાંચનનો જબરો શોખ ધરાવતા કિંગખાને કહ્યું હતું કે જે પુસ્તક હાથમાં આવે એ વાંચી નાખું છું, ઘરે લોન્ડ્રીનું લીસ્ટ આવે એ પણ વાંચવાનું છોડતો નથી. તમે નહીં માનો, જ્યારે હું હોટેલમાં રહેતો એ વખતે વાંચવાની કોઈ ચોપડી ન મળે તો હોટેલ તરફથી બારણાં ઉપર ચોંટાડવામાં આવેલી સૂચના વાંચતો કે આગ લાગે ત્યારે કઈ રીતે ભાગી છૂટવું. મને વાંચનનો એટલો શોખ છે કે રાત્રે વાંચુ પછી જ ઊંઘ આવે છે.
Share |
  More News
શાહરૃખ ખાન અને હૃતિક રોશનને અમિતાભ બચ્ચનનો પડકાર
અણ્ણા હઝારે પરથી પ્રેરણા લઈને ફિલ્મ બની રહી છે
સુપરસ્ટાર શાહરુખ ખાન આત્મકથા ધમાકાભેર બહાર પાડવા સજ્જ
સાત વર્ષ પછી રિતેશ દેશમુખ જેનેલિયા ડિ'સોઝા સાથે કામ કરશે
મધુર ભંડારકરની ઐશ્વર્યા રાય અભિનિત ફિલ્મનાં સેટ પર મુલાકાતીઓ સામે પ્રતિબંધ
વ્યાજખોરો સામે ફરિયાદ કરવા વૃધ્ધે શરીર પર કેરોસીન છાંટયું
નકલી પોલીસને પકડવા અસલી પોલીસની વધુ એક સ્કવોડ!
બીબીએ-બીસીએ ફોર્મ વિતરણમાં અરાજક્તા બે વિદ્યાર્થિની ઢળી પડી
રાજ્ય સરાર કમોસમી વરસાદના નુકસાનની રકમ ખેડૂતોને ચૂકવે
  More News
આજે બીજી વન ડે ઃ ભારતની ટીમ વિન્ડિઝ કરતા ચઢિયાતી જણાય છે
બીજી ટેસ્ટ ઃ ઈંગ્લેન્ડે શ્રીલંકાને જીતવા ૩૪૩ રનનો પડકાર આપ્યો
પ્રથમ વન ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને ચાર વિકેટથી હરાવ્યું
સરવનની કબુલાત ઃ અમારી ટીમમાં ગેલની ખોટ વર્તાય છે
આઇસીસીના પ્રમુખપદ માટેની રોટેશન પોલિસી જ પડતી મુકવા વિચારણાં
ભારતીય રેલવે લોનાવલા અને માથેરાન ઔસ્ટેશન ખાતે ફૂડ પ્લાઝા ઉભા કરશે
મુંબઈના રસ્તે ફરજ બજાવવા ૫૦ લેડી ટ્રાફિક કોન્સ્ટેબલ સજ્જ
જળ પ્રદૂષણને અંકુશમાં રાખવા માટે કયા પગલાં લેવાયા તેનો કોર્ટે જવાબ માગ્યો
શાળા અને હોસ્પિટલ પરના મોબાઈલ ટાવર્સ હટાવવા નિયમોમાં ફેરફાર કરાશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ભાર વધારતું ભણતર સ્કૂલબેગમાંથી નીકળે છે માંદગીનું લેસન
મનોરંજનના માઘ્યમથી લોકજાગૃતિનું નિશાન
કોઈ એક વૃક્ષનું નામ બોલો તો...
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved