Last Update : 7-June-2011, Tuesday
 
પાલિકાની રેઢિયાળ રાત્રી સફાઈની કામગીરી સુધારવા આદેશ
ગુ્રપ સફાઈ તથા કડક સુપરવિઝન કરવા સાથે રસ્તા પર પડેલો સામાન જપ્ત કરવા માટે સુચના

સુરત - સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં રાત્રી સફાઈની કામગીરી રેઢિયાળ બની હોવાની અનેક ફરિયાદ ઉઠી છે. સતત ફરિયાદ છતાં કામગીરીમાં કોઈ ફેર ન પડતાં પાલિકા કમિશ્નરે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને રાત્રી સફાઈની કામગીરી સુધારવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત રસ્તા પર પડેલો કાટમાળ કે બાંધકામનો સામાન હટાવી લેવા માટે આદેશ કર્યો છે. આ સાથે સાથે પાલિકાના જે પ્રોજેક્ટ ચાલે છે તે પણ સેઈફ સ્ટેજ પર પહોંચાડવા માટે સુચના આપવામાં આવી છે.

સુરત પાલિકા વિસ્તારમાં રાત્રી સફાઈની કામગીરી સતત કઠળતી જઈ રહી છે. તમામ ઝોનમાં રાત્રી સફાઈની કામગીરી પાછળ કરોડો રૃપિયાનો ધુમાડો થતો હોવા છતાં કામગીરી તદ્દન નબળી થઈ સાબિત થઈ રહી છે. રાત્રી સફાઈની કામગીરી નબળી હોવા ઉપરાંત પાલિકા દ્વારા કરવામાં આવતું સુપરવિઝન પણ ઘણું નબળું હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી દુર થતી નથી.

રાત્રી સફાઈની કામગીરી તદ્દન રેઢિયાળ હોવાથી શહેરીજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. પાલિકાની રાત્રી સફાઈ કામગીરી નબળી હોવાની અનેક ફરિયાદ થઈ રહી છે. નબળી સફાઈની કામગીરી હોવાથી પાલિકા કમિશ્નર દ્વારા પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં અનેક વખત કામગીરી સુધારવા માટે સુચના આપવામાં આવી છે. તેમ છતાં રાત્રી સફાઈની કામગીરીની ગુણવત્તા નહીં સુધરતાં આજે પાલિકા કમિશ્નરે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે એક ખાસ બેઠક કરી હતી.

રાત્રી સફાઈની કામગીરીની ગુણવત્તા સુધારવા માટે એસ.આઈ. અને એસ.એસ.આઈ.ની પાંચ ટીમ બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જે ગુ્રપ સફાઈની કામગીરી કરવામાં આવે છે તેમાં ડે. ઈજનેર તથા ચીફ એસ.આઈ.ને સાથે રાખીને સુપરવિઝનની કામગીરી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. જ્યાં ગંદકી દેખાય તે વિસ્તારમાં કામ કરતાં કર્મચારીઓ સામે પગલાં ભરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

રાત્રી સફાઈની કામગીરી સુધારવા ઉપરાંત રસ્તા પર પડેલો કાટમાળ તથા કચરો ઉચકવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં હાલ બાંધકામ માટે રેતી, કપચી તથા અન્ય સામગ્રી રસ્તા પર ઢગલો કરી દેવામાં આવે છે. જેના કારણે ગંદકી થવા ઉપરાંત લોકોના આરોગ્ય સામે ખતરો થવા સાથે સાથે ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થાય છે. તેથી રસ્તા પર પડેલી આવી સામગ્રી જપ્ત કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

ગઈકાલે વાવાઝોડા સાથે વરસાદ પડયા બાદ પાલિકા વિસ્તારમાં ચાલતાં તમામ કામો સેઈફ સ્ટેજ પર લાવવા માટે પણ તાકીદ કરી છે. પાલિકાના મોટા ભાગના કામો સેઈફ સ્ટેજ પર હોવાની વાત તો કહેવામાં આવે છે. પરંતુ સ્થળ પર આજે પણ અનેક જગ્યાએ માટીના ઢગલા તથા કચરો જોવા મળી રહ્યો છે.
પાલિકા કમિશ્નરે આરોગ્ય વિભાગ સાથેની બેઠકમાં રાત્રી સફાઈની કામગીરી તાકીદે પુર્ણ કરવા માટે સુચના આપી છે. પરંતુ આ સુચનાનો કેટલો અમલ થાય છે તે તો સમય જ બતાવશે.

Share |
  More News
હવે અમે ભારતને નંબર વનના સ્થાન પરથી ઉથલાવી નાંખીશું
નડાલ ફેડરરના ૧૬ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો રેકોર્ડ તોડી શકશે ?
ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના ૪૮૬ રન સામે શ્રીલંકાના ૪૭૯
અમે ભારત સામે જીતવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ
ગાંગુલીની હજુ બીજા ચાર-પાંચ વર્ષ IPL રમવાની ઇચ્છા
મધ્ય ગુજરાતમાં ૧૬ જૂન પછી ચોમાસાનો આરંભ
ગુજરાતમાં 'ઈન્ડીયન મુજાહિદ્દીન'ના સ્લીપર સેલ સક્રિય બન્યાની શંકા
PPFના HUF ખાતેદારોને ન ચૂકવાયેલું વ્યાજ આપવાનો નિર્ણય
ઈજારદાર CNG કંપનીઓ નવા પમ્પો સ્થાપતી નથી ને સરકાર તદ્દન નિષ્ક્રિય
  More News
બોલીવૂડમાં કોઇ 'નંબર વન' હોય તો તે આમિર જ છે ઃ સલમાન ખાન
સની દેઓલની ફિલ્મ 'ઘાયલ'ની સિકવલ માટે પ્રાચી દેસાઈનું નામ ચર્ચામાં
વર્ષોના શીતયુદ્ધ પછી સલમાન ખાન સાથે સમાધાન કરવામાં હિમેશ રેશમિયા સફળ
એક દાયકા બાદ દિપ્તી નવલ ટચૂકડા પડદે પાછી ફરશે
પોતાની પહેલી જ ફિલ્મમાં આશા ભોંસલેએ જોખમી દ્રશ્ય ભજવ્યું
સરકારી બિલ્ડિંગોનું બાંધકામ ફરજિયાત પર્યાવરણલક્ષી હોવું જોઇએ ઃ અજિત પવાર
'શરાબ પીવાની વયમર્યાદા વધારવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ધોરણથી ઘણો પાછળ'
મુંબઇમાં જે એરિયામાં ઘોંઘાટ થશે ત્યાંના પોલીસ અફસર દંડાશે
દાણચોરોને આકર્ષી રહી છે ઓછી કિંમતની ઓછા જોખમવાળી વસ્તુઓ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ચણાનાં ઝાડ પર ચડ્યું છે જનરલ નોલેજ
ફક્ત કેરી નહિ, હવે બ્રાન્ડેડ કેરી બોલો
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved