Last Update : 7-June-2011, Tuesday
 
પાલિકાના કોસાડના ગરીબ આવાસમાં મંદિર-મસ્જીદ માટે જગ્યા વેચાણથી આપવા વિચારણા

જગ્યાની ફાળવણી કરતાં પહેલાં પાંચ મુદ્દા પર વિચારણા થશે, લોકોની ધાર્મિક લાગણી જાળવવા માટેનો પ્રયાસ

સુરત - સુરત પાલિકા દ્વારા કોસાડ ખાતે બનાવવામાં આવેલા ગરીબ આવાસમાં ઈબાદત ઘર તથા મદરેસા ગેરકાયદે રીતે બનાવી દેવામાં આવી છે. જેની સામે પાલિકાએ કોઈ કાર્યવાહી ન કરતાં બે મંદિર પણ બનાવી દેવામાં આવ્યા છે. આ અંગેનો વિવાદ વકરે તે પહેલાં પાલિકાએ ગરીબ આવાસમાં મંદિર-મસ્જીદ માટે જગ્યા વેચાણથી આપવા માટે વિચારણા હાથ ધરી છે.

મંદિર-મસ્જીદ માટે જગ્યા વેચાણથી આપવા માટે પાલિકા દ્વારા પાંચ મુદ્દા પર વિચારણા કરવામાં આવશે. પાલિકાના કોસાડ ખાતેના ગરીબ આવાસની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકોએ એક મદરેસા તથા નમાજ પઢવા માટે ઈબાદત ઘર બનાવી દેવમાં આવ્યું હતું. આ બનાવવા પહેલાં પાલિકાની કોઈ પણ જાતની મંજુરી લેવામાં ન આવી હતી. પાલિકા દ્વારા ડિમોલીશનની તૈયારી કરતાં દોઢેક હજાર લોકોના ટોળાએ પાલિકા સ્ટાફને ઘેરી લેતાં ડિમોલીશનની કામગીરી થઈ શકી ન હતી.

દરમિયાન કેટલાક લોકોએ આ વિસ્તારમાં સાઈબાબા તથા જોગણીમાતાનું મદિર બનાવી દીધું હતું. આ અંગે વિવાદ થતાં કોસાડમાં રહેનારા લોકોએ પાલિકામાં મંદિર તથા મસ્જીદ માટે જગ્યાની ફાળવણી કરવા માટે માગણી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, કોસાડમાં હાલ ૧૦, ૬૦૪ આવાસમાં ૫૦ હજાર જેટલો લોકો વસવાટ કરે છે. તેઓને નમાજ પઢવા કે આરતી કરવા માટે કોઈ મંદિર કે મસ્જીદ નથી તેથી તેના માટે જગ્યાની ફાળળણી કરવામાં આવે તે જરૃરી છે.

આ અંગેની રજુઆત બાદ પાલિકાની આગામી સ્થાયી સમિતિમાં મંદિર તથા મસ્જીદ માટેની જગ્યા વેચાણથી આપવા માટેની દરખાસ્ત લાવવામાં આવી રહી છે. જેમાં ગરીબ આવાસના એચ-૧ વિસ્તારમાં ૬૧૮૪ ચો.મી. જગ્યા ખુલ્લી છે. જ્યારે એચ-૨માં ૫૦૫૩ ચો.મી. અને એચ-૩માં ૪૧૬૪ ચો.મી. જગ્યા ખુલ્લી છે. આ જગ્યામાં મંદિર તથા મસ્જીદ માટે જગ્યાની ફાળવણી કરવા માટે માગ કરવામાં આવી છે.

પાલિકા દ્વારા જગ્યા આપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. પરંતુ તે પહેલાં હાલમાં બનાવવામાં આવેલા મંદિર-મસ્જીદ દુર કરવા કે નહીં તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત આ મંદિર-મસ્જીદ કાયદેસર કરી શકાય કે નહીં તેની પણ વિચારણા કરવામાં આવશે. મંદિર અને મસ્જીદ માટે જગ્યા એક સરખી આપવી કે જુદી જુદી આપવી તે અંગે પણ વિચારણા કરવામાં આવશે.

જોકે, આ જગ્યા પાલિકાએ સરકાર પાસે વેચાણ લીધી હોવાથી જગ્યા ફાળવવાના બદલે વેચાણથી આપવા માટે વિચારણા થઈ રહી છે. જગ્યા આપવા પહેલાં મંદિર કે મસ્જીદ માટે ટ્રસ્ટ બનાવવું જરૃરી છે. નક્કી કરેલા નિતી નિયમોનું પાલન ટ્રસ્ટ દ્વારા કરવાનું રહેશે જેવા પાંચ મુદ્દા પર નિર્ણય કરીને જગ્યા ફાળવવી કે નહીં તે નક્કી કરવામાં આવશે.

 

 
 
 
Share |
  More News
હવે અમે ભારતને નંબર વનના સ્થાન પરથી ઉથલાવી નાંખીશું
નડાલ ફેડરરના ૧૬ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો રેકોર્ડ તોડી શકશે ?
ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના ૪૮૬ રન સામે શ્રીલંકાના ૪૭૯
અમે ભારત સામે જીતવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ
ગાંગુલીની હજુ બીજા ચાર-પાંચ વર્ષ IPL રમવાની ઇચ્છા
મધ્ય ગુજરાતમાં ૧૬ જૂન પછી ચોમાસાનો આરંભ
ગુજરાતમાં 'ઈન્ડીયન મુજાહિદ્દીન'ના સ્લીપર સેલ સક્રિય બન્યાની શંકા
PPFના HUF ખાતેદારોને ન ચૂકવાયેલું વ્યાજ આપવાનો નિર્ણય
ઈજારદાર CNG કંપનીઓ નવા પમ્પો સ્થાપતી નથી ને સરકાર તદ્દન નિષ્ક્રિય
  More News
બોલીવૂડમાં કોઇ 'નંબર વન' હોય તો તે આમિર જ છે ઃ સલમાન ખાન
સની દેઓલની ફિલ્મ 'ઘાયલ'ની સિકવલ માટે પ્રાચી દેસાઈનું નામ ચર્ચામાં
વર્ષોના શીતયુદ્ધ પછી સલમાન ખાન સાથે સમાધાન કરવામાં હિમેશ રેશમિયા સફળ
એક દાયકા બાદ દિપ્તી નવલ ટચૂકડા પડદે પાછી ફરશે
પોતાની પહેલી જ ફિલ્મમાં આશા ભોંસલેએ જોખમી દ્રશ્ય ભજવ્યું
સરકારી બિલ્ડિંગોનું બાંધકામ ફરજિયાત પર્યાવરણલક્ષી હોવું જોઇએ ઃ અજિત પવાર
'શરાબ પીવાની વયમર્યાદા વધારવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ધોરણથી ઘણો પાછળ'
મુંબઇમાં જે એરિયામાં ઘોંઘાટ થશે ત્યાંના પોલીસ અફસર દંડાશે
દાણચોરોને આકર્ષી રહી છે ઓછી કિંમતની ઓછા જોખમવાળી વસ્તુઓ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ચણાનાં ઝાડ પર ચડ્યું છે જનરલ નોલેજ
ફક્ત કેરી નહિ, હવે બ્રાન્ડેડ કેરી બોલો
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved