Last Update : 7-June-2011, Tuesday
 

બાબા રામદેવનાં ટેકામાં જૂનાગઢમાં શાંતિયજ્ઞા, જસદણમાં પુતળા દહન, રાજકોટમાં મૌન રેલી

 

રાજકોટ - રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે બાબા રામદેવના સમર્થનમાં ધરણાં યોજવામાં આવ્યા હતાં. દિલ્હીમાં રામલીલા મેદાનમાં બાબા રામદેવ ઉપર થયેલા પોલીસ દમનના વિરોધમાં જુનાગઢમાં ધરણાંની સાથે શાંતિયજ્ઞા, જસદણમાં વડાપ્રધાનના પુતળાનું દહન તથા ઉનામાં સુત્રોચ્ચાર અને રાજકોટમાં ધરણાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

ભ્રષ્ટાચારના વિરોધમાં ભારત સ્વાભિમાન ટ્રસ્ટના વડપણ હેઠળ દિલ્હીમાં બાબા રામદેવના ઉપવાસ દરમિયાન દિલ્હીની કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાવામાં આવેલા પોલીસ દમનના વિરોધમાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજયકક્ષાએ ધરણાં - રેલીનાં કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતાં. તેમજ ભારત સવાભિમાન ટ્રસ્ટ દ્વારા પણ વિરોધદર્શિત કાર્યક્રમો યોજાયા હતાં.

રાજકોટમાં આજે સવારે ત્રિકોણ બાગ ખાતે ભાજપના વડપણ હેઠળ બાબા રામદેવ પર થયેલા દમનના વિરોધમાં શહેર ભાજપના ઉપક્રમે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ જાહેર સભામાં કેન્દ્ર સરકારની દમનકારી નીતિને વખોડી કાઢવામાં આવી હતી. ભારત સ્વાભિમાન ટ્રસ્ટ અને પતંજલી યોગ સમિતિ દ્વારા તા. ૮ને બુધવારે ત્રિકોણબાગ ખાતે ધર્મસભા અને રેલીના કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે.

વધુમાં સ્વરાજ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી બાબા રામદેવના સમર્થકો પરના હુમલાને વખોડી કાઢવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં ગોંડલ ખાતે માંડવી ચોકમાં અને ઉપલેટાના બાપુના બાવલા ચોકમાં ધરણાં યોજાયા હતા. જ્યારે જસણદણમાં વડાપ્રધાનના પુતળાનું દહન કરીને કેન્દ્ર સરકારની દમનકારી નીતિનો વિરોધ કરાયો હતો. જામકંડોરણામાં તાલુકા ભાજપના વડપણ હેઠળ બાબારામદેવના સમર્થનમાં ધરણાં યોજાયા હતા. મોરબીમાં પણ રામદેવજીના સમર્થકો ધરણાંના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જ્યારે ધોરાજીમાં આઝાદ ચોકમાં ભાજપના આગેવાનોએ ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો હતો.

જુનાગઢમાં ભારત સ્વાભિમાન ટ્રસ્ટના ઉપક્રમે રાષ્ટ્રની શાંતિ માટે શાંતિયજ્ઞા, સાથે બાબા રામદેવના સમર્થકો દ્વારા ધરણાંના કાર્યક્રમ યોજાયા હતા. જાહેર સભામાં આગેવાનોએ કેન્દ્ર સરકારની આંદોલનને કચડી નાખવાની નીતિની ટીકા કરી હતી. પોરબંદરના સુદામા ચોકમાં શહેર અને જિલ્લા ભાજપના ઉપક્રમે ધરણાં યોજવામાં આવ્યા હતા.

જ્યારે માણાવદરમાં ગાંધી ચોકમાં સવારના ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉનામાં ટાવરચોક ખાતે તાલુકા ભાજપના કાર્યકરો અને પતંજલી યોગ સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજાયા હતા અને સાંજે ૫ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કરાયા હતા. જ્યારે તાલાલામાં શહેર ભાજપ દ્વારા ધરણાં અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

માળિયાહાટીનામાં તાલુકા ભાજપના ઉપક્રમે બાબા રામદેવના સમર્થનમાં કાર્યકરોએ ધરણાં યોજયા હતા. જ્યારે રાજુલામાં પોલીસ સ્ટેશન ચોકમાં અને જાફરાબાદમાં પણ ધરણાં યોજવામાં આવ્યા હતા. ઉનામાં ૮૦ થી વધુ કાર્યકરોએ ધરણાં કર્યા હતા. જામનગર શહેરમાં લાલબંગલા નજીક બાબા રામદેવના સમર્થકો દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ખંભાળિયામાં જોધપુર ગેઇટ પાસે ઉપવાસીઓએ છાવણી નાખી કેન્દ્ર સરકારની દમનકારી નીતિની ટીકા કરી હતી. જ્યારે ભાટિયામાં બસસ્ટોપ ચોકમાં પ્રતિક ઉપવાસ યોજાયા હતા.

 

Share |
  More News
હવે અમે ભારતને નંબર વનના સ્થાન પરથી ઉથલાવી નાંખીશું
નડાલ ફેડરરના ૧૬ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો રેકોર્ડ તોડી શકશે ?
ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના ૪૮૬ રન સામે શ્રીલંકાના ૪૭૯
અમે ભારત સામે જીતવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ
ગાંગુલીની હજુ બીજા ચાર-પાંચ વર્ષ IPL રમવાની ઇચ્છા
મધ્ય ગુજરાતમાં ૧૬ જૂન પછી ચોમાસાનો આરંભ
ગુજરાતમાં 'ઈન્ડીયન મુજાહિદ્દીન'ના સ્લીપર સેલ સક્રિય બન્યાની શંકા
PPFના HUF ખાતેદારોને ન ચૂકવાયેલું વ્યાજ આપવાનો નિર્ણય
ઈજારદાર CNG કંપનીઓ નવા પમ્પો સ્થાપતી નથી ને સરકાર તદ્દન નિષ્ક્રિય
  More News
બોલીવૂડમાં કોઇ 'નંબર વન' હોય તો તે આમિર જ છે ઃ સલમાન ખાન
સની દેઓલની ફિલ્મ 'ઘાયલ'ની સિકવલ માટે પ્રાચી દેસાઈનું નામ ચર્ચામાં
વર્ષોના શીતયુદ્ધ પછી સલમાન ખાન સાથે સમાધાન કરવામાં હિમેશ રેશમિયા સફળ
એક દાયકા બાદ દિપ્તી નવલ ટચૂકડા પડદે પાછી ફરશે
પોતાની પહેલી જ ફિલ્મમાં આશા ભોંસલેએ જોખમી દ્રશ્ય ભજવ્યું
સરકારી બિલ્ડિંગોનું બાંધકામ ફરજિયાત પર્યાવરણલક્ષી હોવું જોઇએ ઃ અજિત પવાર
'શરાબ પીવાની વયમર્યાદા વધારવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ધોરણથી ઘણો પાછળ'
મુંબઇમાં જે એરિયામાં ઘોંઘાટ થશે ત્યાંના પોલીસ અફસર દંડાશે
દાણચોરોને આકર્ષી રહી છે ઓછી કિંમતની ઓછા જોખમવાળી વસ્તુઓ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ચણાનાં ઝાડ પર ચડ્યું છે જનરલ નોલેજ
ફક્ત કેરી નહિ, હવે બ્રાન્ડેડ કેરી બોલો
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved