Last Update : 7-June-2011, Tuesday
 
નદાસામાં મુખ્ય તળાવના ખોદકામની માટી આડેધડ નાખતાં ગ્રામજનો પરેશાન
વરસાદી પાણી જવાનો માર્ગ બંધ થતાં લોકાનાં વાડા અને ખેતરો ધોવાઈ જવાનો ભય

મહેસાણા - મહેસાણા તાલુકાના નદાસા ગામમાં હાલમાં મુખ્ય તળાવનું ખોદકામ સરકારની લોકભાગીદારીની યોજના હેઠળ ચાલી રહ્યું છે. જે તળાવમાંથી નીકળતી માટી ટ્રેક્ટરો દ્વારા ગામતળની જમીનમાં આડેધડ નાખવામાં આવતા ચોમાસા દરમ્યાન વહી જતુ પાણી નીકળવાનો માર્ગ બંધ થઈ જતાં ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરસ્થિતિ પેદા થવાપામી છે.

મુળ હકીકત એવી છે કે ગામના મુખ્ય તળાવમાંથી નીકળતી માટી ટ્રેક્ટરો દ્વારા નાના તળાવમાં નાખીને નાનું તળાવ પુરી દેવામાં આવ્યું છે. તેમજ સ્મશાન તરફ જતા રસ્તાઓને અને વાડાઓ તરફ જતા રસ્તાઓને માટીથી પુરી દેવામાં આવ્યા છે. નાના તળાવની આજુબાજુની વાડાઓ કે જેના માલિકો સો વર્ષથી ભોગવટા ધરાવી રહ્યા છે. તેમના હિતોને નુકશાન થાય એ રીતે ટ્રેક્ટરો દ્વારા માટી ઠાલવી રહ્યા છે.

જેના કારણે બલોલ, મીઠા, અજબપુરાના ઊંચાણવાળા વિસ્તારમાંથી આવતું પાણી કે જે નદાસાના મુખ્ય તળાવમાં થઈને બારોબાર ખારી નદી તરફ જાય છે. તે રસ્તાઓ પુરાઈ જતાં હવે ખેડૂતોના ખેતરો, વાડા ધોવાઈ જવાનો ભય સેવાઈ રહ્યો છે. પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં ઊંચો સી.સી. રોડ બનાવ્યો ખરો પણ ગરનાળું નહિ મૂકવાને કારણે ચોમાસાનું પાણી નીકળવાનો માર્ગ બંધ થઈ જતાં નાનાં ભુલકાઓને છબછબીયાં કરીને સ્કૂલે જવું પડે તેવી પરિસ્થિતી ઉભી થવા પામી છે.

સ્થાનિક ગ્રામ પંચાયત પણ આ બાબતે આંખમીંચાણી કરી રહી છે. ગામની વોટસન સમિતિનો પાણીના સમ્પની આસપાસ પણ માટી નાખવાથી ચોમાસાનું પાણી સમ્પમાં ભળી જાય તો પણ નવાઈ નહી. અને ભવિષ્યમાં તેનું પાણી પીવામાં લેવાથી રોગચાળો ફાટી નીકળવાનો સંભવ રહેલો છે. ગ્રામજનો આ બાબતે અંદરો અંદર ગુપસુપ કરી રહ્યા છે. પણ સ્થાનિક ગ્રામપંચાયતમાં રજુઆત કરવાની કોઈની હિંમત ચાલતી નથી. ઉચ્ચ સત્તાવાળાઓ ચોમાસાનું પાણી નીકળવાનો યોગ્ય રસ્તો નહી કાઢેતો ગ્રામજનોના વાડાઓ અને ખેતરો ધોવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. શું સત્તાવાળાઓ યોગ્ય પગલાં લેશે કે પછી ?

 

Share |
  More News
હવે અમે ભારતને નંબર વનના સ્થાન પરથી ઉથલાવી નાંખીશું
નડાલ ફેડરરના ૧૬ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો રેકોર્ડ તોડી શકશે ?
ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના ૪૮૬ રન સામે શ્રીલંકાના ૪૭૯
અમે ભારત સામે જીતવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ
ગાંગુલીની હજુ બીજા ચાર-પાંચ વર્ષ IPL રમવાની ઇચ્છા
મધ્ય ગુજરાતમાં ૧૬ જૂન પછી ચોમાસાનો આરંભ
ગુજરાતમાં 'ઈન્ડીયન મુજાહિદ્દીન'ના સ્લીપર સેલ સક્રિય બન્યાની શંકા
PPFના HUF ખાતેદારોને ન ચૂકવાયેલું વ્યાજ આપવાનો નિર્ણય
ઈજારદાર CNG કંપનીઓ નવા પમ્પો સ્થાપતી નથી ને સરકાર તદ્દન નિષ્ક્રિય
  More News
બોલીવૂડમાં કોઇ 'નંબર વન' હોય તો તે આમિર જ છે ઃ સલમાન ખાન
સની દેઓલની ફિલ્મ 'ઘાયલ'ની સિકવલ માટે પ્રાચી દેસાઈનું નામ ચર્ચામાં
વર્ષોના શીતયુદ્ધ પછી સલમાન ખાન સાથે સમાધાન કરવામાં હિમેશ રેશમિયા સફળ
એક દાયકા બાદ દિપ્તી નવલ ટચૂકડા પડદે પાછી ફરશે
પોતાની પહેલી જ ફિલ્મમાં આશા ભોંસલેએ જોખમી દ્રશ્ય ભજવ્યું
સરકારી બિલ્ડિંગોનું બાંધકામ ફરજિયાત પર્યાવરણલક્ષી હોવું જોઇએ ઃ અજિત પવાર
'શરાબ પીવાની વયમર્યાદા વધારવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ધોરણથી ઘણો પાછળ'
મુંબઇમાં જે એરિયામાં ઘોંઘાટ થશે ત્યાંના પોલીસ અફસર દંડાશે
દાણચોરોને આકર્ષી રહી છે ઓછી કિંમતની ઓછા જોખમવાળી વસ્તુઓ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ચણાનાં ઝાડ પર ચડ્યું છે જનરલ નોલેજ
ફક્ત કેરી નહિ, હવે બ્રાન્ડેડ કેરી બોલો
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved