Last Update : 7-June-2011, Tuesday
 
ભુજમાં આંદોલન વખતે ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ
 

ભુજ - ભુજમાં આજે ભાજપ અને કોંગ્રેસના આંદોલનોમાં કાર્યકરોની આછકલાઈ અને નેતાઓની અપરિપક્વ માનસિકતાથી બંને પક્ષો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. બાબા રામદેવના મુદ્દે ભાજપ દ્વારા અને ખેડૂતોના પ્રશ્નો માટે કોંગ્રેસના આંદોલન વખતે બંને પક્ષના કાર્યકરો આમને સામને આવી જતા પોલીસ કાફલો દોડી ગયો હતો.
જ્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કલેકટર કચેરી પાસે રોડ ઉપર સુઈ જઈ ચક્કાજામ કરાતા એક કલાક સુધી ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. બીજી તરફ કોંગ્રેસ દ્વારા સુધરાઈને પણ તાળાબંધી કરવાની ચિમકી આપી હોઈ તેના પગલે સુધરાઈ કચેરી બહાર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ભુજમાં હોસ્પિટલ રોડ સહિતના માર્ગોના પ્રશ્ને કોંગી નગરસેવકો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન ટાઉનહોલની પાછળ અને કલેકટર કચેરીની સામે છાવણી નાખી ચલાવાઈ રહ્યું છે. આજે ૬ઠ્ઠા દિવસે આંદોલનમાં વધુ ૨૦ કોંગ્રેસી અગ્રણીઓ અનશનમાં જોડાયા હતા. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ગુજરાત કિસાન ખેત મજુર કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે ખેડૂત હક્ક પ્રશ્ને લડતના ભાગરૃપે ભુજમાં કલેકટર કચેરી સામે આજે ધરણાં, સભા તથા રેલીનું એલાન અપાતા ગામેગામથી આવેલા ખેડૂતો તથા કાર્યકરો સવારે ૧૦ વાગ્યાથી કલેકટર કચેરી સામેની જ કોંગી નગરસેવકોની છાવણીમાં જ ધરણામાં જોડાયા હતા.

જ્યારે બીજી બાજુ બાબા રામદેવ તથા તેના સમર્થકો ઉપર દિલ્હીમાં થયેલા અત્યાચારના વિરોધમાં કચ્છ ભાજપ દ્વારા કોંગ્રેસની છાવણીની બરાબર બાજુમાં જ કલેકટર કચેરી સામે છાવણી નાખી આજે સવારે ૧૦ વાગ્યાથી ધરણાં શરૃ કર્યા હતા. આમ સવારે ૧૦ વાગ્યાથી કલેકટર કચેરી રોડ ઉપર ભાજપ તથા કોંગ્રેસના કાર્યકરોના ટોળા ઉમટવા લાગ્યા હતા.

કોંગ્રેસની છાવણીમાં સરકારની નીતિ રીતીઓ બાબતે કોંગી અગ્રણીઓ લાઉડ સ્પીકર ઉપર પ્રવચન કરી રહ્યા હતા. ત્યારે બાજુમાં આવેલી ભાજપની ધરણાં છાવણીમાં લાઉડ સ્પીકર ઉપર જોરશોરથી રામધૂન ચાલુ કરાતા એક તબક્કે કોંગી કાર્યકરોએ ભાજપની છાવણીમાં ધસી જઈ લાઉડ સ્પીકર ધીમા રાખવાનું જણાવતા બન્ને પક્ષોના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને ઘર્ષણ થતા સ્થિતિ તંગ બની જતા જિલ્લા પોલીસ વડા, ડીવાય.એસ.પી., શહેર પી.આઈ. તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરિણામે બબાલ આગળ વધતા અટકી ગઈ હતી.

આમ આ સ્થિતિમાં ઉશ્કેરાયેલા કોંગી કાર્યકરો ૧૧ વાગ્યાના અરસામાં જ છાવણીની સામે જ રસ્તા ઉપર સુઈ જઈ રસ્તો ચક્કાજામ કરી દેતા એક કલાક સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક પૂર્વવત કરવા પોલીસને નાકે દમ આવી ગયો હતો. શહેરના મુખ્ય માર્ગ સમા કલેકટર કચેરી માર્ગ ઉપર ટ્રાફિક જામ થવાથી નોકરી ઉપર જતા કર્મચારીઓ અને દર્દીઓને લઈ જતા વાહનો, અન્ય વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આમ બન્ને પક્ષોની ભવાઈથી લોકો હેરાનગતિમાં મૂકાયા હતા.

બન્ને પક્ષોની છાવણીઓ પૈકી આજે કોંગ્રેસની છાવણીમાં શહેરના કોંગી અગ્રણીઓ, કાર્યકરો તથા ગ્રામ્ય વિસ્તારના લોકો, ખેડૂતોની સંખ્યા તથા મહિલાઓની સંખ્યાના પ્રમાણમાં ભાજપની છાવણીમાં ઓછી સંખ્યા નજરે પડતી હતી. પરંતુ બન્ને છાવણીઓના કાર્યકરો વચ્ચે થયેલી ધમાલના પગલે શહેરના અગ્રણીઓ દોડી આવતા ભાજપની ધરણાં છાવણી પણ ચેતનવંતી બની હતી.

બન્ને પક્ષના આંદોલનના કારણે કલેકટર કચેરીથી જ્યુબીલી સર્કલ સુધીનો ટુ-વે માર્ગ પોલીસ છાવણીમાં ફેરવાઈ જતા આમ જનતાને પગપાળા નિકળવું દુષ્કર બન્યું હતું. જ્યારે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કાર્યક્રમ બાદ ખેડૂત હક્ક પ્રશ્ને રેલી યોજી કલેકટર કચેરીએ જઈ કલેકટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી. આ ઉપરાંત ઉપવાસી કોંગ્રેસ છાવણી દ્વારા સુધરાઈ કચેરીને તાળાબંધી કરવાની પણ ચિમકી અપાઈ હોઈ તેના પગલે આજ સવારથી જ સુધરાઈ કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

Share |
  More News
હવે અમે ભારતને નંબર વનના સ્થાન પરથી ઉથલાવી નાંખીશું
નડાલ ફેડરરના ૧૬ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો રેકોર્ડ તોડી શકશે ?
ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના ૪૮૬ રન સામે શ્રીલંકાના ૪૭૯
અમે ભારત સામે જીતવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ
ગાંગુલીની હજુ બીજા ચાર-પાંચ વર્ષ IPL રમવાની ઇચ્છા
મધ્ય ગુજરાતમાં ૧૬ જૂન પછી ચોમાસાનો આરંભ
ગુજરાતમાં 'ઈન્ડીયન મુજાહિદ્દીન'ના સ્લીપર સેલ સક્રિય બન્યાની શંકા
PPFના HUF ખાતેદારોને ન ચૂકવાયેલું વ્યાજ આપવાનો નિર્ણય
ઈજારદાર CNG કંપનીઓ નવા પમ્પો સ્થાપતી નથી ને સરકાર તદ્દન નિષ્ક્રિય
  More News
બોલીવૂડમાં કોઇ 'નંબર વન' હોય તો તે આમિર જ છે ઃ સલમાન ખાન
સની દેઓલની ફિલ્મ 'ઘાયલ'ની સિકવલ માટે પ્રાચી દેસાઈનું નામ ચર્ચામાં
વર્ષોના શીતયુદ્ધ પછી સલમાન ખાન સાથે સમાધાન કરવામાં હિમેશ રેશમિયા સફળ
એક દાયકા બાદ દિપ્તી નવલ ટચૂકડા પડદે પાછી ફરશે
પોતાની પહેલી જ ફિલ્મમાં આશા ભોંસલેએ જોખમી દ્રશ્ય ભજવ્યું
સરકારી બિલ્ડિંગોનું બાંધકામ ફરજિયાત પર્યાવરણલક્ષી હોવું જોઇએ ઃ અજિત પવાર
'શરાબ પીવાની વયમર્યાદા વધારવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ધોરણથી ઘણો પાછળ'
મુંબઇમાં જે એરિયામાં ઘોંઘાટ થશે ત્યાંના પોલીસ અફસર દંડાશે
દાણચોરોને આકર્ષી રહી છે ઓછી કિંમતની ઓછા જોખમવાળી વસ્તુઓ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ચણાનાં ઝાડ પર ચડ્યું છે જનરલ નોલેજ
ફક્ત કેરી નહિ, હવે બ્રાન્ડેડ કેરી બોલો
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved