Last Update : 7-June-2011, Tuesday
 
બાબા રામદેવનાં સમર્થનમાં આણંદમાં ભાજપાનાં ધરણા
 

આણંદ - કાળા નાણાં અને ભ્રષ્ટાચારના મુદ્દે દિલ્હીના રામલીલા મેદાનમાં આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતરેલા બાબા રામદેવ અને તેમના સમર્થકો પર દિલ્હી પોલીસે ગુજારેલા દમનના વિરોધમાં અને બાબા રામદેવના સમર્થનમાં આજે આણંદ જિલ્લા ભાજપ દ્વારા આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ધરણાં કાર્યક્રમ યોજી આંદોલનને કચડી નાખવાના કેન્દ્ર સરકારના બીનલોકશાહી કૃત્યને વખોડી કાઢ્યુ હતું.

આણંદ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના પ્રત્યેક તાલુકા મથકે સવારે ૧૦ઃ૦૦ થી ૫ઃ૦૦ કલાક સુધી ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત આણંદ શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલ વૃંદાવન મેદાન ખાતે આજે સવારના સુમારે જિલ્લા ભાજપ પ્રમુખ દિપકભાઈ પટેલ, મહામંત્રી હેમંતભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, ધારાસભ્ય જ્યોત્સનાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જશંવતસિંહ સોલંકી, પાલિકા પ્રમુખ વિજયભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ મધુબેન ગોહેલ સહિત પાલિકાના ભાજપના કાઉન્સીલરો, ભાજપના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લોકોએ બાબા રામદેવ અને તેમના સમર્થકો પર વર્તાવેલા કાળા કેરનો સખત શબ્દોમાં વિરોધ કરી કેન્દ્ર સરકારની આ કાર્યવાહીને કલંકરૃપ ગણાવી હતી.

આ ઉપરાંત ખંભાત સ્થિત સરદાર ટાવર ખાતે, ઓડ સરદાર પટેલની પ્રતિમા પાસે, આંકલાવ મધુસુદન હોલ, ગંગાબા પાર્ક પાસે, સોજિત્રા જુના બસ સ્ટેન્ડ પાસે, તારાપુર નાની ચોકડી ખાતે, ઉમરેઠ એપીએમસી પાસે ભાજપે ધરણાં કરી બાબા રામદેવને સમર્થન વ્યક્ત કર્યુ હતું. તાલુકા મથક પેટલાદ ખાતે સરદાર ચોકમાં ભાજપે ધરણાં કર્યા હતા. આ પ્રસંગે ભાજપના સી.ડી.પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે તાલુકા મથક બોરસદ ખાતે બસર સ્ટેન્ડ પાસે ભાજપનો ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ હાથીભાઈ પટેલ, પાલિકા કાઉન્સીલર અને ભાજપ અગ્રણી કમલેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, તાલુકા ભાજપ અગ્રણી સુભાષભાઈ બારોટ, જિલ્લા ભાજપ મહામંત્રી રમણભાઈ સોલંકી સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમ આણંદ જિલ્લા ભાજપ દ્વારા આજે બાબા રામદેવના સમર્થનમાં જિલ્લાના પ્રત્યેક તાલુકા મથક ખાતે ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

Share |
  More News
હવે અમે ભારતને નંબર વનના સ્થાન પરથી ઉથલાવી નાંખીશું
નડાલ ફેડરરના ૧૬ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો રેકોર્ડ તોડી શકશે ?
ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના ૪૮૬ રન સામે શ્રીલંકાના ૪૭૯
અમે ભારત સામે જીતવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ
ગાંગુલીની હજુ બીજા ચાર-પાંચ વર્ષ IPL રમવાની ઇચ્છા
મધ્ય ગુજરાતમાં ૧૬ જૂન પછી ચોમાસાનો આરંભ
ગુજરાતમાં 'ઈન્ડીયન મુજાહિદ્દીન'ના સ્લીપર સેલ સક્રિય બન્યાની શંકા
PPFના HUF ખાતેદારોને ન ચૂકવાયેલું વ્યાજ આપવાનો નિર્ણય
ઈજારદાર CNG કંપનીઓ નવા પમ્પો સ્થાપતી નથી ને સરકાર તદ્દન નિષ્ક્રિય
  More News
બોલીવૂડમાં કોઇ 'નંબર વન' હોય તો તે આમિર જ છે ઃ સલમાન ખાન
સની દેઓલની ફિલ્મ 'ઘાયલ'ની સિકવલ માટે પ્રાચી દેસાઈનું નામ ચર્ચામાં
વર્ષોના શીતયુદ્ધ પછી સલમાન ખાન સાથે સમાધાન કરવામાં હિમેશ રેશમિયા સફળ
એક દાયકા બાદ દિપ્તી નવલ ટચૂકડા પડદે પાછી ફરશે
પોતાની પહેલી જ ફિલ્મમાં આશા ભોંસલેએ જોખમી દ્રશ્ય ભજવ્યું
સરકારી બિલ્ડિંગોનું બાંધકામ ફરજિયાત પર્યાવરણલક્ષી હોવું જોઇએ ઃ અજિત પવાર
'શરાબ પીવાની વયમર્યાદા વધારવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ધોરણથી ઘણો પાછળ'
મુંબઇમાં જે એરિયામાં ઘોંઘાટ થશે ત્યાંના પોલીસ અફસર દંડાશે
દાણચોરોને આકર્ષી રહી છે ઓછી કિંમતની ઓછા જોખમવાળી વસ્તુઓ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ચણાનાં ઝાડ પર ચડ્યું છે જનરલ નોલેજ
ફક્ત કેરી નહિ, હવે બ્રાન્ડેડ કેરી બોલો
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved