Last Update : 7-June-2011, Tuesday
 
રાસાયણિકખાતરોના અતિરેકથી જમીનની ફળદ્રુપતામાં ચિંતાજનક ઘટાડો
 

વડોદરા - વર્ષો સુધી રાસાયણીક ખાતરના ઉપયોગના કારણે જમીનની ઉત્પાદકતા ઘટી ગઈ છે.આજથી ૫૦ વર્ષ પહેલા એક કીલો રાસાયણીક ખાતરના ઉપયોગની સામે ૧૬ કીલો કૃપિપેદાશ મળતી હતી.આજે આટલા જ પ્રમાણમાં ખાતરના ઉપયોગની સામે પ થી ૬ કીલો જ ઉત્પાદન થાય છે.આ સૅજોગોમા જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે ઓર્ગેનીક ફાર્મીંગ સારામાં સારો વિકલ્પ છે તેમ નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનીક ફાર્મીંગના ડાયરેક્ટર ડો.એ.કે.યાદવે એક વાતચીતમાં જણાવ્યું હતું. આવતાં વર્ષોમાં કેટલીય જમીન તદ્દન બંજર બની જશે ઃ ઓર્ગેનિક ખાતર તરફ પાછા ફર્યા વિના છૂટકો નથી

શહેરમાં ચાલતી ફરામજી કાવસજી કોન્ટ્રાક્ટર કોમ્યુનીટ કોલેજના ઓર્ગેનીક ફાર્મીંગના નવા અભ્યાસક્રમના ઉદ્ઘાટન માટે આવેલા ડો.યાદવ બાયોફર્ટીલાઈઝર અને ઓર્ગેનીક ફાર્મીંગ અંગે વર્ષોથી સંશોધન કરી રહ્યા છે.આજે તેમણે એક વાતચીતમાં જણાવ્યું હતું કે દેશમાં કૃષિ ક્ષેત્રે બીજા વિશ્વયુધ્ધ બાદ રાસાયણીક ખાતરનો વપરાશ શરૃ થયો હતો.૧૯૬૦ના સમયગાળામાં આ ખાતરનુ ચલણ વ્યાપક બની ગયુ હતું.તે સમયે ૧ કીલો ફર્ટીલાઝર સામે કૃષિપેદાશનુ ઉત્પાદન ૧૬ કીલો હતુ.પરંતુ સમય જતા ઉત્પાદનનો આંકડો ઘટતો ગયો હતો અને રાસાયણીક ખાતરનો વપરાશ વધતો ગયો હતો.આજે એક કીલો રાસાયણીક ખાતર સામે ૫ થી ૬ કીલો કૃષિપેદાશનુ ઉત્પાદન થાય છે.

રાસાયણીક ખાતરનો ઉપયોગ આ રીતે જ ચાલુ રહ્યો તો કેટલીય જમીન ૫૦ વર્ષ પછી પોતાની ફળદ્રુપતા ગુમાવી બેસશે.રાસાયણીક ખાતરનો વપરાશ સ્વાસ્થય સામે પણ મોટુ જોખમ ઉભુ કરી રહ્યો છે.લોકો લાંબા ગાળે વિવિધ રોગના ભોગ બને તેવી શક્યતાઓ વધી ગઈ છે.સ્વાસ્થય સામે ઉભા થયેલા જોખમના કારણે જ ધીરે ધીરે ઓર્ગેનીક ફાર્મીંગનો વિકલ્પ પ્રચલીત બની રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે ખેતી માટે જમીનમાં રહેલા ૨૫ થી ૩૦ જાતના પોષક તત્વો જરૃરી હોય છે.રાસાયણીક ખાતરથી આ પૈકીના ૩ તત્વોની માંગ સંતોષાય છે.બીજી તરફ બાકીના તત્વો જમીનમાં ઉમેરાતા નથી બલ્કે એક પછી એક પાક લેવાવાના કારણે તેનો જમીનમાં ઘટાડો થાય છે.જમીનની ફળદ્રુપતા ઘટવાનુ આ એક મુખ્ય કારણ છે.આ સંજોગોમાં ઓર્ગેનીક ફાર્મીંગનો અભિગમ શ્રેષ્ઠ પુરવાર થાય તેમ છે.

એટલુ જ નહી ઓર્ગેનીક ફાર્મિંગ દેશની વધતી જતી અન્નની જરૃરીયાત સંતોષવા માટે પણ સક્ષમ છે.જોકે હાલના તબક્કે આ પ્રકારની ખેતી માટે ખેડૂતોમાં જાગૃતિ અને તાલીમની જરૃર છે.સારી વાત એ છે કે ઓર્ગનીક ફાર્મીંગનુ પ્રમાણ વધી રહ્યુ છે.૨૦૦૪માં સમગ્ર દશમાં માત્ર ૪૦૦૦૦ હેક્ટરમાં ઓર્ગેનીક ખેતી થઈ હતી.૨૦૧૦માં ૧૨ લાખ હેક્ટર જમીનમાં ઓર્ગેનીક ખેતી થઈ હતી.દેશમાં મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,ઓરીસ્સા અને ગુજરાત એમ ચાર રાજ્યો આ પ્રકારની ખેતીમાં આગળ છે.જ્યારે ચાર રાજ્યો સીક્કીમ,નાગલેન્ડ અને મીઝોરમે આગામી ૧૦ વર્ષમાં સંપૂર્ણપણે ઓર્ગેનીક ખેતી પર આધારીત થઈ જશે.

ઓર્ગેનીક ખેતીની પેદાશોના ભાવ વધારે હોય છે.તેનુ કારણ એ છે કે આ ખેતી હજી એટલી વ્યાપક બની નથી અને તેની સામે લોકોમાં ઓર્ગેનીક પ્રોડક્ટસની માંગ વધી રહી છે.પરંતુ જો ઓર્ગનીક ખેતીનુ પ્રમાણ વધશે તો ભાવ પણ નીચે આવી શકે તેમ છે.આ માટે દેશમાં ખેડૂતોને ઓર્ગેનીક ખેતીની તાલીમ આપતા કેન્દ્રો વધારવાની જરૃર છે.

Share |
  More News
હવે અમે ભારતને નંબર વનના સ્થાન પરથી ઉથલાવી નાંખીશું
નડાલ ફેડરરના ૧૬ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો રેકોર્ડ તોડી શકશે ?
ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના ૪૮૬ રન સામે શ્રીલંકાના ૪૭૯
અમે ભારત સામે જીતવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ
ગાંગુલીની હજુ બીજા ચાર-પાંચ વર્ષ IPL રમવાની ઇચ્છા
મધ્ય ગુજરાતમાં ૧૬ જૂન પછી ચોમાસાનો આરંભ
ગુજરાતમાં 'ઈન્ડીયન મુજાહિદ્દીન'ના સ્લીપર સેલ સક્રિય બન્યાની શંકા
PPFના HUF ખાતેદારોને ન ચૂકવાયેલું વ્યાજ આપવાનો નિર્ણય
ઈજારદાર CNG કંપનીઓ નવા પમ્પો સ્થાપતી નથી ને સરકાર તદ્દન નિષ્ક્રિય
  More News
બોલીવૂડમાં કોઇ 'નંબર વન' હોય તો તે આમિર જ છે ઃ સલમાન ખાન
સની દેઓલની ફિલ્મ 'ઘાયલ'ની સિકવલ માટે પ્રાચી દેસાઈનું નામ ચર્ચામાં
વર્ષોના શીતયુદ્ધ પછી સલમાન ખાન સાથે સમાધાન કરવામાં હિમેશ રેશમિયા સફળ
એક દાયકા બાદ દિપ્તી નવલ ટચૂકડા પડદે પાછી ફરશે
પોતાની પહેલી જ ફિલ્મમાં આશા ભોંસલેએ જોખમી દ્રશ્ય ભજવ્યું
સરકારી બિલ્ડિંગોનું બાંધકામ ફરજિયાત પર્યાવરણલક્ષી હોવું જોઇએ ઃ અજિત પવાર
'શરાબ પીવાની વયમર્યાદા વધારવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ધોરણથી ઘણો પાછળ'
મુંબઇમાં જે એરિયામાં ઘોંઘાટ થશે ત્યાંના પોલીસ અફસર દંડાશે
દાણચોરોને આકર્ષી રહી છે ઓછી કિંમતની ઓછા જોખમવાળી વસ્તુઓ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ચણાનાં ઝાડ પર ચડ્યું છે જનરલ નોલેજ
ફક્ત કેરી નહિ, હવે બ્રાન્ડેડ કેરી બોલો
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved