Last Update : 7-June-2011, Tuesday
 

વર્ષોના શીતયુદ્ધ પછી સલમાન ખાન સાથે સમાધાન કરવામાં હિમેશ રેશમિયા સફળ

 

અભિનેતાની કરીના કપૂર સાથેની ફિલ્મનું સંગીત હિમેશને સોંપાતા દુશ્મનીનો અંત આવ્યો
મુંબઇ, તા. ૬
સલમાન ખાન તેના દુશ્મનોને માફ કરીને તેમની સાથે સુલેહ કરવાના મૂડમાં છે તેણે એક સમયના મિત્ર હિમેશ રેશમિયા સાથે સમાધાન કરી લીધું છે. ભૂતકાળમાં સલમાન હિમેશને પ્રમોટ કરતો હતો. પાછળથી હિમેશ અહંકારી બનતો જતો હોવાનું તેને લાગતા તેમની વચ્ચે અંતર વધી ગયું હતું. એ પછી આ બંને વચ્ચે શીતયુદ્ધ ચાલતું હતું. ચાર વર્ષ પૂર્વે એક રિયાલિટી શોમાં હિમેશ એક જજ હતો. આ શોમાં સલમાને હાજરી આપી હતી તે વખતે આ બંને વચ્ચે ઝરેલી ચકમકે તેમની વચ્ચે ચાલતા યુદ્ધની સાબિતી પૂરી પાડી હતી. પરંતુ હવે હિમેશ પાછો સલમાનના મિત્રોની યાદીમાં આવી ગયો છે.
પોતે કામ કરતો ન હોય એ ફિલ્મના ગીત અને સંગીત નહીં આપવાની હિમેશે જીદ છોડી દીધી છે અને હવે તેણે સલમાનની આગામી ફિલ્મ 'બોડીગાર્ડ'નું સંગીત આપવાની સંમતી આપી છે.
આ ફિલ્મ માટે કેટલાક ગીતોનું સંગીત તૈયાર કર્યાં પછી પ્રીતમને બાકીના ગીતો હિમેશને હવાલે કરવાનું કહેવામાં આવ્યું હતું. આથી હવે 'બોડીગાર્ડ'ના સંગીતની જવાબદારી હિમેશને સોંપવામાં આવી છે.
સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'હિમેશને સંગીતકાર તરીકેની તેની કારકિર્દીનો સૌથી મોટો બ્રેક સલમાનને કારણે જ મળ્યો હતો. એ પછી તેણે ગાયક અન ેસંગીતકારની કારકિર્દી શરૃ કરી હતી અને સલમાન સાથે તેને વાંકુ પડયું હતું. લાગે છે કે હિમેશે હવે સલમાન સાથે સમાધાન કરી લીધું છે. સલમાનને મનાવવાના તેના લાંબા સમયના પ્રયાસો સફળ થયા છે. શુક્રવારે 'રેડી'ની રિલિઝ પછી હિમેશ પાછો સલમાનને મળ્યો હતો.ઔ'રેડી'ને મળેલા બહોળા આવકારને કારણે સલમાન પણ મૂડમાં હતો. પ્રીતમને યશરાજ ફિલ્મ્સની સલમાન અભિનિત ફિલ્મ 'એક થા ટાઇગર'નું સંગીત તૈયાર કરવાની ઓફર મળવાને કારણે સલમાને હિમેશને પ્રીતમ પાસેથી 'બોડીગાર્ડ'નું સંગીત લી લેવાની સૂચના આપી હતી.'
'પ્યાર કિયા તો ડરના ક્યા', 'બંધન', 'હેલ્લો બ્રધર', દુલ્હન હમ લે જાયેંગે' અને 'કહી પ્યાર હો ના જાયે' જેવી સલમાનની ફિલ્મોમાં સંગીત આપ્યા પછી સફળતા મેળવનારા હિમેશની કારકિર્દીમાં સલમાનનો શ્રેય ઘણો છે. હવે હિમેશની કારકિર્દીનું ચક્ર ફરી એ જ સ્થાને પહોંચ્યું છે.'
'બોડીગાર્ડ'ના નિર્માતા અતુલ અગ્નિહોત્રીએ આ સમાચારને સમર્થન આપતા જણાવ્યું હતું કે, 'હા, આ વાત સાચી છે. પ્રીતમ 'એક થા ટાઇગર' કરી રહ્યો છે અને હિમેશ 'બોડીગાર્ડ' કરશે.
Share |
  More News
હવે અમે ભારતને નંબર વનના સ્થાન પરથી ઉથલાવી નાંખીશું
નડાલ ફેડરરના ૧૬ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો રેકોર્ડ તોડી શકશે ?
ઈંગ્લેન્ડના પ્રથમ ઈનિંગના ૪૮૬ રન સામે શ્રીલંકાના ૪૭૯
અમે ભારત સામે જીતવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ
ગાંગુલીની હજુ બીજા ચાર-પાંચ વર્ષ IPL રમવાની ઇચ્છા
મધ્ય ગુજરાતમાં ૧૬ જૂન પછી ચોમાસાનો આરંભ
ગુજરાતમાં 'ઈન્ડીયન મુજાહિદ્દીન'ના સ્લીપર સેલ સક્રિય બન્યાની શંકા
PPFના HUF ખાતેદારોને ન ચૂકવાયેલું વ્યાજ આપવાનો નિર્ણય
ઈજારદાર CNG કંપનીઓ નવા પમ્પો સ્થાપતી નથી ને સરકાર તદ્દન નિષ્ક્રિય
  More News
બોલીવૂડમાં કોઇ 'નંબર વન' હોય તો તે આમિર જ છે ઃ સલમાન ખાન
સની દેઓલની ફિલ્મ 'ઘાયલ'ની સિકવલ માટે પ્રાચી દેસાઈનું નામ ચર્ચામાં
વર્ષોના શીતયુદ્ધ પછી સલમાન ખાન સાથે સમાધાન કરવામાં હિમેશ રેશમિયા સફળ
એક દાયકા બાદ દિપ્તી નવલ ટચૂકડા પડદે પાછી ફરશે
પોતાની પહેલી જ ફિલ્મમાં આશા ભોંસલેએ જોખમી દ્રશ્ય ભજવ્યું
સરકારી બિલ્ડિંગોનું બાંધકામ ફરજિયાત પર્યાવરણલક્ષી હોવું જોઇએ ઃ અજિત પવાર
'શરાબ પીવાની વયમર્યાદા વધારવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ધોરણથી ઘણો પાછળ'
મુંબઇમાં જે એરિયામાં ઘોંઘાટ થશે ત્યાંના પોલીસ અફસર દંડાશે
દાણચોરોને આકર્ષી રહી છે ઓછી કિંમતની ઓછા જોખમવાળી વસ્તુઓ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

ચણાનાં ઝાડ પર ચડ્યું છે જનરલ નોલેજ
ફક્ત કેરી નહિ, હવે બ્રાન્ડેડ કેરી બોલો
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved