Last Update : 06-June-2011, Monday
 

બારડોલીમાં કુદરતી હાજતે ગયેલી તરૃણી પર બળાત્કાર

 
બાબેન ગામે તરૃણી ફાટેલા કપડા સાથે બેભાન હાલતમાં મળી ઃ આંખના ભાગે ગંભીર ઇજા ઃ ગામના જ બે યુવાનો પર શંકા
બારડોલી, રવિવાર
બારડોલી નજીકના બાબેન ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન નજીક રાત્રે કુદરતી હાજતે ગયેલા તરૃણી ફાટેલા કપડા સાથે બેભાન અવસ્થામાં મળી આવતા ચકચાર મચી છે. તરૃણીના પિતાએ દિકરીને લોહી લુહાણ હાલતમાં ઘરે લઇ જઇ પુછતા બાબેન ગામના બે યુવાન શખ્સોએ માર મારતા બેભાન થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. પિતાને દિકરી પર બળાત્કાર થયો હોવાની શંકા જતા બે દિવસ બાદ આજે રવિવારે બારડોલી પોલીસ મથકે ફળિયાના બે યુવાન શખ્સો વિરૃધ્ધ મારમારી છેડતી અને બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ બારડોલી નજીકના બાબેન ગામે રાજીવ નગરમાં રહેતી ૧૪ વર્ષની તરૃણી ગત તા.૦૩-૦૬-૧૧ના રોજ રાત્રીના ૮ વાગ્યાના સુમારે તાપ્તી રેલવે લાઇનના ટ્રેક નજીક કુદરતી હાજતે જવા માટે ઘરેથી નીકળી હતી. તરૃણી રાત્રીના ૧૧ વાગ્યે પણ ઘરે પરત ન આવતા પિતા શોધવા માટે ગયા હતા. તે સમયે તરૃણી ફાટેલા કપડા સાથે લોહી લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડી હતી. પિતાએ પોતાની દિકરીને ઘરે લઇ જઇ ભાનમાં લાવી પુછપરછ કરતા રાજીવનગરમાં રહેતા અસલમ તથા બીજો એક અજાણ્યો યુવાને તેને માર મારતા બેભાન બની ગઇ હતી અને આંખના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તરૃણીને સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા પિતાને તરૃણીની છેડતી કરી બંને યુવાન શખ્સોએ બળાત્કાર કર્યો હોવાની શંકા ગઇ હતી.
દરમિયાન આજે રવિવારે સવારે ઇજાગ્રસ્ત દિકરીને લઇને પિતા તથા અન્ય આગેવાનો બારડોલી પોલીસ મથકે પહોંચ્યા હતા. પીઆઇ કે.એન.સોલંકીને ભોગ બનનાર તરૃણીના પિતાએ પોતાની દિકરીને અસલમ તથા અન્ય છોકરાએ મારમારી લોહી લુહાણ હાલતમાં બેભાન કરી હતી. તેમજ તેની સાથે છેડતી બળાત્કાર થયો હોવાની શંકા છે. જેને પગલે પોલીસે તરૃણીની પણ પ્રાથમિક પુછપરછ કરી પિતાની ફરિયાદ લઇ અસલમ તથા અન્ય શખ્સ વિરૃધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તરૃણી સાથે બળાત્કાર થયો છે કે કેમ તેની તબીબી ચકાસણી માટે મોકલી આપી બનાવની જગ્યા તથા રાજીવનગરમાં જઇ પુછપરછ શરૃ કરી છે. બાબેન ગામે તરૃણી પર સામુહિક બળાત્કાર થયો હોવાના મામલે હોબાળો મચી જતા હિન્દુ સંગઠનના આગેવાનો પણ એકત્ર થઇ ગયા હતા. દિકરીને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં આંખમાં અને શરીરે ઇજા અંગેની સારવાર બાદ આજે બળાત્કારનો મામલો બહાર આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved