Last Update : 06-June-2011, Monday
 
પાલિકાના ગરીબ આવાસમાં મદરેસા- ઈબાદતરૃમ બની ગઈ

 

મદરેસા બનતાં કેટલાક લોકોએ હનુમાનજીનું મંદિર પણ બનાવી દીધુઃ કેમ્પસમાં મંદિર-મસ્જીદ બનાવવા જગ્યા ફાળવવાની વિચારણા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કોસાડ ગરીબ આવાસમાં મદરેસા તથા ઈબાદતરૃમ બનાવી દેવામાં આવી છે. પાલિકાની કોઈ પણ જાતની મજુરી વિના ગેરકાયદે મદરેસા તથા ઈબાદતરૃમ બનાવી દેવામાં આવતાં કેટલાક લોકોએ નજીક હનુમાનજીનુ મંદિર પણ બનાવી દીધું છે. થોડા સમય પહેલાં પાલિકા દ્વારા ડિમોલીશનની તૈયારી કરી હતી. પરંતુ પાલિકાના સ્ટાફને ઘેરી લેવાતા ડિમોલીશન પડતું મુક્યું હતું. આ વિવાદ ટાળવા માટે પાલિકા દ્વારા ગરીબ આવાસમાં મંદિર અને મસ્જીદ બનાવવા માટે જગ્યા ફાળવવા માટે વિચારણા કરવામા આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી તટની ઝુંપડપટ્ટી તથા અન્ય ઝુંપડાવાસીઓને કોસાડ ખાતે બનાવવામાં આવેલા ગરીબ આવાસમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં આ ગરીબ આવાસના કેમ્પસની દિવાલ તોડીને દારૃ-જુગારના અડ્ડા શરૃ થયાનો વિવાદ થયો હતો. હાલમાં ગરીબ આવાસના કેમ્પસમાં મદરેસા તથા ઈબાદતઘર બનાવી દેવાનો વિવાદ શરૃ થયો છે.
કોસાડના ગરીબ આવાસમાં થોડા સમય પહેલાં કેટલાક લોકોએ મદરેસા તથા ઈબાદતઘર બનાવી દીધું હતું. પાલિકાની કોઈ પણ જાતની મંજુરી વિના મદરેસા તથા ઈબાદત ઘરનું બાંધકામ કરીને તેમાં નમાજ પઢવાનું પણ શરૃ કરી દેવાતા અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. પાલિકાના કતારગામ ઝોનને મળેલી ફરિયાદના આધારે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ એક હજાર કરતાં વધુ લોકોએ પાલિકાના સ્ટાફને ઘેરી લેતાં કામગીરી પડતી મુકીને પાછા આવી જવું પડયું હતું.
ત્યાર બાદ કેટલાક લોકોએ આ કેમ્પસમાં જ હનુમાનજીનું મંદિર બનાવી દૂધું છે. હવે મદરેસા તથા મંદિર તોડવાની કામગીરી ન કરવા માટે રજુઆત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી કોસાડના ગરીબ આવાસમાં ચાલતા આ પ્રકારના વિવાદ બાદ બન્ને કોમના લોકોએ મસ્જીદ તથા મંદિર માટે જગ્યાની માગણી કરી છે.
પાલિકા દ્વારા પણ લોકોની ધાર્મિક લાગણીનો ખ્યાલ રાખીને કોસાડના ગરીબ આવાસ કેમ્પસમાં મંદિર તથા મસ્જીદ માટે જગ્યા ફાળવવાની કવાયત શરૃ કરવામાં આવી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં કોસાડમા મસ્જીદ તથા મંદિર બન્ને બને તેવી શક્યતા ઉભી થઈ છે.
Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved