Last Update : 06-June-2011, Monday
 
વિકાસના નામે વૃક્ષોનો સોથ વાળી જૂનાગઢમાં ખડકાયા કોંક્રીટના જંગલો
 

વિશ્વ પર્યાવરણ દિવસ વિતી ગયો છતા વૃક્ષારોપણની રાહ

જૂનાગઢ તા. ૫
૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ જૂનાગઢ મનપા વિશ્વ પર્યાવરણ દિવસ વીતી ગયો છતા વૃક્ષારોપણ કરવાની રાહ જોઇ રહ્યં છે. તંત્રએ મોતીબાગથી ટીંબાવાડી તથા ઝાંઝરડા રોડ પર સેંકડો ઘેઘુર વૃક્ષો કાપી ફોર ટ્રેક રોડ બનાવી નાખ્યો પરંતુ ફરી વૃક્ષો ઉગાડવા તસ્દી ન લીધઈ તે ન જ લીધી.
તંત્રએ મોતીબાગથી ટીંબાવાડી તથા ઝાંઝરડા રોડ પર વૃક્ષો કાપી ફોર ટ્રેક રોડ બનાવ્યો પરંતુ ફરી વૃક્ષો ઉગાડવા તસ્દી ન લીધી
ગ્લોબલ વોર્મીંગ હાલ વૈશ્વિક સમસ્યા બની ગઇ છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા વૃક્ષો વાવવાનો વિકલ્પ ઉત્તમ છે. પરંતુ હાલ વિકાસના નામે આડેધડ વૃક્ષો કાપી નાખવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં પણ વિકાસના નામે અસંખ્ય વૃક્ષો કાપી સિમેન્ટ અને કોંક્રીટના જંગલો ખડકી દેવાય છે. મનપા બની ત્યારે સરદારબાગથી મોતીબાગ સુધીનો રોડ પહોળો બનાવવા ૪૦૦ જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા હતા ત્યારે બે ગણા વૃક્ષો ઉગાડવાની વાતો કરવામાં આવી હતી. પરંતુ બાદમાં કંઇ ન થયું. આ ઉપરાંત શહેરના ઝાંઝરડા રોડ પર ફોર ટ્રેક બનાવવા માટે અસંખ્ય ઘેઘુર વૃક્ષો કાપી નખાયા હતા. ત્યાના રોડ પર પણ હાલ એક વૃક્ષ જોવા મળતું નથી.
આવી જ રીતે મોતીબાગથી ટીંબાવાડી બાયપાસ સુધીના ગેટ સુધીમાં પણ અસંખ્ય ઘેઘુર વૃક્ષોનો સોથ વાળવામાં આવ્યો હતો. હાલમાં આ રોડ પર પણ એક વૃક્ષો જોવા મળતું નથી. લોકોએ ધોમ તડકામાં છાંયો શોધવા છતા મળતાં નથી. ભવનાથ વિસ્તારમાં નવી વસાહત બનાવવા માટે પણ અસંખ્ય વૃક્ષો કાપી નખાયા હતા. જે ઉગાડવામાં આવ્યા છે તે સંભાળના અભાવે વૃક્ષોનો ઉછેર ન થઇ શકયો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોવા છતાં મનપા દ્વારા ક્યાંય વૃક્ષારોપણ ન કરવામાં આવ્યું.
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આગામી તા.૭ના એક સ્કુલના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખ્યો છે. તો આજે પર્યાવરણ દિવસ વીતી ગયો છતાં મનપા વૃક્ષારોપણ કરવા માટે રાહ જોઇ રહી છે. વિકાસના નામે વૃક્ષોનો સોથ વાળી સિમેન્ટ કોંક્રીટના જંગલો ખડકાઇ ગયા છે.

 

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved