Last Update : 06-June-2011, Monday
 
એક સમયે ભારતીય ચલણમાં હતી અઢી રૃપિયાની નોટ
 

ગોંડલ તા. ૫
એક, બે, પાંચ કે દશ રૃપિયાની નોટ ચલણમાં હોય પરંતુ અઢી રૃપિયાની નોટ ચલણમાં હોય ખરી ?? હા ગોંડલના એડવોકેટ પાસે અપ્રાપ્ય એવી અઢી રૃપિયાની નોટ સંચવાયેલી પડી છે એ પણ ભાતીય ચલણની છે જે ૧૯૨૬ સુધી ચલણમાં હતી.
ગોંડલના એડવોકેટ પાસે દાયકાઓ પુરાણી અલભ્ય ચલણી નોટોનું ખાસ્સુ કલેકશન
એડવોકેટ દેવાંશુ શેઠ પાસે આવી અપ્રાપ્ય ચલણી નોટોનું ખાસ્સુ કલેકશન છે. વિશ્વમાં એકમાત્ર કહી શકાય તેવી અઢી રૃપિયાની નોટ પંચમ જ્યોર્જે ૨૨ જાન્યુઆરી ૧૯૧૮ના ચલણમાં મુકી હતી અને ૧ જાન્યુઆરી ૧૯૨૬ સુધી એ જમાનામાં કાનપુર, કલકત્તા, મુંબઇ, કરાંચી, લાહોર, મદ્રાસ અને રંગુનમાં છપાતી હતી. કાગળનું ચલણ શરૃ થયું તે પહેલાં સિક્કા કે કોરી ચલણમાં હતા. ભારતમાં ૧૭૭૦ માં કાગળનું ચલણ શરૃ થયું. સૌપ્રથમ સોળ રૃપિયાની નોટ ચલણમાં આવી. ત્યારબાદ બેંક ઓફ બંગાલ દ્વારા ૧૮૦૬ થી ૧૯૨૧ દરમિયાન દશ રૃપિયાની નોટ ચલણમાં મુકાઇ. ત્યારબાદ રૃપિયા વીસ, પચ્ચીસ, પચ્ચાસ, સો પાંચસો અને હજારની નોટો ચલણમાં મુકાઇ. રાણી વિકટોરીયાએ તેના ફોટાની મુદ્રા સાથે રૃપિયા દશથી રૃપિયા પાંચસોની નોટો ચલણમાં મુકી હતી.
ભારતના આઝાદીકાળ સમયે છઠ્ઠા જ્યોર્જે રૃપિયા દશ હજારની નોટ ચલણમાં મુકી હતી. દેશ આઝાદ થયો પછી પ્રથમ રૃપિયા એકની ચલણી નોટ બહાર પડી. જેમાં અશોક સ્થંભનું ચિત્ર હતું. હાલ અલભ્ય એવી આ નોટની માર્કેટ પ્રાઇઝ ૫૦૦૦ બોલાય છે. મહાત્મા ગાંધીજીના ફોટા સાથેની ચલણી નોટ ૧૯૬૯માં બહાર પડી. હાલ રૃપિયા એક કે બે ની નોટ છપાતી નથી. રૃપિયા એકની તથા રૃપિયા બે ની નોટ છેલ્લે ૧૯૯૪માં છપાઇ હતી. ૧૯૮૭માં પાંચસોની નોટ છપાઇ અને ચલણમાં પણ મુકાઇ. પરંતુ પાંચસોને બદલે શબ્દોમાં પાંચસો લખાયું હોય ૨ ઓક્ટોબર ૧૯૮૭ના આ નોટ પાછી ખેંચાઇ હતી. ૧૯૫૭માં મુસ્લીમ બિરાદરો હજ પઢવા મક્કા મદીના જતા ત્યારે ચલણમાં લાલ કલરની સ્પેશિયલ હજ માટેની નોટો ચલણી બની હતી. ભારતનું અન્ય ચલણ ત્યાં ચાલતું નહીં, હાલ આ બધી નોટો અપ્રાપ્ય છે.

 

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved