Last Update : 06-June-2011, Monday
 
નર્મદા કેનાલમાંથી હળવદ- ધ્રાંગધ્રા નજીક થતી બેફામ પાણીની ચોરી
 

૧૧૦ કિ.મી. લાંબી કેનાલ પર માત્ર ૫૦ એસ.આર.પી.મેન મુકાયા

રાજકોટ, રવિવાર
દર વર્ષે ચૈત્ર-વૈશાખના સમય ગાળા દરમિયાન નર્મદાની કેનાલમાંથી પાણીની ચોરી વધતી હોય છે. આ વર્ષે પણ ધ્રાંગધ્રાના હળવદ નજીકના ગામડાઓમાં નર્મદા કેનાલમાંથી મોટાપાયે પાણીની ચોરી શરૃ થઇ ગઇ છે. છેલ્લાં ૧૫ દિવસથી ચાલતી પાણી ચોરીના દૂષણને નિયંત્રિત કરવા માટે બે એસ.આર.પી. ગુ્રપની કંપની ગોઠવવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ કેનાલ પર માત્ર એક જ કંપનીના ૫૦ જવાનો ફાળવવામાં આવ્યા છે તેને લીધે પાણી ચોરીનું દૂષણ બેફામ વધ્યુ છે. એક અભિપ્રાય પ્રમાણે દરરોજ ૨૨૫ એમ.એલ.ડી. પાણીની ચોરી થતી હોવાનો અંદાજ છે.
કેનાલમાંથી પાણીની ચોરી માટે ૨૫-૨૫ કિ.મી. લાંબી પાઇપ લાઇનનું ગોઠવાયેલું નેટવર્ક, દૈનિક ૨૨૫ એમ.એલ.ડી. પાણીની ચોરી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની પીવાના પાણીની જરૃરીયાતનો એક માત્ર આધાર નર્મદાની કેનાલ રહી છે. આ કેનાલમાંથી જો પીવાનું પાણી પૂરતુ ન મળે તો અનેક ગામડાઓએ તરસ્યા રહેવું પડે છે. દરમિયાન આજે નર્મદા નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તારોને પીવાનું પાણી પૂરૃં પાડતી નર્મદા કેનાલમાંથી છેલ્લાં ૧૫ દિવસથી પાણીની ચોરી બેફામ થઇ રહી છે. ગત તા. ૨૨ના રોજ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળ્યા પછી ઉત્તરોત્તર પાણીનો જથ્થો ઓછો થતો ગયો છે. આજે સૌરાષ્ટ્ર કચ્છની પીવાના પાણીની જે ૪૦૦ એમ.એલ.ડી.ની જરૃરીયાત છે તેની સામે દરરોજ ૨૨૫ એમ.એલ.ડી. પાણીની ચોરી થતી હોવાથી અત્યારે માત્ર ૧૭૫ એમ.એલ.ડી. પાણી નર્મદાની કેનાલમાંથી મળે છે પરિણામે રાજકોટ શહેર સહિત અનેક વિસ્તારોએ પાણી વગર તરસ્યા રહેવું પડે છે. ગઇકાલે આ મુદ્દે રાજકોટના પ્રભારી સચિવ સમક્ષ પણ મહાનગરપાલિકાના અધિકારીઓએ રજૂઆત કરી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી અપૂરતુ મળતું હોવાની ફરિયાદ કરી હતી. આ અપૂરતા પાણીના કારણે રાજકોટ, ગોંડલ, વાંકાનેર, મોરબી, નવલખી, સામખિયાળી, ભુજ, ભચાઉ, ગાંધીધામ, જામનગર, ખંભાળિયા સહિત અનેક વિસ્તારોના લોકોએ કાળઝાળ ગરમીમાં પાણી વગર હેરાન થવું પડે છે.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે પાણીની ચોરી ન થાય તે માટે કેનાલ ઉપર એસ.આર.પી. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પરંતુ એ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં નથી તેથી નર્મદા કેનાલમાંથી હળવદ, ધ્રાંગધ્રા સહિત આજુબાજુના ખેડૂતો મોટાપાયે પાણીની ચોરી કરતાં હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ કંઇ જ કરી શકતા નથી, અલબત્ત ગઇકાલે પાણી ચોરી કરનારા ૧૩૫ જેટલા જોડાણો કાપવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં રાત્રી દરમિયાન ફરીને પાણી ચોરીની પાઇપલાઇનના જોડાણો કાર્યરત થઇ જતાં હોવાને લીધે આ દૂષણ દિન-પ્રતિદિન વકરતું જાય છે.

 

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved