Last Update : 06-June-2011, Monday
 
ખેડૂતને ખરાઈ ન કરી પરેશાન કરાતાં કલેક્ટરને રજુઆત
 

મામલતદાર કચેરી વિજાપુર દ્વારા

મહેસાણા, તા.૫
વિસનગરના સદૂથલા ગામના ખેડુતે વિજાપુરના લાડોલ ગામ સ્થીત સર્વે નં. ૫૦૨૮ અને ૫૦૨૯ (૨૦૨૯) વાળી જુની શરતની જમીન ખરીદી હતી. આ જમીન સરકારી રેકર્ડ પર ચડેલ છે. પરંતુ વિજાપુર મામલતદાર કચેરીમાં કોમ્પ્યૂટર રાઈઝ રેકર્ડ બનાવતી વખતે સર્વે નં. ૫૦૨૯ કોઈ કારણસર કચેરીમાં ૨૦૨૯થી રેકર્ડ થઈ ૭/૧૨,૮ અ માં મૂળ સર્વે નં. ૫૦૨૯ ની જગ્યાએ થઈ જવા પામેલ હતો.
ખેડૂતે વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદારો સામે પગલાં ભરાતા નથી ઃ કોમ્પ્યુટરમાં સર્વે નંબર ખોટો દાખલ કરી દેવાયો
જે મુદ્દે લાડોલ ગ્રામ પંચાયત તલાટી તેમજ વિજાપુર માલતદાર કચેરીને આ બાબતે ધ્યાન દોરતાં ખેડૂત પુત્ર પાસે નાણાંની માગણી કરવામાંઆવી હતી. જે બાબતે કલેક્ટરને ખેડૂતપુત્ર દ્વારા રજુઆત કરવામાંઆવી હતી. સમય વિતવા છતાં જવાબદારો સામે વહીવટીતંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જે બાબતે ચકચાર મચી જવા પામી છે. વિસનગરના સદુથલા ગામના ખેડૂત નટવરલાલ પરસોત્તમદાસ એ વિજાપુરના લાડોલ ગામ સ્થીત સર્વે નં.૫૦૨૮ અને ૫૦૨૯ (૨૦૨૯) વાળી જુની શરતની જમીન ખરીદી કરી હતી.અને તેમાં તેમનાપુત્ર બ્રિજેશ નટવરભાઈ પટેલને ભાગીદાર વારસદાર દાખલ કરેલ હતા. આ સર્વે નં. ૫૦૨૮ તથા ૫૦૨૯ (૨૦૨૯) વાળી જમીન સરકારી રેકર્ડ ચડેલ છે. પરંતુ આ બે જમીન પૈકી ૫૦૨૯ વાળી જમીનમાં વિજાપુર મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યૂટર રાઈઝ રેકર્ડ કરતી વખતે હકીકતનો સર્વે નં. ૫૦૨૯ કોઈક કારણસર કચેરીમાં ૨૦૨૯થી રેકર્ડ થઈ ૭/૧૨, ૮ અ માં મૂળ સર્વે નં. ૫૦૨૯ની જગ્યાએ ૨૦૨૯ થઈ જવા પામેલ છે. આ માટે બ્રિજેશભાઈએ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રજુઆત કરી હતી. તેમજ રજીસ્ટર દસ્તાવેજમાં બે સર્વે નં. હોય અને નોંધ ઈધરામાં પ્રમાણીત થઈ ગયા બાદ સરકારી ભુલ નિકળતાં સર્વે નં. માં કોઈ કાયદાકીય ખામી કે ભુલ ન હોય તો ભુલ વગરના સર્વે ં. ૫૦૨૮ માટે માગેલી ખરાઈ સમય મર્યાદામાં મળી રહે તે મુજબ કાયદાકીય પગલંા લેવા લેખીત રજુઆત કરી હતી.
તેમજ લાડોલ ગ્રામ પંચાયત ખાતેથી બ્રિજેશભાઈએ છ-અ ના ઉતારા નોંધો કઢાવવા માટે રજુઆત કાયદા મુજબ કરી ત્યારે ગ્રામપંચાયત લાડોલના કર્મચારીઓએ તેમની પાસેથી ઉક્ત કામ માટે ફી માંગેલ અને તેની રસીદો પણ આપી ન હતી. જે બાબતે બ્રિજેશભાઈ એ તમામ જવાબદારો સામે પગલા ભરવા કલેક્ટરને લેખીતમાં રજુઆત કરી હતી તેમ છતાં જવાબદારો સામે તંત્ર કુણુ વલણ અપનાવી રહી છે. જ્યારે ખેડૂતપુત્રને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.

 

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved