Last Update : 06-June-2011, Monday
 
વેકેશનમાં વતન આવેલા કચ્છીઓ તથા પ્રવાસીઓથી કચ્છમાં ધમધમાટ

 

ઉનાળાની કાળઝાળ ગરમીને અવગણીને

ભુજ તા. ૫
રાજ્ય પ્રવાસન નિગમની સુવિધા વિનાના કચ્છ જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળોએ વેકેશનની સીઝન હોઇ કંથકોટથી હોટેશ્વર સુધીના આવેલા ધાર્મિક અને કુદરતી વાતાવરણવાળા સ્થળોએ ગુજરાત-મહારાષ્ટ્ર તથા રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. સાથે મુંબઇ સહિત અન્યત્ર વસતા કચ્છીઓ વેકેશનમાં માદેર વતન આવ્યા હોઇ ગામડાઓમાં પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. તો બજારમાં ખરીદીની રોનક દેખાઇ રહી છે.
બજારમાં પણ ખરીદીની રોનકઃ તીર્થધામો, હરવા ફરવાના સ્થળોએ ભીડ
ભુજનો આયના મહેલ સ્વામિનારાયણ મંદિર આશાપુરા મંદિર તથા જેના ઉપરથી ભુુજનું નામ પડયું છે તેવા ભુજીયા કિલ્લાને જોઇ વાંઢાય મધ્યે આવેલા રામમંદિર- તથા લક્ષ્મીનારાયણ મંદિરોના દર્શનનો લાભ લઇ વિથોણ મધ્યે ખેતાબાપાના સ્થાનકે થઇ માતાના મઢ નારાયણ સરોવર, કોટેશ્વર, માંડવીના વિજયવિલા પેલેસ દરિયા કિનારે આવેલ આશાર માતાજી તથા માંડવી બીચ ઉપર થઇ કોડાય મધ્યે આવેલ ૭૨ જીનાલય, ભદ્રેશ્વર, વાંકીતીર્થ તેમજ અબડાસાની પંચતીર્થ ભુજ તાલુકામાં આવેલ રૃદ્રમાતા ડેમ, કોટાય શીવ મંદિર, કાળો ડુંગર, પચ્છમાઇ પીર, દાદા મેકરણનો ધુણો છે એવા લોડાઇ, હબાય, ધ્રંગ જેવા વિસ્તારોમાં ખાનગી વાહનો તથા છકડા વાટે પ્રવાસીઓની ભીડ જામે છે. વહેલી સવારથી સપરિવાર મિત્ર મંડળ સાથે નીકળી જતા પ્રવાસીઓમાં મોટાભાગના યાત્રાધામોમાં સ્થાનિક ટ્રસ્ટો દ્વારા રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
પૂર્વ કચ્છમાં આવેલ કંથકોટ ગામે કંથડનાથનું મંદિર તથા કિલ્લો રણકાંધીયે આવેલ એકલમાતા જ્યાં દુકાળના સમયમાં પણ પાણીનો ધરો ભરપુર રહે છે તેવા આ સ્થળે માથુ નમાવા યાત્રિકોની ભીડ જામે છે. અંજારમાં જેસલ તોરલની સમાધી ભુજ તાલુકામાં આવેલ હાજીપીર તથા માંડવીમાં આવેલા વોહરા હાજીરા અને મુન્દ્રામાં આવેલી શાહ બુખારીપીરની દરગાહ તેમજ લુણી અને તલવાણા મધ્યે આવેલ રૃકનશાપીરની દરગાહે વેકેશનમાં મુસ્લીમ બિરાદરો પણ અન્ય સમાજની સાથે સહેલગાહે આવે છે.
કચ્છ બહાર વસ્તા જૈનો, કડવા પાટીદારો દેશના અલગ અલગ પ્રાંતમાંથી વેકેશન દરમિયાન માદરેવતન આવે છે ત્યારે બજારની દુકાનો ઉપર પણ દિવાળીનો માહોલ સર્જાય છે.
કચ્છી બુટીક અને ભરતકામવાળા વસ્ત્રો માટે આહીર પટ્ટીના ગામો ઉપરાંત શહેરમાં આવેલી દુકાનો ઉપર મોટા પ્રમાણમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આમ વેકેશનના માહોલમાં જિલ્લાના મુખ્ય મથકો અને સ્થાનિક ગામડાઓમાં આવેલા સહેલાણીઓ તેમજ જિલ્લા બહાર વસતા કચ્છીઓના આગમનના કારણે ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. ગામના મંદિરો, દેરાસરો, દરગાહો ઉપર ભાવ-ભક્તિ-ઉપાસના-ઇબાદતો થતી જોવા મળે છે. જો પ્રવાસન ઉદ્યોગ આવા સ્થળોને વેગવંતુ બનાવે તો સોનામાં સુગંધ ભળી કહેવાશે.

 

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved