Last Update : 06-June-2011, Monday
 
રેન્ટ એકટમાં સુધારો ફકત કાગળ પરઃ ભૂકંપગ્રસ્ત ભાડુતોની અવદશા
 

ભુજ, તા. ૫
ભૂકંપને ૧૦ વર્ષ ઉપરનો સમય વિતી ગયો છે છતાં ભૂકંપગ્રસ્ત ભાડુતો પતરાંના હંગામી આવાસમાં ટાઢ, તાપ, વરસાદમાં યાતનાભર્યા દિવસો કાઢી રહ્યા છે. ભૂકંપગ્રસ્ત ભાડુતો માટે રેન્ટ એકટમાં સુધારો કરાયો પરંતુ તે સુધારો ફકત કાગળ ઉપર જ રહ્યો છે અને અમલી ન બનતાં ભાડુતોને કોઇ લાભ મળ્યો નથી આ અંગે રજૂઆત કરાઇ છે.
ભૂકંપના ૧૦ વર્ષ પછી પણ મકાન, પ્લોટ કે સહાય ન ફાળવાતા પતરાંના હંગામી આવાસમાં યાતનાભર્યા દિવસો કાઢતા ભાડૂતો
અંજારના સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે ભૂકંપને આજે દસ વર્ષ પરનો સમય વિતી ગયો હોવા છતાં ભૂકંપગ્રસ્ત ભાડુતોને મકાન સહાયના મુદ્દે આજ દિવસ સુધી કોઇપણ અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી ભૂકંપગ્રસ્ત ભાડુઆતો કઠોર જીવન વીતાવી રહ્યા છે.
ભૂકંપગ્રસ્ત ભાડુતોનું બોમ્બે રેન્ટ એકટની કલમ ૧૧-ખ મુજબ રેન્ટ એકટમાં સુધારો કરીને ભૂકંપગ્રસ્ત ભાડુતોનું રક્ષણ કરવામાં આવેલ છે. પરંતુ તે માત્ર કાગળ ઉપર જ છે. વાસ્તવમાં કાયદાનું પાલન ખુદ કલેકટરે કરેલ નથી, રેન્ટ એકટમાં થયેલ સુધારા મુજબ (૧૨) બાર માસમાં મકાન માલીકે મકાન બનાવી ભાડુતને સોંપવાની જોગવાઇ છે જો મકાન માલીક તેમ ન કરે તો કલેકટર એ તે જમીન પોતાના હસ્તક લઇ ભાડુતને કબ્જો સોંપવાની સત્તા આપવામાં આવેલ છે પરંતુ હજુ સુધી એક પણ કિસ્સામાં કલેકટરે મકાન માલીક પાસેથી કબ્જો લીધેલ નથી રેન્ટ એકટમાં સુધારો કરીને ભૂકંપગ્રસ્ત ભાડુતોને રક્ષણ આપ્યું છે તે અપુરતુ અને માત્ર નામનું જ છે.
ભાડુતો કે જે વર્ષોથી મકાન સાચવી બેઠા છે અને રહેવા લાયક પોતાના ખર્ચે બનાવેલ છે. મકાન માલીકોએ રંગપીછો કરવાની પણ તસ્દી લીધેલ નથી તેમ છતાં ભાડુતોને ગામની બહાર રીલોકેશન સાઇટ ઉપર પ્લોટ ફાળવવાનો જે નિર્ણય લીધેલ છે તે દુઃખદ છે. મુળ જગ્યા ઉપર ભાડુત હક્કો હોઇ, અંતિમ ખંડમાં તેવા હક્કો કાયમ રહે છે તેથી કાયદાની જોગવાઇથી ઉપરવટ જઇ કોઇ નિર્ણય લઇ શકાય નહીં મુળખંડ ઉપર ભાડુતનો હક્ક કાયદાથી રક્ષિત છે. રેન્ટ એકટના સુધારા પ્રમાણે મકાન માલિકનું જયાં અસ્તિત્વ ન હોય ત્યાં સરકારે નવું મકાન બનાવવા છેવટે ભાડુતને લોન આપવી જોઇએ અને તમામ ભાડુતોને પુનઃ સ્થાપન થવા પુરતી લોન સહાય આપવી જોઇએ. સરકાર ઉદ્યોગો માટે જો સરકારી જમીન ટોકન ભાવે આપી શકતી હોય તેવા અસરગ્રસ્ત ભાડુતોને અન્યાય શા માટે કરે છે? સરકારનો નિર્ણય અસરકારક હોવો જોઇએ જેથી વાસ્તવિક ન્યાય મળી શકે તેવી રજૂઆત કરાઇ છે.

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved