Last Update : 06-June-2011, Monday
 
નડિયાદના ઇન્દિરાનગર અને જવાહરનગરમાં પારાવાર ગંદકી
 

નડિયાદ, તા.પ
નડિયાદ નગર પાલિકા ધ્વારા શહેરમાં એક તરફ દબાણો હટાવાની વાતો કરવામાં આવે છે.તો બીજી બાજુ શહેરના પશ્ચિમ વિસ્તાર અને જવારનગર વિસ્તારમાં દબાણો અને બેસુમાર ગંદકીથી રહીશો ત્રાસી ઉઠયા છે. પશ્ચિમ વિસ્તારના ઇન્દિરાનગર ની સોસાયટીઓની આસપાસ માથાભારે તત્વોએ દબાણો કર્યો છે. આ ઉપરાંત જાહેરમાં મરઘી અને મચ્છી કાપવામા આવતી હોવાથી લોકોની લાગણી દુભાય છે.રસ્તાની આસપાસ કાચા ઝુપડા બાંધીને રહેતા કેટલાક તત્વો ધ્વારા રસ્તા ઓ પર ગંદુ પાણી ઢોળીને ગંદકી ફેલાવવામાં આવી રહી છે. કોર્ટ પાસે આવેલ જવાહરનગર વિસ્તારમાં પણ દબાણો અને ગંદકી સમસ્યાએ માઝા મૂકી છે. આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સ્થાનિકો ધ્વારા પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજુઆતો કરવા છતાં તેનું પરિણામ શુન્ય રહેવા પામ્યું છે.
માથાભારે તત્વો દ્વારા દબાણો ખડકાયા
નડિયાદના પશ્ચિમ વીસ્તારમાં હોસ્પિટલ ,માતૃછાયા આશ્રમ, લોયલા ટ્રેનીંગ ઈન્સ્ટયુટ તથા તેની આસપાસ અનેક સોસાયટી આવેલી છે. આવિસ્તારમાં જાહેર રસ્તાની આસપાસ અડચણ રૃપ બને એ રીતે દબાણનો કરવામાં આપ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. માર્ગની આસપાસ ઝુપડપટ્ટી ઉભી કરવામાં આવી છે. જે અનઅધિકૃત છે. આ જગ્યાએ કેટલાક તત્વો ધ્વારા મરઘી અને મચ્છી નો બેરોકટોક રીતે ધંધો કરવામાં આવે છે. પરિણામે લોકોની લાગણી દુભાય છે. જાહેરમાં નાહવા-ધોવાનું પાણી ઢોળવામાં આવે છે. આમા કારણોસર આસપાસના વિસ્તારના પ્રદુષિત હવા ફેલાતી રહેછે. જેના કારણે મચ્છોરોનો ત્રાસ વધતા જીવલેણ રોગચાડો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક લોકોમાં વર્તાય છે.
દબાણકર્તાઓ અને ગંદકી ફેલાાવનાર તત્વોને ટકોર કરવામાં આવે તો તેઓ ગાળો બોલી મારમરી કરવા પર ઉતરી આવે છે. ગંદકી અને દબાણોની આવીજ સમસ્યા કોર્ટ રોડ પાસે આવેલ જવાહારનગરથી હાઉસિંગ બોર્ડ જવાના રસ્તા પર જોવા મળેછે. સંતઅન્ના ચોકડી આસપાસ અને ત્યાંથી જવાહર ચોકડી તરફ જવાના માર્ગની આસપાસ બાળકો તેમજ અન્ય કેટલાક લોકો ધ્વારા મળમૂત્ર કરવામાં આવે છે.આના કારણે રસ્તા પરથી પસાર થનાર લોકોને તેમજ સ્થાનિક રહીશોને દુર્ગંધ સહન કરવી પડે છે. આ વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવતી નહોવાનું લોકો જણાવે છે. ઉનાળાની ગરમીમાં આ સ્થીતિ રોગચાળો નોતરે એવી ભીતી છે. જવાહરનગરથી હાઉસિંગ બોર્ડ અને મોડાસાના ફાટક સુધી લારી- ગલ્લા મુકી દબાણો કરવામાં આવે છે. ઝુલેલાલ મંદિરની આસપાસના માર્ગો પરતો દુકાનોની બહારજ લારી- ગલ્લા મુકાયા છે. પરીણાને રસ્તા સાંકડા બન્યાં છે. શહેરી જનોના જણાવ્યા મુજબ પશ્ચિમ વિસ્તાર ઈન્દિરાનગર અને જવાહરનગર વિસ્તારમાં આડેધડ દબાણોના કારણે રાહતદારીઓ અને વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરોકત વિસ્તારોમાંથી દબાણો અને ગંદકીની સમસ્યાના વિરિત ઉકેલ માટે પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. આમ છતાં કોઈ અસરકારક કાર્યવાહી નકરતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. આઅંગે સત્વેર પગલા ભરવાની માંગ કરવામાંઆઓવી છે.
સફાઈકામ બાદ દબાણો દૂર કરાશે ઃ પાલિકા પ્રમુખ
ચોમાસાનીઋતુ હવે શરૃ થવાની તૈયારીઓ છે. તેથી અત્યારે પાલિકા ધ્વારા પ્રિ-મોન્સૂનનું કામ ચાલી રહ્યું છે.તેવું પાલિકા પ્રમુખ સંજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું પાલિકાના કર્મચારીઓ અત્યારે આ કામગીરીમાં વ્યસ્ત છે. હાલમાં કાસ સફાઈકામગીરી ચાલી રહી છે. પૂર્ણ થયા બાદ દબાણો દુર કરવાની કામગીરી શરૃ કરવામાં આવશે.

 

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved