Last Update : 06-June-2011, Monday
 
નડિયાદમાં લોનની લાલચે રૃપિયા ખંખેરતી મહિલા
 

નડિયાદ,તા.૫
નડિયાદમાં બે મહિનામાં છેતરપીંડીનો બીજો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એક મહિલા ઇસમે આશરે નવેક જેટલી મહિલાઓને સબસીડી આપવાનાં બાને રૃપિયા ખંખેરી લીઘા હતા.નડિયાદ પશ્ચિમ પોલીસે છેતરપીંડી ના આ બનાવની નોંઘ લઇ કાર્યવાહી આગળ વઘાર્યા નાં સંકેત આપ્યા છે.
ગઇકાલે રાતના સુમારે છેતરપીડીંનો એક બનાવ નડિયાદ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે.પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર નડિયાદ નાં વલ્લભનગર માં દિલીપબોસ નાં મકાનમાં કેટલાક સમયથી ભાવનાબેન મનુભાઇ પ્રજાપતિ ભાડેથી રહેતાં હતા.ભાવનાબેનનાં લગ્ન અનવરભાઇ મહીડા સાથે થયા હતા.પરંતુ તેમના વચ્ચે કોઇ અણબનાવ બનવાથી અનવરભાઇ તેમને છોડી ને ચાલ્યા ગયા હતા.ભાવનાબેન પોતાનું ગુજરાત ચલાવવા માટે લોકોને ફોઇનાન્સ માંથી લોન અપાવવાની લાલચ આપી ૪૦૦૦ રૃ ઉધરાવતી હતી.અને તેની આ લાલચમાં આવી જતાં કેટલાક લોકોએ તેના માંગ્યા મુજબ રકમ પેઠે રૃ.૪૦૦૦ આપ્યા પણ હતા.પરંતુ આ આપેલી રકમનો કોઇ નિર્ણય ન આવતાં તેનો ભોગ બનેલી એક મહિલા હંસાબેન ચતુરભાઇ દાતણીયા (વાઘરી ર.હે દિનશા નગર, નડિયાદ) એ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને ભાવનાબેન વિરૃધ્ધ વિશ્ચવાસઘાત કરી નવ મહિલા પાસેથી મળી અને કુલ રૃ.૩૬૦૦૦ ખખેરી જવાની નોંઘ લઇ પીએસઆઇ બી.કે રબારી એ વઘુ તપાસ આગળ વઘારી છે. પોલીસે આશંકા વ્યકત કરી છે કે છેતરીપીડીં માં ભોગ બનેલા લોકોની સંખ્યામાં વઘારો થઇ શકે છે.
નડિયાદ માં બનેલા છેતરપીડીં ના બનાવ ની તપાસકર્તા નડિયાદ પશ્ચિમ વિભાગના પીએસઆઇ બી.કે રબારી સાથે ટેલીફોનિક સંપર્ક કરાયો હતો.જેમાં તેમના જણાવ્યા મુજબ આ બનાવની તપાસ હાલ કોણકરી રહ્યું છે તેનું નામ યાદ નથી .પરંતુ,ત્યારબાદ તેમના જણાવ્યા મુજબ આ બનાવની તપાસ ઝલક ચોકીના જમાદાર અયુબભાઇ કરે છે.પોલીસના ઉચ્ચ અધીકારીએા ધ્વારા ગુનાની ગંભીરતા જાણવા છતા તપાસકર્તા અઘિકારી ના આવા જવાબથી પ્રજાજનો માં ચર્ચા વ્યાપી ગઇ હતી.પોલીસ ખરેખર પ્રજાનાં રક્ષક છે? પોલીસ પ્રજાના મિત્ર છે? જેવા અનેક પ્રશ્ચના પ્રજાજનો માં ઉદભવ્યા હતા.
પીએસઆઇ રબારી ના જણાવ્યા મુજબ ઝલક પોલીસ ચોકીના જમાદાર અયુબભાઇ સાથે ટેલીફોનીક સંપર્ક માં તેમણે જણાવ્યું હતું કે આવી કોઇ તપાસ મારા હાથમાં નથી તથા પીએસઆઇ રબારી ખોટું બોલી રહ્યા છે.

છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાઓ
નડિયાદ શહેરમાં બનેલા છેતરપીંડી ના બનેલ બનાવમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અત્યારસુધી માં ૧ - હંસાબેન ચતુરભાઇ દાતણીયા ૨- સુઘાબેન શનાભાઇ તળપદા ૩- તખીબેન નટ્ટભાઇ તળપદા ૪- નંદાબેન માળજીભાઇ મહીડા ૫- સલુબેન રમણભાઇ તળપદા ૬- કસ્તુરીબેન માળજીભાઇ વજીયારા ૭- રંજનબેન ભરતભાઇ દાંતણીયા ૮-ગીતા બેન પ્રભાતભાઇ તળપદા ૯- ભાવનાબેન વિજયભાઇ દાંતણીયા વિશ્વાસઘાત થયો છે.વધુમાં જણાવતાં તેમણે આશંકા વ્યકત કરતાં કહ્યું હતું કે હજુ આ બનાવમાં વધુ નામ ખુલે તેવી શક્યાતા છે.

 

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved