Last Update : 06-June-2011, Monday
 
ખોટા સોગંદનામા ને દસ્તાવેજોથી લાખોની જમીન પચાવી પાડી
 

મહેમદાવાદ તાલુકાના રૃદણ ગામે

નડિયાદ,તા.૫
મહેમદાવાદ પંથકના રૃદણમાં જમીનના ખોટા સોંગદનામા કરી તથા ખોટા દસ્તાવેજો ઉભા કરી ૨૮ઈસમો ધ્વારા છેતરપીંડી આચરવામા આવી હતી. આ બનાવમાં જમીનની અદાજીત કિમત ૩૪,૫૨,૦૦૦ હોવાનું ખુલ્યું હતું.આ બનાવની જાણ મહેમદાવાદ પોલીસ મથકે થતા પોલીસે બનાવની ફરીયાદ નોંધી ૨૮ ઇસમો ની વિરૃધ્ધ કાયદાકીય કાર્યવાહી હાથઘરી છે.
મહેમદાવાદ પંથકના રૃદણમાં આવેલ સર્વે નં.૧૩૯૨ ની જમીન તથા સાબીરમીયા અહેમદમીયા ની જમીન ના ખોટા સોગદનામા કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી લાખ્ખોની છેતરપીંડી કરવામાં આવી હતી.આ બનાવમાં રૃદણમાં રહેતા ૨૭ ઇસમો તથા અકલાચામાં રહેતા એક ઇસમ ઘ્વારા આ ગુનાહિત કાવતરૃ રચવામાં આવ્યું હોવાની માહિતી પોલીસ સુત્રો એ આપી હતી.જેમાં અમદાવાદના ઘોડાસરમાં રહેતા ગુણવંતરાઇ સીતારામ બ્રહ્મભટ્ટ જેઓને મહીજ ગામમાં રહેતા લાલભાઈ રબારી તથા કાલમીયાં ઉર્ફે મુસ્તાક મલેકના સંપર્કમાં આવ્યા હતાં. આ બંન્ને જમીનની દલાલીનું કામકાજ કરતાં હોવાનું ગુણંવતરાયે પોલીસ સુત્રોને જણાવ્યું હતું. તથા રૃદણ ગામમાં રહેતા હસમુખભાઈ રમણભાઈ પંડયા તથા ઈરશાદમીયાં ઐયુબમીયાં મલેક તથા બીજી ર૪ ઈસમોને ભેગા કરી જમીનના સાચા માલીક ન હોવા છતાં ખોટા સોગંદનામા કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીનોને જીવીત ખેતી કરવા વેચાણ આપવાનો ગંભીર ગુનો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ગુણવંતરાય તથા દિપકભાઈ ગાંધર્વના મળી કુલ ૩૪,પર,૦૦૦ જેવી મસમોટી રકમ આપી છેતરાયા હતાં. ઉપરોકત બનાવમાં ગઈ તારીખ ર૧-ર-ર૦૧૧ ના રોજ અબ્દુલરહેમાન કરીમભાઈ નાવલીવાલાને અઘાટ વેચાણનો બાનાખત કરાર કરી આપ્યો હોવાની વિગત પોલીસ સુત્રોએ જણાવી હતી. જેમાં ખોટી સહી તથા ખોટા સોગંદનામા થયા હોવાનું ખુલ્યંુ હતું. તથા અબ્દુલરસીદ ઉસ્માનમીયઠાં મલેકે સાબીરમીયાં અહેમદમીયાંની જમીનમાં ખોટી સહી કરી બાનાચીઠ્ઠી કરી આપી હતી. જયારે કમરૃમિયાં નામના ઈસમે નવરંગખાં સીતારખાં પઠાણની સહી કરી સર્વેને. ૧૩૯ર ની બાનાચિઠ્ઠી કરી આપી હતી.
આ બનાવમાં પોલીસ છેતરાયાની જાણ થતાં ગુણવંતરાય બ્રહ્મભટ્ટે ગઈકાલે રાતના સુમારે બનાવની જાણ મહેમદાવાદ પોલીસ મથકે કરતાં પોલીસે બનાવની ફરિયાદ નોંધી ર૮ ઈસમો વિરૃધ્ધ ગુનાહિત કાવતરૃ તથા છેતરિપંડીનો ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરીછે.

જમીન પચાવનાર શખ્સોની યાદી
નડિયાદ,તા.પ
મહેમદાવાદના રૃદણમાં રહેતાં હસમુખભાઈ રમણભાઈ પંડયા, ઈરશાદમીયાં ઐયુબમીયાં મલેક, સલીમમીયાં ઉસ્માન ખોખર, નજીઅહેમા ગુલામનબી, ગુલામહુસૈન રસુલમીયાં, ગુલાબમીયાં ઉસ્માનમીયા ખોખર, માસુમીયાં ખુરમામીયાં મલેક, ઐયુરભાઈ અહેમદમીયાં મલેક, મયુખ્ખીન કાસમમીયાં ખોખર, મુસ્તુફા બાઉદ્દીન મલેક, મૈયુદ્દીન, જાબીર, હુસૈન અલ્લાસમીયાં પઠાણ, રફીકમીયાં કાલુમીયા અમનમીયાં મલેક, અનવહુસૈન ગુલામહુસૈન ખોખર,શારદાબેન શાંન્તીલાલની વિધવા, બાલુમિયાં કુરૈશી, નસીમબીબી કાલુમીયાં કુરૈશી, રસીકભાઈ સોલંકી, સદરૃમીયાં ઉમરાવમીયાં, અબ્દુલરસીદ ઉસ્માનમીયાં મલેક, શફીમીયાં ઉસ્માનમીયાં મલક, કમરૃમિયાં મલેક, જાકીખાં પઠાણ, ઉમરાવખાન કાયમખાન પઠાણ, લાલભાઈ રબારી, તથા કાલુમીયાં ઉર્ફે મુસ્તાકમીયાં મલેક વિરૃધ્ધ ગુનો નોંધી કાયદીય કાર્યવાહી હાથધરી છે.

 

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved