Last Update : 06-June-2011, Monday
 
વડોદરા શહેર- જિલ્લામાં ૫૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું
 
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
શનિવારની સાંજની જેમ રવિવારની સાંજે પણ વડોદરામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકી પડયો હતો. ૫૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વાવાજોડાએ તોતિંગ વૃક્ષોનો સોથ વાળી નાખ્યો હતો. ઠેરઠેર મોટા હોર્ડિંગ્ઝ પણ ધરાશાયી થઇ ગયા હતા. જીઇબીના વાયરો ઠેકઠેકાણે તુટી પડતાં આશરે બે કલાક સુધી વીજળી ગુલ થઇ ગઇ હતી. આશરે પોણો કલાક સુધી વરસાદ સાથે વાવાઝોડાએ તાંડવ મચાવ્યુ હતું. વડોદરા જિલ્લાના કવાંટ, પાદરા, ડભોઇ વગેરે સ્થળે વાવાઝોડા અને વરસાદે જનજીવન ખોરવી નાખ્યું હતું.
વૃક્ષો, હોર્ડિંગ્ઝ, વીજવાયરો તૂટી પડયા ઃ છાપરાં હવામાં ફંગોળાયા
દિવસભર ફૂંકાયેલા પશ્ચિમના પવનોએ શહેર-જિલ્લામાં ઉભા કરેલા હલકા દબાણને કારણે સાંજે ગાજવીજ અને તોફાની બવન સાથે વરસાદ તૂટી પડયો હતો. અને લોકોના રિવિવારની સાંજની મઝા બગાડી મૂકી હતી.
હવામાનના સૂત્રોનાં જણાવ્યા મુજબ રવિવારે દિવસ દરમિયાન ગરમીનો પારો ૪૧ ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો. જો કે લઘુત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો નોંધાયો હતો. ગરમીમાં થયેલાં વધારા માટે પશ્ચિમ દિશાનાં ખાંડીય પવનો જવાબદાર હતા.
પવનની ગતિ પણ વધુ રહેતાં દિવસે ખરીદી કરવા નીકળેલા લોકોને તીખા તડકાનો સામનો કરવો પડયો હતો. પણ સાંજ પડતાં પવનની ગતિ વધી જતાં તેણે વાવાઝોડા સ્વરૃપ ધારણ કર્યું હતું. ઠેરઠેર વૃક્ષો ધરાશયી થઇ ગયાં હતાં. હોર્ડિંગો તૂટી પડયાં હતાં. ઝુપડાંઓનાં અને મકાનોનાં છાપરાં હવામાં ફંગોળાયા હતાં.
વાવાઝોડાં પછી તુટી પડેલાં વરસાદને કારણે ઠેરઠેર ખોબોચીયા ભરાઇ ગયાં હતાં. સેવાસદને અનેક સ્થળે ખોદેલા ખાડાઓ બેસી જતાં અનેક વાહન ચાલકો ફસાયા હતાં.
વરસાદનાં આગમન માટે હવામાં વધેલો ભેજ કારણભૂત હતો. ગઇકાલે સાંજે પડેલાં વરસાદની અસર રૃપે રવિવારે સવારે ભેજનું પ્રમાણ વધીને ૩૫ ટકા જેટલું થઇ ગયુ હતુ. પરંતુ સાંજે હવામાં ભેજનું પ્રમાણ ૯૫ ટકા જેટલું વધી જતાં વરસાદન આવવાનું કારણ મળી ગયું હતું.
જો કે આખો દિવસ પવનની સરાસરી દિશા પશ્ચિમ જળવાઇ રહી હતી. જમીન પર હવાનું દબાણ ઘટાડવામાં તે પવન પણ જવાબદાર હતો. વળી તેની ગતિ પણ વધુ રહેતાં વાદળોની શહેર તરફ મુસાફરી પણ ઝડપી રહી હતી.
હવામાનના સૂત્રોનાં જણાવ્યા મુજબ આજે સાંજે પડેલો વરસાદ લગભગ અડધા ઇંચ જેટલો ૧૫ મિટમિ. નોંધાયો હતો. જિલ્લા કંટ્રોલના જણાવ્યા મુજબ શહેરમાં ૧૮ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.
હવામાનનાં સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ ઉષ્ણતામાન ૪૦.૮ં સે (૧૦૫.૪ં ફે) અને લઘુત્તમ તાપમાન ૨૬.૪ં સે (૭૯.૫ં ફે) નોંધાયું હતું. હવામાં ભેજ સવારે ૭૫ અને સાંજે ૯૫ ટકા જેટલો ટકી રહ્યો હતો. હવાનું દબાણ ૯૯૬.૮ં મિલિબાર્સ નોંધાયું હતું. પશ્ચિમ દિશામાંથી પવનો કલાકના ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયા હતા. એક તબક્કે પવનની ગતિ કલાકના ૫૦ કિ.મી.ની પણ નોંધાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved