Last Update : 06-June-2011, Monday
 
અમદાવાદના બુલેગર સહિત વધુ બે આરોપીની ધરપકડ
 
રૃા.૮૬લાખના સોનાની લૂંટમાં

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
અમદાવાદના માણેકચોક વિસ્તારની સોના - ચાંદીના દાગીનાની પેઢીનાં બે કર્મચારીઓને ઈન્ડિકા કારમાં ઉઠાવી જઈ પોલીસનો દમ મારી રૃા.૮૬ લાખ કિંમતની સોનાની લગડીઓ ઉઠાવી જનાર અમદાવાદના બુટલેગર સહિત બે વ્યક્તિની એલસીબી પોલીસે ધરપકડ કરી કોર્ટમાંથી દશ દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા.
રાજુ અને નિલેશ બંને નકલી પોલીસ બની બસમાં ચઢ્યા હતા ઃ કુલ સાત ઝડપાયા
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની આર.સી. સીલ્વર નામની સોના - ચાંદીની પેઢીના બે કર્મચારીઓ કલ્પેશ છનાલાલ પટેલ અને અમરત મગનભાઈ પરમાર સોનાની લગડીઓની ડિલીવરી આપવા માટે અમદાવાદથી મહારાષ્ટ્રના ધુલીયા ખાતે એસ.ટી. બસમાં જતા હતા. દરમિયાન વરણામા નજીક નેશનલ હાઈવે પરની મનાવર હોટલનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી બસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચનાં માણસો છે તેમ કહી કલ્પેશ અને અમરત બંનેને નકલી પોલીસ ઈન્ડિકા કારમાં ઉઠાવી જઈ મહમદાવાદ હલદરવાસ ચોકડી પાસે રૃા.૮૬ લાખ કિંમતની સોનાની ચાર લગડી લૂંટીને નકલી પોલીસની ટોળકી ભાગી ગઈ હતી. આ બનાવની ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાતા એલસીબી પીઆઈ જે.એન. પંચાલે તપાસ હાથ ધરી ચીરાગ જયંતિભાઈ ધંધુકીયા, પારીતોષ ઉર્ફે શોભુ સોમાભાઈ પટેલ, ભરત કિશોર પટેલ, જતીન ઘનશ્યામ મિસ્ત્રી અને શિવકુમાર નારાયણપ્રસાદ તિવારીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રાજેન્દ્રપાર્ક ખાતે છનાજી ગુલાજી ચાલીમાં રહેતા રાજુ છગનભાઈ ઠાકોર અને અમદાવાદના રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે રહેતા નિલેશ પ્રવીણભાઈ માળીનાં નામો ખુલ્યા હતા. રાજુ અમદાવાદનાં ઓઢવ વિસ્તારનો બુટલેગર છે અને પોલીસના હાથે અવારનવાર ઝડપાયો હતો. તેની તા.૨૫નાં રોજ પાસા હેઠળ ધરપકડ કરી ગોધરા જેલમાં મોકલવામાં આવ્યો હતો જેથી પોલીસે તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. જ્યારે નિલેશને દુમાડ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. રાજુ અને નિલેશ બંને ઈન્ડિકા કારમાં બેસી એસ.ટી. બસનો પીછો કરતાં હતા. રસ્તામાંથી પારિતોષને કારમાં લીધો હતો જ્યારે રાજુ અને નિલેશ બંને ક્રાઈમબ્રાંચના માણસો છે તેમ જણાવી બસમાં ચઢ્યા હતા. પોલીસે આજે બંનેને કોર્ટમાં રજુ કરી દશ દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. આ સાથે આ ગુનામાં કુલ સાત વ્યક્તિની ધરપકડ થઈ છે.
Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved