Last Update : 06-June-2011, Monday
 
વાવાઝોડા અને વરસાદનાં તાંડવમાં પાંચનાં કરૃણ મોત
 
વડોદરા જિલ્લામાં વાવાઝોડાએ તબાહી મચાવી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
વડોદરા શહેર - જિલ્લામાં રવિવારની સાંજે ભારે વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકી પડયો હતો. વડોદરામાં ૫૦ કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યુ હતું. વરસાદને પગલે જિલ્લામાં વીજળી પડવાથી ચારનાં અને વાવાઝોડાથી દીવાલ પડતાં એકનું એમ કુલ પાંચનો ભોગ લેવાયો હતો. ક્વાંટ, ડભોઈ અને કરજણ તાલુકામાં વીજળી પડવાના બનાવમાં આઠ વ્યક્તિ દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વીજળી પડતાં ચારના અને દીવાલ પડતાં એકનું મોત ઃ વીજળી પડતા આઠ દાઝ્યાં
પ્રાપ્ત માહિતી મુજબ ક્વાંટ તાલુકાના ડુંગર ગામમાં કુવાનું ખોદકામ ચાલતું હતું. દરમિયાન સાંજે સાડા પાંચ વાગે અચાનક તોફાની પવન અને વરસાદની સાથે વિજળી ત્રાટકતાં ધામના ફળિયામાં રહેતાં જગલા ફેદરાભાઈ રાઠવા (ઉ.વ. ૪૨) અને ગંગુભાઈ વરજુભાઈ રાઠવા (ઉ.વ. ૩૨)નાં મોત નિપજ્યા હતા. જ્યારે રસુભાઈ છગનભાઈ રાઠવા (ઉ.વ. ૫૫), ચંદરસિંગ મનસીંગ રાઠવા (ઉ.વ. ૨૯), વરસન વરજુભાઈ રાઠવા (ઉ.વ. ૩૨) વિક્રમ વેસતાભાઈ રાઠવા (ઉ.વ. ૨૮) અને મનુભાઈ વણકરભાઈ રાઠવા (ઉ.વ. ૫૫) દાઝી જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડભોઈ તાલુકાનાં અંબાવ ગામે વિજળી પડતાં ઘરનાં આંગણે બેસેલી મહિલા મીરા મલસીંગ મેમા (ઉ.વ. ૨૨) નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગરજુ નેવા ભીલ તથા મંજુલા રાયસીંગ મેમાને ગંભીર ઈજા હોવાનું જાણવા મળે છે અને બન્ને પ્રમુખસ્વામી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
આ પરિવારનાં ત્રણ સભ્યો જેમના પર વિજળી ત્રાટકી હતી તેઓ મુળ મધ્યપ્રદેશનાં રહેવાસી છે. મજુરીકામ માટે આવ્યા હતા અને કલ્પેશ કન્સ્ટ્રકશનની નર્મદા યોજનામાં કામ કરતો હતો.
સરુપુર ટીંબી ગામે નવીનગરીમાં ઝુપડામાં રહેતા ગરીબ કુટુંબ ઉપર વીજળીરૃપી આભ તૂટતા ફોગત ભૈયલાલ વસાવા (ઉ.વ. ૬૦) નું કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. જ્યારે ગાય ઉપર વીજળી પડતા ગાયનું પણ મૃત્યુ થયું હતું. કુટુંબના અન્ય સભ્યો લીલાબેન સુરેશભાઈ (ઉ.વ. ૨૫)ને ગંભીર હાલતમાં પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વડોદરાના પૂર્વપટ્ટી વિસ્તારમાં તોફાની પવનનાં કારણે અનેક કાચા મકાનોના છાપરાં ઉડયા હતાં તેમજ કાચી દિવાલો પણ પડી હોવાનાં બનાવો બન્યા હતા. તાલુકાના હમીરપુરા ગામે ઘરની બહાર બે બાળકો રમતાં હતાં. દરમિયાન પ્રચંડ પવનનાં કારણે નજીકના મકાનની દિવાલ અચાનક તુટી પડતાં પાંચ વર્ષનાં લાલુ નરેશભાઈ રાઠવા દબાઈ જતાં તેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેનાં ઘરે લીમડી ગામેથી મહેમાન તરીકે આવેલા મેહુલ જબરભાઈ રાઠવાને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved