.
Last Update : 06-June-2011, Monday
 
પાદરી (ગો) ગામે અદાવતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ ખેલાયુ
 

ભાવનગર, રવિવાર
તળાજા તાલુકાના પાદરી (ગો) ગામે જુની અદાવતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થવા પામી હતી. અગાઉ થયેલ મારામારી અને મર્ડરની દાઝ રાખી હથીયારોની બાંકાઝીક બોલતા સામ-સામે ઇજા પહોંચવા પામી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલાઇઝ કરાયા બાદ અલંગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવા પામી હતી.
અગાઉ થયેલ મર્ડર, મારામારી અને છેડતીના મામલે બંને જૂથ આમને-સામને આવ્યા ઃ ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા
બનાવ સંદર્ભે અલંગ પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના પાદરી (ગો) ગામે રહેતા નરેન્દ્રસિંહ દાનુભા ગોહિલ (ઉ.વ.૩૫) એ આજ ગામના ભરતસિંહ ગુલાબસિંહ, પિરમસિંહ, રાજભા, બાબભા ગુલાબસિંહ, ભીમસિંહ, જસુભા ગુલાબસિંહ, જસુભાના બે દિકરા સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેના બાપુજી સાથે ઉક્ત શખ્સોને આઠ વર્ષ પહેલા મારામારી થયેલ તે બાબતની અદાવત રાખી ગત રાત્રીના ૭-૩૦ કલાકનાં સુમારે ગેરકાયદે મંડળી રચી, જીવલેણ હથીયાર ધારણ કરી તેને અને અન્ય સાહેદોને માર મારી ઇજા પહોંચાડી હતી.
જ્યારે સામા પક્ષે રાજુભાઇ ભરતસિંહ ગોહિલ (ઉ.વ.૨૨) રે. પાદરી (ગો) એ નરેશસિંહ દાનુભા, પ્રવિણસિંહ દાનુભા, સુરેશસિંહ દાનુભા, ભાવસિંહ દાનુભા સામે ફરીયાદ નોંધાવી હતી કે, નરેશસિંહએ તેના મોટાબાપુની દિકરીઓની ઠઠા મશ્કરી કરતા અને તેણે તેને મોટા બાપુના દિકરાનું અગાઉ મર્ડર કરેલ હોય તેને તેઓ અને અન્ય સાહેદો ઠપકો આપવા જતા ઉક્ત તમામ શખ્સોએ એકસંપ કરી ઉશ્કેરાઇ કુહાડી, તલવાર, છરી, લાકડી જેવા હથીયાર ધારણ કરી જાનથી મારી નાખવા હુમલો કરી તેને તેમજ સાહેદોને જીવલેણ ઇજા કરી નાસી છૂટયા હતાં. ઇજાગ્રસ્ત તમામને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતાં. ઉક્ત બનાવના પગલે પોલીસે આઇ.પી.સી. ૩૦૭, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તેમજ ૧૩૫ તળે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 
 
Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved