Last Update : 06-June-2011, Monday
 
શહેરના હવામાનમાં અચાનક પલટો સાંજે મીની વાવાઝોડું ફુંકાયું...
 
 

ભાવનગર, રવિવાર
ભાવનગર શહેરમાં સાંજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને મીની વાવાઝોડું ફૂંકાયું હતું. ધૂળની ડમરી સાથેના વાવાઝોડાએ અફડા તફડી મચાવી હતી. શહેરમાં ૩ સ્થળે ઝાડ પડવાના અને બે સ્થળે જીવતા વીજવાયર પડવાના બનાવો બન્યા હતા. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. એક કલાક વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.
ત્રણ સ્થળે ઝાડ પડી ગયા ઃ બે સ્થળે વીજવાયર તૂટયા સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહિ ઃ ભારે અફડાતફડી
શહેરમાં દિવસભરના ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજે ૪ વાગે વાતાવરણમાં પલટો આવ્યો હતો. પ્રારંભમાં તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ચડી હતી અને જોતજોતામાં મીની વાવાઝોડું ફેંકાતા વોર્ડના હોડીંઝ, પતરા વગેરે ઉડયા હતા. રસ્તા ઉપરના રાહદારીઓ ફસાયા હતા અને તીવ્ર પવન ફૂંકાયાનું શરૃ થયું હતું. ૪૫ મિનિટ સુધી ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
શહેરના સરદારનગર શિવમ સોસાયટીમાં જીવતો વીજવાયર તૂટતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ અંગે લોકોએ આ વિસ્તારના જવાબદાર અધિકારીને ફોન કરતા તેણે એવું બાફયું હતું કે, ઉપરની ઓફિસ મંજૂરી આપે તો જ વીજવાયર બંધ કરી શકાય. તેમના આ વિધાનથી લોકોમાં જી.ઈ.બી.ના અણધડ નિયમ સામે ભારે રોષની લાગણી જન્મી હતી. કોઈ સ્થળે વીજવાયર પડે અને જાનહાનિ થાય તો વીજ કંપનીની જવાબદારી ફિક્સ થાય છે. આવા સંજોગોમાં મંજૂરી લેવાની પ્રક્રિયા લાંબી થઈ પડે અને લોકોની જિંદગીને ખતરો ઉભો થાય. વીજ કંપનીમાં આવા નિયમો હોય તો હવે તેને દફનાવી દેવા જોઈએ. લોકો અને પશુઓ મોતના મુખમાં ધકેલાય તો પણ નફફટ, રેઢિયાળ, કામચોર તંત્રના પેટનું પાણી ન હલે તો કેવું ? છાશવારે જ્યોતિગ્રામના બણગા ફૂંકતા ઉર્જાપ્રધાન સૌરભ દલાલે પહેલા નિયમ બદલવાની જરૃર છે અને જો આવા કોઈ નિયમ કોઈ અધિકારી પોતાનો ઘરનો ચલાવતો હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાંથી માંગ ઉઠી હતી. બંદર પાસે પણ જીવતો વીજવાયર પડયો હતો અને કલાકો સુધી લોકો ભયભીત રહ્યા હતા.
શહેરમાં મીની વાવાઝોડાથી ક્રેસન્ટ પાસે, વાઘાવાડી રોડ ઉપર તથા રૃપાણી, સરદારનગર ખાતે ઝાડ પડી ગયા હતા. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. મીની વાવાઝોડામાં વીજકંપનીની પોલ ખુલી ગઈ હતી. જૂના જર્જરિત વાયરો બદલાવવામાં આવતા નથી. પેધી ગયેલા અધિકારીઓ સામે કડક પગલા લેવાની તીવ્ર માંગ લોકોમાંથી કરવામાં આવી હતી. ઉનાળામાં છાશવારે રીપેરીંગના બહાને સાત આઠ કલાકનો વીજકાપ લોકો ઉપર નાખ્યા પછી વાયર કેમ તૂટી જાય છે ? માત્ર કાગળ ઉપર જ કામ કરવામાં આવે છે. સૌરભ દલાલ હસ્તકના આ ખાતામાં લોલમલોલ વહિવટ ચાલતો હોવાની ફરિયાદો ઉઠી હતી.

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved