Last Update : 06-June-2011, Monday
 
એસ.ટી.ની ૩૪ બસો દોડાવાશે ઃ વહીવટી તંત્ર સજ્જ ઃ દવાખાના ૨૪ કલાક કાર્યકત રહેશે
 

ધંધુકાના ભડીયાદ (પીર)ના ઉર્ષ માટે

ધંધુકા, તા.૫
ધંધુકા તાલુકાના હજરત શહીદ પીર મહેમુદ શાહ બાખાસનુ ઉર્ષ (મેળો) આગામી તા.૯ થી ૧૨ સુધી યોજાનાર છે વહીવટી તંત્ર ઉર્ષ કમીટી, અને ભડીયાદ ગ્રામ પંચાયત દ્વારા તડામાર તૈયારીઓ શરૃ કરવામાં આવી છે.
આગામી તા.૯ થી ૧૨ જૂન સુધી યોજાનાર ઉર્ષમાં તમામ વ્યવસ્થા સાચવવા પ્રાન્ત અધિકારીની તાકીદ
વર્ષો વર્ષ ઉજવાતા કોમી એક્તા આસ્તાના પ્રતિક ભડીયાદ ખાતેના હજરત શહીદ પીર મહેમુદ શાહ બુખારીની દરગાહના ઉર્ષની ઉજવણીનો ધમધમાટ શરૃ થયોછે. ગુજરાતભરમાંથી પાંચ લાખ શ્રધ્ધાળુઓ પગપાળા અને વાહન માર્ગે પીરના દર્શનાર્થે આવે છે અને બાધાઓ પુરી કરે છે.
વિશાળ જનમેદનીની વ્યવસ્થાને પહોંચી વળવા ધંધુકા પ્રાન્ત અધિકારી પ્રજાપતિના વડપણ હેઠળ ધંધુકા વી.આઇ.પી. રેસ્ટ હાઉસ ખાતે વહીવટી તંત્રના સંબંધીત અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં મામલતદાર ડો. મુકેશ પટેલ, ના. તાલુકા વિકાસ અધિકારી નિનામા સહીયા તાલુકાની અન્ય કચેરીના વડાઓ, ઉર્ષ કમીટીના હોદ્દેદારો તેમજ ગ્રામ પંચાયત ભડીયાદના ઉપ સરપંચ તથા તલાટી કમ મંત્રી દિગુભા ચુડાસમાએ હાજરી આપી હતી. ઉર્ષ પ્રસંગે આવનાર શ્રધ્ધાળુ યાત્રીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવા પ્રાન્ત અધિકારીએ સંબંધીત ખાતાના વડાઓને સૂચના આપી હતી. જેમાં પાણી, વિજળી, આરોગ્ય, બસ વાહન વ્યવહાર વ્યવસ્થા, રસ્તા સહીતની બાબતોની પ્રાન્ત અધિકારીએ સ્થળ તપાસ કરી જાત માહિતી મેળવી હતી. પ્રાન્ત અધિકારીએ ભડીયાદ ગ્રામ પંચાયત ખાતે પણ ઉર્ષ કમીટી, ગ્રામ પંચાયતનાં હોદ્દેદારો ગ્રામજનો સાથે પણ બેઠક યોજી ઉર્ષને સફળ બનાવવા લોક સહકાર સાથે સમીક્ષા કરી હતી. વહીવટી તંત્ર વડા પ્રાન્ત અધિકારી તેમજ અધિકારીઓએ ભડીયાદ (પીર) ખાતે દરગાહના દર્શન કરી મુંજાવર સાથે પણ બેઠક યોજી હતી.
પ્રાન્ત અધિકારીએ કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ અધિકારીઓ સાથે વી.આઇ.પી. રેસ્ટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. ઇન્ચાર્જ ધોળકા ડીવાય.એસ.પી. ધંધુકા, સી.પી.આઇ. ધંધુકા, પી.એસ.આઇ. ધોેલેરા, પી.એસ.આઇ. સહીતના અધિકારીઓ સાથે બેઠકમાં ઉર્ષ દરમ્યાન પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા ચર્ચા વિચારણા કરી હતી. ધંધુકા, ધોલેરા અને ભડીયાદ ખાતે ગોઠવવાના થતા પોલીસ પોઇન્ટ અને ચુસ્ત બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
પાણી પુરવઠા બોર્ડ ધંધુકા ધોળકા સ્થિત કચેરીના ના.કા.ઇ. દ્વારા તમામ સ્થળો ઉપર પુરતો પાણી પુરવઠો ક્લોરીનેશન સાથે અપાશે તેવી રજુઆત કરી હતી. ભડીયાદ પીર ખાતે ઉર્ષ દરમ્યાન ૨૪ કલાક દવાખાનાની આરોગ્ય સેવા શરૃ રહેશે. ડોક્ટરો અને અન્ય સ્ટાફ ઉપરાંત જરૃરી દવાઓનો જથ્થો પણ ફાળવી દેવામાં આવ્યો છે. એસ.ટી. તંત્ર તરફથી ધંધુકા અને ભડીયાદ ખાતે ભડીયાદ (ઉર્ષ) માટે સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે. ઉર્ષ દરમ્યાન મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે ૩૪ બસો ફાળવવામાં આવી છે તેવું ડેપો મેનેજરે જણાવ્યું હતું.
પ્રાન્ત અધિકારીએ તંત્રના અધિકારીઓને સોંપેલ કામગીરી સિવટથી કરવા સૂચના આપી હતી. ગ્રામ પંચાયત ભડીયાદ દ્વારા ઉર્ષ પ્રસંગે સાફ સફાઇ, દવા છંટકાવ સહીતની કામગીરી કરવાનું શરૃ કરવામાં આવ્યું છે.

Share |
  More News
એક જ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી, વાવાઝોડું, વરસાદ ને કરા ઃ ૧૧ મોત
કોંગ્રેસ સરકાર સીધી જવાબદાર છે, તેના અંતનો આ આરંભ છેઃ મોદીનો આક્રોશ
ત્રણ કંપનીની ૩૩ લોકો સાથે ૬૦ લાખની ઠગાઈ; રિકવરી છ કરોડ!
ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટનું સોફ્ટવેર બદલાયું ઃ મોટાભાગના લોકો નાપાસ થાય છેેે
એસ.ટી.ના ક્વાર્ટર્સમાં ડિમોલીશન ડ્રાઈવ સામે રહેવાસીઓનો વિરોધ
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ઇલ્યાસ કાશ્મીરી પાક.માં ઠાર
૨૬/૧૧નું પુનરાવર્તન થશે તો ભારત સંયમ નહિ રાખે ઃ સંરક્ષણ પ્રધાન
સોફટવેર પાઈરસીથી સરકારને ૮૬.૬ કરોડ ડોલરનું નુકસાન
એચ-૧બી વિઝા ફીમાં વધારાની અમેરિકી કંપનીઓ પર અસર
  More News
મુંબઈ પાલિકા મધ્ય વૈતરણા ખાતે વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ નાખશે
અતુલ સ્ટેશને થયેલાં અકસ્માતના વળતર પેટે રૃા. પાંચ લાખ ચૂકવવાનો આદેશ
એશિયાટિક સોસાયટીના અલભ્ય પુસ્તકોને નુકસાન થઈ રહ્યું છે
આતંકવાદને ઉત્તેજન આપવા માટે પાકિસ્તાન જવાબદાર
તરતી સોલર પેનલો દ્વારા વીજ ઉત્પાદનની તૈયારી
મૂંઝવણમાં મૂકાઇ ગયેલા અક્ષયકુમાર માટે જ્હોન અબ્રાહમ તારણહાર બન્યો
અભિષેક બચ્ચન પછી રાવણનું પાત્ર હવે મનોજ બાજપાઈ ભજવશે
પત્રકાર પરિષદમાં રણબીર કપૂરને નીચા દેખાડવાનો સલમાનનો પ્રયાસ
રિયાલિટી ડાન્સ શોમાં મન મૂકીને ડાન્સ કરવા મળશે એ કારણે હૃતિક રોશન ખુશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

સ્કાયલોન

હોસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓના મૃત્યુ થવાનું કારણ તેમને થયેલ દર્દ હોય છે ?
ટીનેજરો 'ફન' કરતાં કરતાં 'ફની' થઇ જાય છે!
સૂર્યશક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી બોટ..!
મોબાઈલ સંબંધો સુધારે કે બગાડે ?
 

Gujarat Samachar Plus

કોટ વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારના બાળકોએ રિઝલ્ટમાં રંગ રાખ્યો
સસ્તુ ભાડું ને રોબોટિક્સની જાત્રા
અનેક પીડાઓ વચ્ચે પરીક્ષા પાર પાડવાનું પરાક્રમ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved